ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાજપના ગુંડાઓેએ અમારા કાર્યકરોને ઢોર માર માર્યો, પોલીસ પણ તમાશો જોતી રહી: ઇસુદાન ગઢવી

ગઇકાલે અરવિંદ કેજરીવાલના પ્રવાસ બાદથી ગુજરાતમાં ભાજપ અને આપ વચ્ચે ઘરણનો માહોલ સર્જાયો છે. પહેલા ભાજપ અને આપ વચ્ચે ટ્વિટર વોર ચાલ્યું. ત્યારબાદ ગઇ કાલે આપના કોર્પોરેટરો અને પોલીસ તથા બાઉન્સરો વચ્ચે ઘર્ષણ થયું. જેમાં ભાજપનો હાથ હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આજે આ ઘટનાના વિરોધમાં સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપ કાર્યાલયે પ્રદર્શન કરવા માટે
01:46 PM May 02, 2022 IST | Vipul Pandya
ગઇકાલે અરવિંદ કેજરીવાલના પ્રવાસ બાદથી ગુજરાતમાં ભાજપ અને આપ વચ્ચે ઘરણનો માહોલ સર્જાયો છે. પહેલા ભાજપ અને આપ વચ્ચે ટ્વિટર વોર ચાલ્યું. ત્યારબાદ ગઇ કાલે આપના કોર્પોરેટરો અને પોલીસ તથા બાઉન્સરો વચ્ચે ઘર્ષણ થયું. જેમાં ભાજપનો હાથ હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આજે આ ઘટનાના વિરોધમાં સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપ કાર્યાલયે પ્રદર્શન કરવા માટે ગયા હતા.
ભાજપે ગુંડા ગોઠવ્યા હતા...
સુરતમાં ભાજપ કાર્યાલયે આપ અને ભાજપના કાર્યાકરો આમને સામને આવી ગયા હતા. સાથે જ ઘર્ષણ પણ થયું હતું. ત્યારે હવે આ અંગે આપ નેતા ઇસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં તેમણે ફરી એક વખત ભાજપ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ઇસુદાન ગઢવીએ ભાજપને ગુંડા અને લફંગાની પાર્ટી ગણાવી છે. ઇસુદાન ગઢવીએ કહ્યું કે સુરતમાં ભાજપના ગુંડાઓએ અમારા કાર્યકરોને ઢોરમાર માર્યો છે. ભાજપના ટૂકડા પર પળતા ગુંડાઓ દ્વારા કાર્યકરોને ઢોર માર્યો છે. તેમણે કહ્યું કે પોલીસ પણ તમાશો જોતી હતી. પોલીસે ભાજપના ગુંડાઓને પકડવાના બદલે આપના કાર્યકરો સામે કાર્યવાહી કરી છે. પોલીસ પર આક્ષેપો લગાવતા તેમણે કહ્યું કે પોલીસ પણ ભાજપના કાર્યકર બનીને કામ કરી રહી છે.
સુરતમાં ભાજપે કાર્યાલય પર એક હાજર ગુંડાઓ ગોઠવી દીધા હતા. CR પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પર ગઢવીએ આક્ષેપ કરતા કહ્યું કે, માજી બુટલેગર અને ગૃહમંત્રીના ઇશારે આ હુમલો થયો છે. હુમલો કરનારા સામે 307 સહિતની કલમો નોંધવી જોઈએ. પોલીસ કાર્યવાહી નહીં કરે તો અમે કોર્ટમાં જઈશું. જે મંજૂરી ભાજપને મળે છે તે અન્ય પક્ષનેપણ મળવી જોઈએ.
હાર્દિક પટેલ અંગે ઇસુદાન ગઢવીએ શું કહ્યું?
કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલ વિશે પણ ઇસુદાન ગઢવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. ઇસુદાન ગઢવીએ કહ્યું કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. કોંગ્રેસના નેતાઓને વિનંતી છે કે મત ના બગાડો. ચૂંટણી લડવાના બદલે મેદાન છોડી દો. સારા નેતાઓ આપમાં જોડાઇને ગુજરાત માટે કામ કરે. આપ ગુજરાતમાંથી ભાજપને કાઢશે તેની હું ગેરંટી આપુ છું. ભાજપ દેશ વિરોધી પાર્ટી છે. ભાજપ આતંકવાદીઓની પાર્ટી છે. હાર્દિકના ભાજપમાં જોડાવાની અટકળો વિશે કટાક્ષ કરતા ગઢવીએ કહ્યું કે, દાઉદ આવે તો તેને પણ ભાજપ સ્વીકારે તેવી છે.
Tags :
AAPBJPGujaratFirstIsudanGadhviSuratઆમઆદમીપાર્ટીઇસુદાનગઢવીભાજપસુરત
Next Article