ગામડાની 127 પૈકી 104 બેઠક અને શહેરોની 55 પૈકી 52 બેઠક પર ભગવો લહેરાયો
ગામડાની 127 પૈકી 104 બેઠક ભાજપે કબજે કરીકોંગ્રેસના ફાળે ગામડાની 14, AAP ને 5 બેઠકભાજપની પ્રચંડ લહેરમાં કોંગ્રેસના ગઢના કાંગરા ખર્યા ગુજરાતમાં કેજરીવાલની રેવડી ન ચાલી આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં ભાજપે (BJP) કાર્પેટ બોમ્બિંગ રેલીઓથી જનાધાર મેળવ્યો છે. ભાજપે ખુદ પીએમ મોદીથી (PM MODI) માંડીને કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ પ્રચારમાં ઉતાર્યા હતા. ભાજપે સતત
- ગામડાની 127 પૈકી 104 બેઠક ભાજપે કબજે કરી
- કોંગ્રેસના ફાળે ગામડાની 14, AAP ને 5 બેઠક
- ભાજપની પ્રચંડ લહેરમાં કોંગ્રેસના ગઢના કાંગરા ખર્યા
- ગુજરાતમાં કેજરીવાલની રેવડી ન ચાલી
આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં ભાજપે (BJP) કાર્પેટ બોમ્બિંગ રેલીઓથી જનાધાર મેળવ્યો છે. ભાજપે ખુદ પીએમ મોદીથી (PM MODI) માંડીને કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ પ્રચારમાં ઉતાર્યા હતા. ભાજપે સતત પ્રચાર કરીને મતદાતાઓની વચ્ચે રહેવાનું જાણે કે નક્કી કરી લીધું હતું અને તે જ કારણ છે કે ભાજપે આટલી ભવ્ય જીત મેળવી છે.
ગામડા હોય કે શહેર સર્વત્ર કેસરિયો છવાયો
આ વખતે જે પરિણામો આવ્યા છે તેમાં ગામડા હોય કે શહેર સર્વત્ર કેસરિયો છવાયો છે. ગામડાની 127 પૈકી 104 બેઠક ભાજપે કબજે કરી છે જ્યારે કોંગ્રેસના ફાળે ગામડાની 14 અને AAPને 5 બેઠક ગઇ છે. શહેરોની 55 પૈકી 52 બેઠક ભાજપ અને 3 કોંગ્રેસના ફાળે ગઇ છે. 16 જિલ્લાની બધી જ બેઠકો ભાજપના ફાળે ગઇ છે.
ભાજપના વોટ શેરમાં 4 ટકાનો વધારો
2017 કરતા ભાજપના વોટ શેરમાં 4 ટકાનો વધારો થયો છે. કચ્છ,ગાંધીનગર,વલસાડ,સુરેન્દ્રનગરમાં કમળ ખીલ્યું છે જ્યારે મોરબી,રાજકોટ,દ્વારકા,અમરેલીમાં અને ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં કમળ ખીલ્યું છે. ભરૂચ, સુરત,તાપી,ડાંગમાં ભાજપની ભવ્ય જીત થઇ છે જ્યારે 50 વર્ષ બાદ કચ્છની તમામ બેઠકો ભાજપે જીતી છે. અગાઉ 1972માં કોંગ્રેસે કચ્છની તમામ 6 બેઠક જીતી હતી.
બળવાખોરોની સ્થિતિ બગડી
બીજી તરફ વિધાનસભા ચૂંટણીમાં બળવાખોરોની સ્થિતિ બગડી છે. ભાજપ છોડી અપક્ષ લડનારા 3 બળવાખોર હાર્યા છે જેમાં વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ,પાદરામાં દિનુ પટેલની હાર થઇ છે અને ખેરાલુમાં રામસિંહ ઠાકોર અપક્ષમાં લડ્યા અને હાર્યા છે. જો કે ધાનેરામાં માવજી દેસાઈ અને બાયડમાં ધવલસિંહ ઝાલા જીત્યા છે.
ભાજપના 26 ઉમેદવાર હાર્યા
ભાજપની લહેર વચ્ચે પણ ભાજપના 26 ઉમેદવાર હારી ગયા છે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા 3 પક્ષપલટુ હાર્યા છે. અશ્વિન કોટવાલ અને હર્ષદ રીબડીયા તથા જવાહર ચાવડા હાર્યા છે. મંત્રી કીર્તિસિંહ વાઘેલા અને પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર પણ હાર્યા છે. વડગામ, દાંતા, ધાનેરા, આંકલાવ, બાયડ, ગારીયાધાર, જમાલપુર, દાણીલીમડા, વિજાપુર, ખંભાત, કાંકરેજ, વાંસદા, પાટણ, પોરબંદર, સોમનાથ, વાવ,વિસાવદર, કુતિયાણામાં ભાજપની હાર થઇ છે.
કોંગ્રેસના ગઢના કાંગરા ખર્યા
રસપ્રદ વાત એ છે કે ભાજપની પ્રચંડ લહેરમાં કોંગ્રેસના ગઢના કાંગરા ખરી ગયા છે. આઝાદી બાદ પહેલી વખત માંડવી,વ્યારા ભાજપ જીત્યું છે અને સતત 4-4 ટર્મથી જીતતી બેઠકો કોંગ્રેસે આ વખતે ગુમાવી છે જ્યારે વ્યારા, ભિલોડા, બોરસદ, મહુધા બેઠક કોંગ્રેસે ગુમાવી છે. રમપુર, માંડવી, જેતપુર, રાપર બેઠક પણ કોંગ્રેસે ગુમાવી છે.
વિવાદિત નિવેદનો વિપક્ષને ભારે પડ્યા
બીજી તરફ આ ચૂંટણીમાં વિવાદિત નિવેદનો વિપક્ષને ભારે પડ્યા છે. કોંગ્રેસ નેતાઓએ સીધા PM મોદી પર હુમલો કર્યો હતો. ખડગેએ કરેલા વિવાદિત નિવેદન સામે ભાજપને સહાનુભૂતિ મળી છે. ઉપરાંત ભાજપે પણ 'ગુજરાત મેં બનાવ્યું છે' નારો આપ્યો હતો.
ભાજપે ચૂંટણી પ્રચારમાં ફોજ ઉતારી
ભાજપે આ વખતે જાણે કે ચૂંટણી પ્રચારમાં ફોજ ઉતારી હતી. પ્રચારમાં 10 કેન્દ્રીય મંત્રી,7 રાજ્યના CM આવ્યા હતા. સૌથી મોટા ચહેરા તરીકે PM મોદી પોતે મેદાને ઉતર્યા હતા.ભાજપે એક સાથે કાર્પેટ બોમ્બિંગ રેલીઓથી જનાધાર મેળવ્યો છે. ચૂંટણી પૂર્વે નીકળેલી 'ગૌરવ યાત્રા'એ ગૌરવ અપાવ્યું છે. સ્ટાર પ્રચારક PM મોદી,ગૃહમંત્રી અમિતભાઈએ પુરજોશમાં પ્રચાર કર્યો હતો.
ગુજરાતમાં કેજરીવાલની ન રેવડી ચાલી
બીજી તરફ ગુજરાતમાં કેજરીવાલની રેવડી ચાલી ન હતી. રેવડીની રેલમછેલને ગુજરાતીઓએ નકારી દીધી છે. કેજરીવાલે 22 સભાઓમાં વાયદાની લ્હાણી કરી હતી . 75 બેઠક પર કેજરીવાલે પ્રચાર કર્યો હતો પણ મફતની સ્ટ્રેટેજી કેજરીવાલને ફળી ન હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement