ભાજપના MLA Kumar Kanani ના પોલીસ પર ગંભીર આરોપ
BJP MLA Kumar Kanani : સરથાણા પોલીસ પર ટ્રેડમાર્ક અને કૉપિરાઇટ ગુનામાં 8 લાખ રૂપિયાની ઉઘરાણીનો સનસનીખેઝ આરોપ લાગ્યો છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ આ મામલે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી જણાવ્યું કે, 11 જાન્યુઆરીએ સરથાણા પોલીસે આરના એન્ટરપ્રાઇઝ નામની કંપની પર દરોડા પાડ્યા હતા, જ્યાં લાઇસન્સ વિના જાણીતી બ્રાન્ડની નકલી પ્રોડક્ટ્સ બનાવીને વેચાણ કરવામાં આવતું હતું.
07:50 PM Mar 19, 2025 IST
|
Hardik Shah
BJP MLA Kumar Kanani : સરથાણા પોલીસ પર ટ્રેડમાર્ક અને કૉપિરાઇટ ગુનામાં 8 લાખ રૂપિયાની ઉઘરાણીનો સનસનીખેઝ આરોપ લાગ્યો છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ આ મામલે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી જણાવ્યું કે, 11 જાન્યુઆરીએ સરથાણા પોલીસે આરના એન્ટરપ્રાઇઝ નામની કંપની પર દરોડા પાડ્યા હતા, જ્યાં લાઇસન્સ વિના જાણીતી બ્રાન્ડની નકલી પ્રોડક્ટ્સ બનાવીને વેચાણ કરવામાં આવતું હતું. જોકે, આ કાર્યવાહી દરમિયાન પોલીસે કંપનીના પ્રતિનિધિ વિનોદ સુમરા સાથે મળીને ગેરકાયદેસર રીતે 8 લાખ રૂપિયાની ઉઘરાણી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કાનાણીએ આરોપ લગાવ્યો છે કે પોલીસે કાર્યવાહીના નામે આરના એન્ટરપ્રાઇઝના માલિકો પાસેથી મોટી રકમ વસૂલી, જેનાથી પોલીસની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઉભા થયા છે.