ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

પક્ષીઓ પણ પોરબંદરપ્રેમી,છેલ્લા સાત વર્ષ કરતાં આ વર્ષે મહેમાનમાં મોટો વધારો!

પોરબંદરમાં આયોજીત પક્ષી ગણતરીનો આંકડો બર્ડ ક્નઝર્વેશન સોસાયટી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં છેલ્લા સાત વર્ષની સરખામણીમાં સૌથી વધુ આ વર્ષે પક્ષીઓ નોંધાયા છે. જેમાં હંસ, બતક, ફ્લેમગો, ભગતડાં જેવા પક્ષીઓ સૌથી વધુ નોંધાયા છે.શિયાળાની ઋતુમાં લાખોની સંખ્યામાં પક્ષીઓ મહેમાન બને છેપોરબંદર શહેરમાં શિયાળાની ઋતુ દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનો જમાવડો પોરબંદરના વેટલેનà«
12:24 PM Feb 10, 2023 IST | Vipul Pandya
featuredImage featuredImage
પોરબંદરમાં આયોજીત પક્ષી ગણતરીનો આંકડો બર્ડ ક્નઝર્વેશન સોસાયટી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં છેલ્લા સાત વર્ષની સરખામણીમાં સૌથી વધુ આ વર્ષે પક્ષીઓ નોંધાયા છે. જેમાં હંસ, બતક, ફ્લેમગો, ભગતડાં જેવા પક્ષીઓ સૌથી વધુ નોંધાયા છે.

શિયાળાની ઋતુમાં લાખોની સંખ્યામાં પક્ષીઓ મહેમાન બને છે
પોરબંદર શહેરમાં શિયાળાની ઋતુ દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનો જમાવડો પોરબંદરના વેટલેન્ડ વિસ્તારમાં જોવા મળે છે. શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં અનેક પક્ષીઓના રહેઠાંણ આવેલા છે. ગુજરાતમાં પોરબંદર એક એવું શહેર છે, કે જ્યાં શિયાળાની ઋતુમાં લાખોની સંખ્યામાં પક્ષીઓ મહેમાન બને છે. આ પક્ષીઓની ગણતરી પણ દર વર્ષે કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ બર્ડ ક્નઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત દ્વારા પક્ષી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પક્ષી ગણતરીમાં મુંબઈ, અજમેર, બેંગલોર જેવા રાજ્યમાંથી 60 થી વધુ પક્ષી નિરીક્ષકોએ પોરબંદરના વેટલેન્ડ વિસ્તારોમાં પક્ષી ગણતરી હાથ ધરી હતી. આ પક્ષી ગણતરીનો આંકડો10 ફેબ્રુઆરીએ જાહેર થયો છે, આ વર્ષે કુલ અંદાજીત 5,70,109 જેટલા પક્ષીઓ નોંધાયા છે. છેલ્લા સાત વર્ષની સરખામણીમાં આ વર્ષે સૌથી વધુ પક્ષીઓ નોંધાયા છે.
પોરબંદરમાં પ્રવાસીઓનો પણ વધારો થશે
ગત વર્ષે 4,82,806પક્ષીઓ નોંધાયા હતા. વેટલેન્ડ વિસ્તારમાં ગુજરાતમાં જોવા મળતી પ્રજાત્તિમાંથી કુલ 177 જેટલી પ્રજાત્તિ પોરબંદરના વેટલેન્ડ વિસ્તારમાં નોંધાઈ છે. પોરબંદર એ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું પક્ષી અભ્યારણ્ય બની શકે તેવી ક્ષમતા ધરાવે છે. પોરબંદરમાં પ્રવાસીઓનો પણ વધારો થશે, આવનારા દિવસોમાં સરકાર દ્વારા પોરબંદરના પ્રવાસન ક્ષેત્રને વિકસાવવા માટે યોગ્ય કામગીરી થાય તો કચ્છ પછી પોરબંદરમાં પણ પ્રવાસીઓ બહોળી સંખ્યામાં મહેમાન બની શકે છે. કારણ કે પોરબંદરમાં ર૧ થી વધુ વેટલેન્ડ વિસ્તાર, જેમાં મીઠા પાણીનો વિસ્તાર, દરિયાઈ વિસ્તાર, રેતાળ વિસ્તાર એમ ત્રણ વિસ્તારો આવેલા છે. મહત્વની વાત એ છે કે પક્ષીઓને અનુકૂળ એવા તમામ પ્રકારના ખોરાક અહીં પ્રાપ્ય છે. જેમાં જળચર પક્ષીઓ માટે વિપુલ પ્રમાણમાં માછલીઓ, કાદવ કીચડને કારણે કમળ જેવી વનસ્પતિઓને લીધે વિપુલ પ્રમાણમાં કીટકો, છાજ, છાલ, વનસ્પતિ ઉપરાંત સમડી અને બાજ જેવા પક્ષીઓ માટે પણ ખોરાક સહેલાઈથી ઉપલબ્ધ છે. પોરબંદરમાં યોજાયેલ પક્ષી ગણતરીમાં હંસ, બતક, ફ્લેમગો અને ભગતડાં સૌથી વધુ નોંધાયા છે.
ખુશી સાથે ગમ! ફ્લેમીંગો થયા કમ !
પોરબંદરના જળ પલ્લવિત વિસ્તારોમાં પુર્ણ થયેલી પક્ષી ગણતરીમાં આ વર્ષે છેલ્લા 7 વર્ષ કરતા મહેમાન પક્ષીઓની સંખ્યામાં ખાસ્સો વધારો જોવા મળ્યો છે. જે ખરેખર આનંદની વાત છે. પરંતુ આમા એક દુ:ખદ બાબત એવી પણ સામે આવી છે કે છાંયાના રણમાં એક સમયે ગુલાબી ચાદર પાથરી દેતા ગ્રેટર અને લેઝર ફ્લેમીંગોની સંખ્યામાં કોરોનાકાળ બાદ ખાસ્સો ઘટાડો નોંધાયો છે. અહીં છોડવામાં આવતી ડસ્ટમાંથી ઉત્પન્ન થતી આલ્ગી નામની ફૂગનુ પ્રમાણ નહીવત થઇ જતા ફ્લેમીંગોને તેમનો આ મૂળ ખોરાક ન મળવાથી તેમની સંખ્યામાં ઘટાડો થયાની ચર્ચાઓ તેમજ પક્ષીવિદો જણાવી રહ્યાં છે. ઉપરાંત છાંયા ચોકી થી છાંયા વિસ્તાર તરફ જતા રસ્તે બિરલા ફેકટરી તરફ આવેલું આ રણ ખૂબ જ કુદરતી સૌંદર્ય ધરાવે છે અહીં પાણી ભરાયેલું રહેતું હોવાથી ભૂતકાળમાં ફલેમિંગો સહિતના વિદેશી પક્ષાીઓ પણ મોટી સંખ્યામાં અહીં આવતા હતા અને એટલે જ પોરબંદરને સૂરખાબી નગરી તરીકે આગવી ઓળખ મળી હતી. પરંતુ છેલ્લા 10 વર્ષમાં અનેક લોકોએ અહીં ગેરકાયદેસર દબાણો કરી મિલ્કતો ઉભી કરી હોવાના આક્ષોપો છે.સ્થાનિક લોકો દ્વારા પેશકદમી કરી દેવાતા રણનો ભાગ સાંકડો બની જતા સુરખાબોએ અહીંથી વિદાય લઈ લીધી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. 
પક્ષીઓ માટે ત્રણ પ્રકારના જળ પલ્લવિત વિસ્તારો
પોરબંદર જિલ્લામાં ર૧ જેટલા કે તેનાથી વધુ જળ પલ્લવિત વિસ્તારો આવેલા છે. જેમની અંદર મીઠા પાણીનો વિસ્તાર, દરિયાઈ વિસ્તાર અને રેતાળ વિસ્તાર એમ ત્રણેય વિસ્તારો આવેલા છે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે પક્ષીઓને અનુકુળ એવા તમામ પ્રકારના ખોરાક અહીં પ્રાપ્ય છે. જેમાં જળચર પક્ષીઓ માટે વિપુલ પ્રમાણમાં માછલીઓ, કાદવ-કીચડને કારણે કમળ જેવી વનસ્પતિઓને લીધે વિપુલ પ્રમાણમાં કીટડો અને છાજ, છાલ વનસ્પતિઓ ઉપરાંત સમડી અને બાજ જેવા પક્ષીઓ માટે પણ ખોરાક સહેલાઈથી ઉપલબ્ધ છે.
પોરબંદર જિલ્લામાં ર૯ર પક્ષીઓની વિવિધ જાતોની નોંધણી
પોરબંદર શહેરમાં આમ તો પક્ષી અભ્યારણ્ય આવેલ છે, પરંતુ પોરબંદર પક્ષીનગર તરીકેની ઉપલબ્ધી ધરાવે છે. એક અંદાજ મુજબ જળ પલ્લવિત વિસ્તારોમાં ર૯ર પક્ષીઓની જાતોની નોંધણી થયેલ છે. જે ગુજરાતમાં અન્ય ક્યાંય જોવા મળતી નથી. ઉપરાંતમાં ખાસ તો ૧ર૮ પ્રકારની જળચર પક્ષીઓની જાતો પણ અહીં નોંધાયેલી છે, જેની અંદર ગાજહંસ, સારસ જેવા ખૂબ જ દુર્લભ પક્ષીઓ પણ અહીં જોવા મળે છે અને ખાસ શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં ફ્લેમગોની જાણે ચાદર પોરબંદરમાં ફેલાયેલી જોવા મળે છે.
આપણ  વાંચો- ગાંધીધામમાં રૂપિયા 42 લાખની લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓને ગાંધીધામ પોલીસે ગોવાથી ઝડપી લીધા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
BirdloverBirdSanctuaryConservationSocietyDuckexoticbirdGujaratFirstPorbandarSwan