Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બીરભૂમમાં કથિત હિંસાના મુદ્દે ભાજપ સાંસદ રૂપા ગાંગુલી ભાવુક થઇ રડી પડ્યા

પશ્ચિમ બંગાળના બીરભૂમમાં કથિત હિંસાના મુદ્દા પર શુક્રવારે રાજ્યસભામાં હોબાળો થયો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી સવારે 11:54 વાગ્યે 12.10 સુધી સ્થગિત કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP) ના રૂપા ગાંગુલીએ શૂન્ય કલાક હેઠળ મુદ્દો ઉઠાવ્યો અને ભાવુક થઈ ગયા અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી.કોલકતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં બીરભૂમ હિંસાની CBI તપાસનો આદેશ આપ્યો છે. કોર
08:15 AM Mar 25, 2022 IST | Vipul Pandya
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં કથિત હિંસાના મુદ્દા પર શુક્રવારે રાજ્યસભામાં હોબાળો થયો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી સવારે 11:54 વાગ્યે 12.10 સુધી સ્થગિત કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP) ના રૂપા ગાંગુલીએ શૂન્ય કલાક હેઠળ મુદ્દો ઉઠાવ્યો અને ભાવુક થઈ ગયા અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી.
કોલકતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં બીરભૂમ હિંસાની CBI તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે 7 એપ્રિલ સુધીમાં આ મામલાની રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. રાજ્યસભામાં ભાજપના પશ્ચિમ બંગાળના સાંસદ રૂપા ગાંગુલીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવતા રૂપા ગાંગુલી ભાવુક થઈ ગયા અને રડી પડ્યા. રૂપા ગાંગુલીએ કહ્યું કે, અમે માંગ કરીએ છીએ કે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે. અહીં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે, લોકો તેમના ઘર છોડીને ભાગવા માટે મજબૂર છે. રૂપા ગાંગુલીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં 8 લોકોને સળગાવી દેવામાં આવ્યા છે, લોકોને પોલીસ પર વિશ્વાસ નથી. બે દિવસ પહેલા ઓટોપ્સી રિપોર્ટ આવ્યો હતો, જેમાં આ લોકોના હાથ પહેલા તોડવામાં આવ્યા હતા, પછી રૂમમાં બંધ કરીને સળગાવી દેવામાં આવ્યા હતા. અહીં લોકો એક પછી એક ભાગી રહ્યા છે, બાળકો અને વૃદ્ધો ભાગી રહ્યા છે, લોકો હવે અહીં રહેવા માટે યોગ્ય નથી. પશ્ચિમ બંગાળ ભારતનો ભાગ છે, અમે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન ઈચ્છીએ છીએ, અમે પશ્ચિમ બંગાળમાં જન્મ્યા એ ગુનો નથી, આ માતા કાલીની ભૂમિ છે. જ્યારે રૂપા ગાંગુલી ગૃહમાં પોતાનું નિવેદન આપી રહ્યા હતા ત્યારે TMC સાંસદોએ હંગામો મચાવ્યો હતો.

મહત્વનું છે કે, પશ્ચિમ બંગાળના બીરભૂમાં હિંસા બાદ મમતા સરકારે તેની તપાસ માટે એક SITની રચના કરી હતી. પરંતુ ભાજપ સમગ્ર મામલાની CBI તપાસની માંગ કરી રહ્યું હતું. વળી, આ ઘટના પછી, TMC સાંસદ બિસ્વજીત દેબે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળની વસ્તી 11 કરોડ છે અને જો અડધી રાત્રે આવી ઘટના બને તો પોલીસ શું કરી શકે છે. તેમના નિવેદન પર બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે તેમની પોલીસ રાત્રે સૂતી હોય છે, તેઓ કહેવા માંગે છે કે તેમની સરકાર અને પોલીસ 11 કરોડ લોકોની સુરક્ષા કરી શકતી નથી. ઉલ્લખનીય છે કે, બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં 21 માર્ચે હિંસા ફાટી નીકળી હતી. કેટલાક લોકોના ટોળાએ સામાન્ય લોકોના ઘરોને આગ ચાંપી દીધી હતી, જેમાં 8 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 3 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ થાય છે.
Tags :
BirbhumIncidentGujaratFirstRajyasabhaRoopaGangulyWestBengal
Next Article