Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આવતીકાલે ગુજરાતમાં, જાણો શું કાર્યક્રમ છે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આવતીકાલે 29મીએ ગુજરાત આવી રહ્યા છે. જેમ-જેમ ડિસેમ્બર નજીક આવી રહ્યો છે તેમ-તેમ ભાજપના અગ્રણી નેતાઓની ગુજરાતની મુલાકાત વધી રહી છે. વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા ગુજરાત આવી રહ્યા છે. નડ્ડા ખાસ ચૂંટણી લક્ષી બેઠક પણ કરવાના છે ત્યારે તેમની આ મુલાકાત પર સૌની નજર ટકેલી છે.જે. પી. નડ્ડા શુક્àª
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે  પી  નડ્ડા આવતીકાલે ગુજરાતમાં  જાણો શું કાર્યક્રમ છે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આવતીકાલે 29મીએ ગુજરાત આવી રહ્યા છે. જેમ-જેમ ડિસેમ્બર નજીક આવી રહ્યો છે તેમ-તેમ ભાજપના અગ્રણી નેતાઓની ગુજરાતની મુલાકાત વધી રહી છે. વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા ગુજરાત આવી રહ્યા છે. નડ્ડા ખાસ ચૂંટણી લક્ષી બેઠક પણ કરવાના છે ત્યારે તેમની આ મુલાકાત પર સૌની નજર ટકેલી છે.
જે. પી. નડ્ડા શુક્રવારે સવારે આઠ વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. એરપોર્ટ ખાતે સરદારની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી તેઓ સીધા સાબરમતી ખાતે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. આશ્રમથી સીધા ગાંધીનગરના કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે  પહોંચી તેઓ ખાસ બેઠક કરશે. આ બેઠકમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો, સાંસદો અને ધારાસભ્યો, જિલ્લા અને મહાનગરના પ્રમુખો, મહાનગરના કોર્પોરેશનના પદાધીકારીઓ, પૂર્વ સાંસદો અને પૂર્વ ધારાસભ્યો હાજર રહેશે. બેઠક બાદ નડા પત્રકાર પરિષદ પણ સંબોધશે.
અમદાવાદમાં જે. પી. નડ્ડા ખાસ કાર્યકર્તા સંમેલનને સંબોધશે. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે સાત હજાર જેટલા કાર્યકર્તાઓને તેઓ સંબોધશે. આ સંમેલનમાં પ્રદેશના પદાધિકારીઓથી માંડીને મંડલ પ્રમુખ અને મહામંત્રીઓ સુધીના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ હાજર રહેશે. સાંજે તેઓ વડોદરા જશે જ્યાં વૈષ્ણવ સમાજના કાર્યક્રમમાં વ્રજધામ મંદિર ખાતે હાજરી આપશે. રાત્રે ફરી તેઓ ગાંધીનગર આવશે અને આઠ વાગ્યાથી મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રદેશ કોર કમિટી અને પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યો સાથે બેઠક કરશે. 
નડ્ડાની મુખ્યમંત્રી નિવાસસ્થાને થનારી બેઠક મહત્વની માનવામાં આવી રહી છે, જેમાં ચૂંટણી સમિતિના સભ્યોનો પણ સમાવેશ થાય છે. ડિસેમ્બર નજીક આવી રહ્યો છે તેમ ભાજપ પણ એડીચોટનું જોર લગાવી રહ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ તેમની બેઠકોમાં ચૂંટણી લક્ષી એવી કઈ મહત્વની બાબતો પર ભાર મુકે છે તે જાેવાનું રહે છે. 
Advertisement
Tags :
Advertisement

.