Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહારાષ્ટ્રમાં ભાજપનું ઓપરેશન લોટસ શરૂ, શિવસેનાના ધારાસભ્યોનું અપહરણ : સંજય રાઉત

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના બળવા બાદ શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે ભાજપે મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસ શરૂ કર્યું છે. અમારા નેતાઓનું ભાજપ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે અને તેમને પોલીસના પહેરામાં રાખવામાં આવ્યા છે. રાજ્યમાં સર્જાયેલી સ્થિતિ માટે ભાજપ જવાબદાર છે. સંજય રાઉતે એમ પણ કહ્યું કે જે ધારાસભ્
મહારાષ્ટ્રમાં ભાજપનું ઓપરેશન લોટસ શરૂ  શિવસેનાના ધારાસભ્યોનું અપહરણ   સંજય રાઉત
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના બળવા બાદ શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે ભાજપે મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસ શરૂ કર્યું છે. અમારા નેતાઓનું ભાજપ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે અને તેમને પોલીસના પહેરામાં રાખવામાં આવ્યા છે. રાજ્યમાં સર્જાયેલી સ્થિતિ માટે ભાજપ જવાબદાર છે. સંજય રાઉતે એમ પણ કહ્યું કે જે ધારાસભ્યોએ બહાર આવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે.
કોઈ કંઇ પણ કહે,  પરંતુ અમારું ગઠબંધન નહીં તૂટે- સંજય રાઉત
સંજય રાઉતે દાવો કર્યો છે કે ‘રાજ્યમાં જે પણ સ્થિતિ છે, શિવસેના જલ્દી જ તેમાંથી બહાર આવશે. કોઈ કંઈપણ કહેતું રહે પણ અમારું ગંઠબંધન નહીં તૂટે. સાંજે ફરીથી પાર્ટીની બેઠક બોલાવવામાં આવી છે. કેટલાક ધારાસભ્યોએ અમારો સંપર્ક કર્યો છે. ધારાસભ્ય દળના નેતાની જવાબદારી હવે અજય ચૌધરીને સોંપવામાં આવી છે. એકનાથ શિંદે અમારા સહકર્મી છે અને અમે છેલ્લા ઘણા સમયથી સાથે કામ કરી રહ્યા છીએ.’
મહારાષ્ટ્રમાં સતત સરકારને તોડવાના ષડયંત્ર
સંજય રાઉતે કહ્યું કે ‘એકનાથ શિંદેના મનમાં જો કોઈ ગેરસમજ છે, તો તેને દૂર કરી શકાય છે. એટલા માટે અમે તેમને મુંબઈ આવીને અમારી સાથે ચર્ચા કરવા અપીલ કરી છે. ત્યાં જઈને ચર્ચા કરવી એ શિવસેનાની શિસ્તમાં નથી બેસતું.’ સંજય રાઉતે દાવો કર્યો હતો કે શિવસેનાના ધારાસભ્યોનું અપહરણ કરીને ગુજરાતમાં રાખવામાં આવ્યા છે. ભાજપે દસ વખત અમને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખતે તેઓ નિષ્ફળ ગયા છે.
Advertisement
Tags :
Advertisement

.