Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BBCની દિલ્હી-મુંબઈ ઓફિસ પર ITના દરોડા વચ્ચે ભાજપે આપ્યું આ નિવેદન, અન્ય રાજકિય પાર્ટીઓની પ્રતિક્રિયાઓ પણ આવી

BBCની દિલ્હી અને મુંબઈની ઓફિસોમાં આવકવેરા વિભાગના દરોડા ચાલી રહ્યાં છે. ભાજપે બીબીસીને સૌથી ભ્રષ્ટ અને બકવાસ કોરપોરેશન ગણાવી છે. ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, જો બીબીસીના કૃત્યને જુઓ તો આ દુનિયાની સૌથી ભ્રષ્ટ અને બકવાસ કોરપોરેશન થઈ ગઈ છે.ભાજપ પ્રવક્તાની પ્રતિક્રિયાભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, બીબીસી પર આવકવેરા વિભાગ નિયમાનુસાર અને બંધારણ પ્રમાણે કાર્યવાહી
bbcની દિલ્હી મુંબઈ ઓફિસ પર itના દરોડા વચ્ચે ભાજપે આપ્યું આ નિવેદન  અન્ય રાજકિય પાર્ટીઓની પ્રતિક્રિયાઓ પણ આવી
BBCની દિલ્હી અને મુંબઈની ઓફિસોમાં આવકવેરા વિભાગના દરોડા ચાલી રહ્યાં છે. ભાજપે બીબીસીને સૌથી ભ્રષ્ટ અને બકવાસ કોરપોરેશન ગણાવી છે. ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, જો બીબીસીના કૃત્યને જુઓ તો આ દુનિયાની સૌથી ભ્રષ્ટ અને બકવાસ કોરપોરેશન થઈ ગઈ છે.
ભાજપ પ્રવક્તાની પ્રતિક્રિયા
ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, બીબીસી પર આવકવેરા વિભાગ નિયમાનુસાર અને બંધારણ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યાં છે. જ્યારે આ કાર્યવાહી ચાલી રહી છે. તેને લઈને જે રીતે રાજકિય પ્રતિક્રિયાઓ આવવા લાગી છે પછી ભલે તે કોંગ્રેસ હોય, ટીએમસી હોય, સપા હોય આ દરેક ભારતીય માટે ચિંતાનો વિષય છે. પહેલા તો કોંગ્રેસને સમજવુ પડશે કે ભારત સંવિધાન અને કાયદા પ્રમાણે ચાલે છે. પછી  ભલે તે કોઈ પણ એજન્સી કેમ ના હોય  આ પાંજરાનો પોપટ નથી જેવું સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના શાસનમાં કહ્યું હતું. આ એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે.
ગૌરવ ભાટિયાએ કહ્યું કે, આજે તે કોઈ પણ કંપની હોય, મીડિયા સંસ્થા હોય કે કંઈપણ... જો તે ભારતમાં કામ કરી રહી હોય તો તેણે ભારતના કાયદા પ્રમાણે કામ કરવું પડશે. જો કંપની યોગ્ય રીતે કામ કરી રહી હોય તો ડર શેનો.. આવકવેરા વિભાગને તેનું કામ કરવાની છૂટ આપવી જોઈએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ.
ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ કહ્યું, BBCનો પ્રોપગેંડા અને કોંગ્રેસનો એજન્ડા સાથે મળીને કામ કરી રહ્યા છે. BBCનો ઈતિહાસ ભારતને કલંકિત કરી રહ્યો છે. ઈન્દિરા ગાંધીએ BBC પર પ્રતિબંધ મૂક્યો હતો. BBCએ તેના રિપોર્ટિંગ દરમિયાન કાશ્મીરમાં આતંકવાદીને કરિશ્માવાદી યુવા ઉગ્રવાદી ગણાવ્યો હતો. BBCએ પણ હોળીના તહેવાર પર ટિપ્પણી કરી. આટલું જ નહીં BBCએ મહાત્મા ગાંધી પર પણ પ્રતિકૂળ ટિપ્પણીઓ કરી હતી. આ ઉદાહરણો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
BBCની ઓફિસમાં સર્ચ
મંગળવારે આવકવેરા દ્વારા BBCની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ટરનેશનલ ટેક્સમાં ગેરરીતિઓને કારણે BBC ઓફિસમાં આ આઈટી સર્ચ ચાલી રહ્યું છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરી લીધા છે. આ સાથે કર્મચારીઓને ઓફિસ છોડીને ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે. લંડનમાં બીબીસી ઓફિસમાં દરોડા અંગે માહિતી આપવામાં આવી છે. બીજી તરફ, વિપક્ષે આ કાર્યવાહીને ગુજરાત રમખાણો પર BBCની ડોક્યુમેન્ટ્રી સાથે જોડી છે.
જીજ્ઞેશ મેવાણી
આ મામલે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીજ્ઞેશ મેવાણીએ પણ પોતાના ટ્વીટમાં અદાણીનો ઉલ્લેખ કર્યો. તેમણે કટાક્ષભર્યા અંદાજમાં કહ્યું કે, અદાણીની દિલ્હી સ્થિત ઓફિસમાં આવકવેરા વિભાગનો સર્વે ચાલી રહ્યો છે. દરેક કર્મચારીઓના ફોન જપ્ત કરી લેવામાં આવ્યા છે. માફ કરશો બીબીસીની ઓફિસમાં.
Advertisement

જયરામ રમેશ
કોંગ્રેસ નેતા આ મામલે કહ્યું કે, અહીં અમે અદાણીના મામલે જેપીસીની માંગ કરી રહ્યાં છીએ અને ત્યાં સરકાર બીબીસીની પાછળ પડી છે. વિનાશકાળે વિપરિત બુદ્ધિ.

મહુઆ મોઈત્રા
તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઈત્રાએ ટ્વીટ કરી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, બીબીસીની દિલ્હી ઓફિસ પર દરોડાના સમાચાર મળ્યા છે. શું સાચે? આની આશા નહોતી. આ વચ્ચે અદાણીની ફરસાન સેવા હશે. જ્યારે તે સેબી પ્રમુખ સાથે વાતચીત કરવા પહોંચશે.
Advertisement

મહબૂબા મુફ્તી
PDP પ્રમુખ મહબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, બીબીસીની ઓફિસ પર દરોડાનું કારણ સ્પષ્ટ છે. ભારત સરકાર સત્ય બોલનારાઓની પાછળ પડી ગઈ છે. પછી તે ભલે નેતા હોય મીડિયા હોય કે કાર્યકર્તા હોય કે પછી અન્ય કોઈ હોય.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.