આઇએએસ ખીરવાર દંપતીના મુદ્દે ભાજપના સાંસદ મેનકા ગાંધી નારાજ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ મેનકા ગાંધીએ દિલ્હીના ત્યાગરાજ સ્ટેડીયમમાં કૂતરાને ફરાવનારા આઇએએસ ખીરવાર દંપતીની બદલી કરવા બદલ નારાજગી પ્રગટ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આઇએએસ ખીરવારને સારી રીતે જાણે છે અને તેમની પર જે આરોપ લાગ્યા છે તે બિલકુલ જુઠા છે. ભાજપના સાંસદ મેનકા ગાંધીએ ખીરવાર દંપતીનો બચાવ કર્યો છે. તેમણે કેન્દ્ર સરકારની કામગિરી પર સવાલ ઉભો કર્યો છે અને કહ્યà
02:10 PM May 28, 2022 IST
|
Vipul Pandya
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ મેનકા ગાંધીએ દિલ્હીના ત્યાગરાજ સ્ટેડીયમમાં કૂતરાને ફરાવનારા આઇએએસ ખીરવાર દંપતીની બદલી કરવા બદલ નારાજગી પ્રગટ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આઇએએસ ખીરવારને સારી રીતે જાણે છે અને તેમની પર જે આરોપ લાગ્યા છે તે બિલકુલ જુઠા છે.
ભાજપના સાંસદ મેનકા ગાંધીએ ખીરવાર દંપતીનો બચાવ કર્યો છે. તેમણે કેન્દ્ર સરકારની કામગિરી પર સવાલ ઉભો કર્યો છે અને કહ્યું કે આ કેવી રીત છે કે કોઇને પણ ઉઠાવીને ક્યાંય પણ ફેંકી દો. તેમણે એ પણ કહ્યું કે લદાખ અને અરુણાચલ પ્રદેશમાં પણ સારા અધિકારીઓની જરુર છે.
મેનકા ગાંધીએ કહ્યું, હું આઇએએસ ખીરવારને સારી રીતે જાણું છું અને તેમના પર લગાવાયેલા આરોપો બિલકુલ ખોટા છે. તે બહુ કાબેલ અધિકારી છે અને સારા તથા ઇમાનદાર છે. જ્યારે તે દિલ્હીમાં જોઇન્ટ સેક્રેટરી ઓફ એન્યાયર્નમેન્ટ હતા તો દિલ્હીને ખુબ ફાયદો થયો હતો. તે લોકોની વાત સાંભળે છે અને તેના પર કાર્યવાહી પણ કરે છે. જેથી તેમની પર જે કાર્યવાહી કરાઇ છે તે બિલકુલ ખોટી છે.
મેનકાએ વધુમાં કહ્યું કે બીજુ એ પણ છે કે લદાખ અને અરુણાચલ પ્રદેશ તેવા સ્થળો નથી કે પનીશમેન્ટ પોસ્ટીંગને મુદ્દો બનાવામાં આવે. આ રાજ્યોમાં પણ કાબેલ અધિકારીઓની જરુર છે. આવા સ્થળોએ લોકો રાજીથી જાય છે. ઉલ્લેખનિય છે કે ખીરવાર દંપતીની લદાખ અને અરુણાચલ પ્રદેશમાં ટ્રાન્સફર થવા પર ટીએમસી સાંસદ મહુઆ મિત્રાએ મુદ્દો બનાવ્યો હતો અને પનિશમેન્ટ પોસ્ટીંગ તરીકે જાહેર કરવાની કોશિશ કરી હતી.
દિલ્હીના ત્યાગરાજ સ્ટેડીયમમાં કૂતરો ફરાવવાના મુદ્દે કેન્દ્ર સરકારે આઇએએસ સંજીવ ખીરવાર અને તેમની પત્ની રિંકુ ધુગ્ગાની બદલી કરી દીધી હતી. પનિશમેન્ટ માટે આ બદલી કરાઇ હોવાનું માનવામાં આવે છે.
મેનકા ગાંધી શનિવારે ભાજપના પૂર્વ ધારાસભ્ય અવનિશ કુમાર સિંહ ઉર્ફે પપ્પુ ભૈયાની તબિયત જાણવા પહોંચ્યા હતા.
Next Article