ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ, 23 કર્મચારીઓને ઇજા, 8 ગંભીર

દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઇડ્સ કંપની ભારત રસાયણમાં મંગળવારે બપોરે 3 કલાકે મોટો વિસ્ફોટ થયો હતો. જેના કારણે વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. જના કારણે તે વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. જે પ્રાથમિક અહાવલો સામે આવ્યા છે તે પ્રમાણે બોઇલર ફાટવાના કારણે વિસ્ફોટ થયો હતો. આગની ઘટના બાદ 10થી વધુ ફાયર ટેન્ડરોએ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને અઢી કલાકની ભારે જહેમત બાદ આગ પર 75% કાબુ મેળવી લીધો છે. àª
12:05 PM May 17, 2022 IST | Vipul Pandya
દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઇડ્સ કંપની ભારત રસાયણમાં મંગળવારે બપોરે 3 કલાકે મોટો વિસ્ફોટ થયો હતો. જેના કારણે વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. જના કારણે તે વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. જે પ્રાથમિક અહાવલો સામે આવ્યા છે તે પ્રમાણે બોઇલર ફાટવાના કારણે વિસ્ફોટ થયો હતો. આગની ઘટના બાદ 10થી વધુ ફાયર ટેન્ડરોએ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને અઢી કલાકની ભારે જહેમત બાદ આગ પર 75% કાબુ મેળવી લીધો છે. આ દુર્ઘટનામાં હજુ સુધી જાનહાનીનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી. અત્યાર સુધી ઘવાયેલા અને દાઝી ગયેલા 23 કર્મચારીઓને ભરૂચની 2 હોસ્પિટલમાં 10થી વધુ એમ્બ્યુલન્સ દ્વારા શિફ્ટ કરાયા છે. જે પૈકી 8 લોકોની હાલત નાજુક હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ દહેજની ભારત રસાયણ કંપનીમાં બપોરના સમયે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે પ્રચંડ ધડાકો થતા સમગ્ર દહેજ ધણધણી ઉઠ્યું હતું. આસપાસની કંપનીઓના કામદારોમાં પણ ભયના માહોલ વચ્ચે આસપાસના ગ્રામજનોમાં પણ પ્રચંડ ધડાકાને લઈ ફફડાટ ફેલાઈ ગયો હતો. સમયાંતરે ધડાકા સાથે ભીષણ આગ ભભૂકી ઉઠતા જિલ્લામાં ફાયર અને બ્લાસ્ટનો મેજર કોલ અપાયો હતો. વિવિધ કંપનીના ફાયર ફાઈટરો અને એમ્બ્યુલન્સના સતત સાયરનોની ગુંજથી દહેજ રોડ અને ઔદ્યોગિક વસાહત ગુંજી ઉઠી હતી.
જિલ્લા કલેકટર તુષાર સુમેરા, પોલીસ વડા ડો. લીના પાટીલે તેમની ટીમો દહેજ દોડાવી હતી. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, પોલીસ કાફલો, વહીવટી તંત્ર, એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરો સ્થળ પર પહોંચ્યા હતા. એક બાદ એક આવતી એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત કામદારોને ભરૂચ સારવાર અર્થે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી. એક બાદ એક 23 જેટલા ઘવાયેલા અને દાઝી ગયેલા કર્મચારીઓને સારવાર અર્થે દહેજથી ભરૂચ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ભરૂચની હિલિંગ ટચ હોસ્પિયલમાં 15 કામદારો અને એપેક્ષ હોસ્પિટલમાં 8 કામદારોને લાવવામાં આવ્યા છે. જે પૈકી 8 કામદારોની હાલત ગંભીર હોવાની માહિતી સાંપડી રહી છે. જોકે હજી સુધી આ હોનારતમાં જાનહાની અંગે કોઈ પણ વિગતો સામે આવી નથી
10 જેટલા ફાયર ટેન્ડરોએ ધસી આવી પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો આદર્યા હતા. જોકે સમયાંતરે ધડાકા સાથે વિકરાળ બનેલી આગ આકાશમાં ઊંચે સુધી ગોટે ગોટા રૂપે પ્રસરતા ધુમાડાનો ભયાવહ નજારો ઘટના સ્થળથી 3 થી 4 કિલોમીટર દૂર સુધી દેખાતો હતો.
હાલ ઘટનામાં કેટલા કામદારોને ઇજા કે કોઈ જાનહાની સર્જાઈ છે તેની વિગતો બહાર આવી શકી નથી. બ્લાસ્ટ સમયે પ્લાન્ટમાં કેટલા કામદારો ફરજ ઉપર હતા તેની માહિતી પણ મળી શકી નથી.  પ્રાથમિક તબક્કે બોઇલર બ્લાસ્ટ થયો હોવાની વિગતો સપાટી ઉપર આવી છે, જોકે ચોક્કસ કારણ આગ કાબુમાં આવ્યા બાદ તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે. અંદાજે 6થી વધુ લોકોને ઇજા થઇ હોવાનું જાણવા મળે છે. 
Tags :
BharuchBlastCompanydahejfireGujaratFirst
Next Article