ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાજપે જાહેર કર્યા રાજ્યસભાના 16 ઉમેદવારોના નામ, જાણો કોણ છે

ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કર્ણાટકમાંથી નિર્મલા સીતારમણ અને મહારાષ્ટ્રમાંથી પીયૂષ ગોયલને ટિકિટ આપવામાં આવી છે.ભાજપે રાજ્યસભા માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે ઉત્તર પ્રદેશમાંથી ડૉ. લક્ષ્મીકાંત બાજપાઈ અને ડૉ. રાધા મોહન અગ્રવાલને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાંથી કવિતા પાટીદાર, કર્ણાટકમાંથી નાણામંત્રી નિર્મલા સી
02:09 PM May 29, 2022 IST | Vipul Pandya
ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કર્ણાટકમાંથી નિર્મલા સીતારમણ અને મહારાષ્ટ્રમાંથી પીયૂષ ગોયલને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપે રાજ્યસભા માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે ઉત્તર પ્રદેશમાંથી ડૉ. લક્ષ્મીકાંત બાજપાઈ અને ડૉ. રાધા મોહન અગ્રવાલને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાંથી કવિતા પાટીદાર, કર્ણાટકમાંથી નાણામંત્રી નિર્મલા સીતારમણ અને જગ્ગેશને નોમિનેટ કરવામાં આવ્યા છે. 
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ડૉ. અનિલ સુખદેવરાવ બોંડેને મહારાષ્ટ્રમાંથી ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાંથી ઘનશ્યામ તિવારી, ઉત્તર પ્રદેશથી લક્ષ્મીકાંત બાજપાઇ, રાધામોહન અગ્રવાલ, સુરેન્દ્રસિંહ નાગર, બાબુરામ નિષાદ, દર્શના સિંહ, સંગીતા યાદવ તથા ઉત્તરાખંડથી કલ્પના સોની, બિહારથી સતિષચન્દ્ર દુબે, શંભૂખરણ પટેલ અને હરિયાણાથી કૃષ્ણલાલ પંવારને ઉમેદવાર બનાવાયા છે. 
Tags :
ANNOUNCEBJPGujaratFirstNirmalaSitaramanPiyushGoelRajyasabha
Next Article