Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AAP ના ચહેરા પરથી ભાજપે ઉઠાવ્યો પડદો, જાહેર કર્યો એક નવો સ્ટિંગ Video

આમ આદમી પાર્ટીની ધીમે ધીમે સચ્ચાઈ સામે આવી રહી છે. જેલમાં સતેન્દ્ર જૈનનો વિડીયો વાયરલ થયા બાદ હવે MCD ચૂંટણીની વચ્ચે ભાજપે દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી સામે વધુ એક બોમ્બ વિસ્ફોટ કર્યો છે. ભાજપે અરવિંદ કેજરીવાલની પાર્ટી વિરુદ્ધ એક નવો સ્ટિંગ વિડીયો જાહેર કર્યો છે. આ સ્ટિંગ દ્વારા ભાજપે આમ આદમી પાર્ટી પર ટિકિટો વેચવાનો આરોપ લગાવ્યો છે. कट्टर भ्रष्टाचारी AAP फिर हुई एक्सपोज़। #AAPSt
aap ના ચહેરા પરથી ભાજપે ઉઠાવ્યો પડદો  જાહેર કર્યો એક નવો સ્ટિંગ video
આમ આદમી પાર્ટીની ધીમે ધીમે સચ્ચાઈ સામે આવી રહી છે. જેલમાં સતેન્દ્ર જૈનનો વિડીયો વાયરલ થયા બાદ હવે MCD ચૂંટણીની વચ્ચે ભાજપે દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી સામે વધુ એક બોમ્બ વિસ્ફોટ કર્યો છે. ભાજપે અરવિંદ કેજરીવાલની પાર્ટી વિરુદ્ધ એક નવો સ્ટિંગ વિડીયો જાહેર કર્યો છે. આ સ્ટિંગ દ્વારા ભાજપે આમ આદમી પાર્ટી પર ટિકિટો વેચવાનો આરોપ લગાવ્યો છે. 
Advertisement

ટિકિટના બદલામાં 80 લાખ રૂપિયાની માંગણી
સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપે કહ્યું કે કટ્ટર ભ્રષ્ટ આમ આદમી પાર્ટી ફરી ખુલ્લી પડી ગઈ છે. કેજરીવાલની છત્રછાયામાં આમ આદમી પાર્ટીના નેતાઓ વસૂલી કરવા લાગ્યા છે. ભાજપે કહ્યું કે, આમ આદમી પાર્ટીનું 'બિઝનેસ મોડલ' આજે ખુલ્લું પડી ગયું છે. આખી આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારમાં સામેલ છે. ભાજપે દાવો કર્યો છે કે, MCD ચૂંટણીમાં ટિકિટના બદલામાં લાંચ લેવામાં આવી રહી છે અને 110 સીટો પર કેસ નોંધવામાં આવ્યો છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ AAPના ઘણા નેતાઓ પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે અને અન્ય એક નવો સ્ટિંગ વિડીયો પણ બહાર પાડ્યો છે. AAPના અનેક નેતાઓ પર આરોપ લગાવતા સંબિત પાત્રાએ કહ્યું કે, બિંદુ શ્રીરામ પાસેથી ટિકિટના બદલામાં 80 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. આ પૈસા વોર્ડ નંબર-54 સીટના બદલામાં માંગવામાં આવ્યા છે. પાત્રાએ કહ્યું કે આ સમગ્ર સ્ટિંગ ઓપરેશનમાં ચાર પાત્રો છે. સ્ટિંગ ઓપરેશનમાં 110 સીટ બુક થવાની વાત છે.

ભાજપે બે અલગ-અલગ સ્ટિંગ વિડીયો જાહેર કર્યા
ભાજપ નેતાઓ સંબિત પાત્રા અને વિજેન્દર ગુપ્તાએ કથિત રીતે સ્ટિંગ કરનાર મહિલા બિંદુ સાથે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ભાજપે દાવો કર્યો છે કે, સ્ટિંગ પોઈન્ટ આમ આદમી પાર્ટીના એક નેતા છે. ભાજપે બે અલગ-અલગ સ્ટિંગ વિડીયો જાહેર કર્યા છે. એક વિડીયોમાં પુનીત ગોયલ નામના વ્યક્તિનો ઉલ્લેખ છે. બીજેપી પુનીત ગોયલને ગોપાલ રાયની નજીક હોવાનું જણાવી રહી છે, જ્યારે બીજા વિડીયોમાં આરઆર પઠાનિયાનું નામ છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, પૈસાના આ વ્યવહારમાં ચેકની પણ વાત છે. થેલા અને સ્લિપની પણ વાત છે. ટિકિટ માટે પોઈન્ટ ટુ પોઈન્ટની કુલ ચૂકવણી 80 લાખ હતી. પ્રથમ હપ્તો રૂ. 21 લાખ, બીજો રૂ. 40 લાખ અને ત્રીજો રૂ. 21 લાખ હતો. બીજેપી નેતાએ કહ્યું, 'પઠાનિયાએ પણ વિડીયોમાં ટ્રાન્ઝેક્શન સ્વીકાર્યું છે. પઠાનિયાએ પોતે પણ બિંદુ મારફતે પેમેન્ટ કરવાની વાત કરી છે.
Advertisement

સત્યેન્દ્ર જૈનનો જેલમાં મસાજ કરાવતો વિડીયો
ઉલ્લેખનીય છે કે, આ પહેલા આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનનો એક વિડીયો સામે આવ્યો, જેમા તેઓ જેલમાં મસાજ કરાવતા જોવા મળ્યા હતા. વિડીયોમાં એક વ્યક્તિ સત્યેન્દ્ર જૈનના પગ અને પીઠ પર માલિશ કરી રહ્યો છે. સત્યેન્દ્ર જૈનના હાથમાં કેટલાક કાગળો છે, જે તેઓ વાંચી રહ્યા છે. તાજેતરમાં, EDએ કોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈન દિલ્હીની તિહાડ જેલમાં નિયમોને નેવે મુકી સુવિધાઓ ભોગવી રહ્યા છે. જેનાથી સંબંધિત તમામ પુરાવા પણ કોર્ટમાં આપવામાં આવ્યા હતા. લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાના આદેશ પર તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સંબંધમાં જેલ નંબર-7ના સુપરિન્ટેન્ડેન્ટ અજીત કુમાર સહિત 58 લોકોની બદલી કરવામાં આવી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.