Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાજપના આ સાંસદ 15 કિલો વજન ઘટડી 15000 કરોડના હકદાર બન્યા, 1 કિલોના 1000 કરોડ મળશે!

મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી ભાજપના સાંસદ અનિલ ફિરોજિયાનું કહેવું છે કે તેઓ વિશ્વના સૌથી અમીર સાંસદ છે. તેમને 1 કિલો વજન ઘટાડવા માટે 1000 કરોડ રુપિયા મળ્યા છે. તેમણે અત્યાર સુધીમાં 15 કિલો વજન ઘટાડ્યું છે, જેથી તેઓ 15000 કરોડના હકદાર બની ગયા છે. ખાસ વાત તો એ છે કે તેમને એક કિલો વજન ઘટાડવાના 1000 કરોડ રુપિયા આપવાનું વચન કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી દ્વારા આવ્યું હતું.1 કિલો વજન ઉતારવાના 1000 કરોડ!કેન્દ
12:34 PM Jun 11, 2022 IST | Vipul Pandya
મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી ભાજપના સાંસદ અનિલ ફિરોજિયાનું કહેવું છે કે તેઓ વિશ્વના સૌથી અમીર સાંસદ છે. તેમને 1 કિલો વજન ઘટાડવા માટે 1000 કરોડ રુપિયા મળ્યા છે. તેમણે અત્યાર સુધીમાં 15 કિલો વજન ઘટાડ્યું છે, જેથી તેઓ 15000 કરોડના હકદાર બની ગયા છે. ખાસ વાત તો એ છે કે તેમને એક કિલો વજન ઘટાડવાના 1000 કરોડ રુપિયા આપવાનું વચન કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી દ્વારા આવ્યું હતું.
1 કિલો વજન ઉતારવાના 1000 કરોડ!
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ભાજપના સાંસદ અનિલ ફિરોજિયાને ફિટનેસ ચેલેન્જ આપી છે. નીતિન ગડકરીએ ફિરોઝિયાને કહ્યું હતું કે તમે જેટલા કિલો વજન ઉતારશો એટલા હજાર કરોડ હું આપીશ. એટલે કે એક કિલો વજન ઘટાડવાને બદલે રૂ. 1000 કરોડ. જેનો ઉપયોગ તેઓ તેમના લોકસભા વિસ્તારના વિકાસ કાર્યો માટે કરી શકશે. ફિરોજિયાનું વજન ત્યારે 125 કિલો હતું. તેમણે ઉજ્જૈનના વિકાસ માટે આ પડકાર સ્વીકાર્યો છે.
આ રીતે બન્યા દુનિયાના સૌથી મોંઘા સાસંદ
ચેલેન્જ મળ્યા બાદ અનિલ ફિરોજિયા વજન ઘટાડવા મહેનત શરુ કરી. દરરોજ કસરત અને ડાયટિંગની સાથે સાથે તેઓ 8 કિલોમીટર ચાલી રહ્યા છે. તેમને ઉદ્દેશ્ય શરીરને સ્વસ્થ રાખવાની સાથે સંસદીય મતવિસ્તારનો વિકાસ કરવાનો પણ છે. અનિલ ફિરોજિયા દિવસની શરૂઆત 8 કિમીની મોર્નિંગ વોકથી કરે છે. ત્યારબાદ એક કલાક વર્કઆઉટ, યોગ અને ડાયેટિંગ. જેનાથી તેમણે પોતાના વજનમાં ઘણો બધો ઘટાડો પણ કર્યો છે. એક સમયે તેમનું વજન 135 કિલો હતું, જે આજે 93 કિલો થઇ ગયું છે. આ રીતે અનિલ ફિરોજિયા દુનિયાના સૌથી મોંઘા સંસદસભ્ય બની ગયા છે.
નીતિન ગડકરીએ આપી હતી ચેલેન્જ
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી 24 ફેબ્રુઆરીએ ઉજ્જૈન આવ્યા હતા. વિકાસના કામોની જાહેરાતો વચ્ચે તેમણે આરોગ્ય અંગે પણ સલાહ આપી અને સાંસદ અનિલ ફિરોજિયાને પડકાર ફેંક્યો. આ વાત સ્વીકારીને સાંસદે 4 મહિનામાં 15 કિલો વજન ઘટાડ્યું છે અને હવે તેઓ કેન્દ્રીય મંત્રીના કહેવા પ્રમાણે 15000 કરોડના હકદાર બન્યા છે. બીજેપી સાંસદ અનિલ ફિરોજિયાએ કહ્યું, હું દુનિયાનો સૌથી મોંઘો સાંસદ છું. અત્યાર સુધીમાં 6000 કરોડનું ફંડિંગ મળ્યું છે. જેનાથી વિકાસ થઈ રહ્યો છે, મેડિકલ કોલેજ મળી છે. મને પૂરો વિશ્વાસ છે કે જો મેં 15 કિલો વજન ઘટાડ્યું છે, તો વિકાસના કામો માટે વધુ પૈસા મળશે.
ચાર મહિનામાં 15 કિલો વજન ઘટાડ્યું
જો કે અનિલ ફિરોજિયા ખાવા-પીવાના ખૂબ શોખીન છે, પરંતુ હવે તેઓ તે બધુ છોડીને કસરત કરી રહ્યા છે. નિતિન ગડકરી ફેબ્રુઆરીમાં ઉજ્જૈન આવ્યા ત્યારે સાંસદનું વજન 127 કિલો હતું. ત્રણ મહિનાની શારીરિક મહેનત બાદ હવે વજનમાં 15 કિલોનો ઘટાડો થયો છે. આ સાથે સાંસદ હવે શારીરિક રીતે હળવા બનીને રાજકારણમાં વજન વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Tags :
AnilfirojiyaBJPGujaratFirstlostweightMadhyaPradeshNitinGadkariUjjainWeightlost
Next Article