Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચંડીગઢ જઈ રહેલ ફ્લાઇટ સાથે હવામાં અથડાયું પક્ષી, અમદાવાદ પરત મોકલાયું

અમદાવાદથી ચંદીગઢ જઈ રહેલી GO ફર્સ્ટ ફ્લાઈટ સાથે પક્ષી અથડાયાની ઘટના સામે આવી છે.  જે બાદમાં ફ્લાઇટને ડાયવર્ટ કરી વિમાન ફરી અમદાવાદ મોકલાયું હતું. આ તરફ ડીજીસીએએ જણાવ્યું કે, ફ્લાઇટ સાથે પક્ષી અથડાયા બાદ તેને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. જોકે આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવતી રહે છે. છેલ્લા મહિનામાં એટલે કે, જૂન મહિનામાં જ ભારતમાં બે વખત વિમાન સાથે પક્ષીઓ અથડાવાના
ચંડીગઢ જઈ રહેલ ફ્લાઇટ સાથે હવામાં અથડાયું પક્ષી  અમદાવાદ પરત મોકલાયું
અમદાવાદથી ચંદીગઢ જઈ રહેલી GO ફર્સ્ટ ફ્લાઈટ સાથે પક્ષી અથડાયાની ઘટના સામે આવી છે.  જે બાદમાં ફ્લાઇટને ડાયવર્ટ કરી વિમાન ફરી અમદાવાદ મોકલાયું હતું. આ તરફ ડીજીસીએએ જણાવ્યું કે, ફ્લાઇટ સાથે પક્ષી અથડાયા બાદ તેને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. જોકે આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવતી રહે છે. છેલ્લા મહિનામાં એટલે કે, જૂન મહિનામાં જ ભારતમાં બે વખત વિમાન સાથે પક્ષીઓ અથડાવાના કિસ્સા સામે આવ્યા છે. 
અમદાવાદથી ચંદીગઢ જઈ રહેલી GO ફર્સ્ટ ફ્લાઈટને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે. આજે અમદાવાદથી ચંદીગઢ જઈ રહેલી GO ફર્સ્ટ ફ્લાઈટ સાથે એક પક્ષી અથડાયું હતું. જેને લઈ તાત્કાલિક અસરથી GO ફર્સ્ટની અમદાવાદથી ચંદીગઢ ફ્લાઇટને અમદાવાદ તરફ ડાયવર્ટ કરાઇ હતી. તો સમગ્ર મામલે ડીજીસીએએ જણાવ્યું કે, ફ્લાઇટ સાથે પક્ષી અથડાયા બાદ તેને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી.
અગાઉ પણ બની છે આવી ઘટનાઓ 
પ્લેન સાથે પક્ષી અથડાયું હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવતી રહે છે. છેલ્લા મહિનામાં એટલે કે જૂન મહિનામાં જ ભારતમાં બે વખત વિમાન સાથે પક્ષીઓ અથડાવાના કિસ્સા સામે આવ્યા છે. પ્લેન સાથે પક્ષી અથડાયા બાદ સ્પાઇસજેટના એન્જિનમાં આગ લાગી હતી. વિમાનમાં 185 મુસાફરો સવાર હતા. સદનસીબે કોઈને ઈજા થઈ નથી. આ વિમાને પટનાથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. આગ બાદ પટનામાં જ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. થોડા દિવસો બાદ આ પક્ષી દિલ્હીથી ગુવાહાટી જઈ રહેલા પ્લેન સાથે પણ અથડાયું હતું. આ વિમાન ત્યારે 1600 ફૂટની ઉંચાઈ પર હતું. જે બાદ ફ્લાઈટને ડાયવર્ટ કરીને દિલ્હી પરત બોલાવવામાં આવી હતી.
વિમાન સાથે પક્ષીઓ અથડાવાના બનાવો કેમ બને છે ?
પક્ષીઓ સામાન્ય રીતે લેન્ડિંગ અને ટેકઓફ દરમિયાન વિમાન સાથે અથડાય છે. કારણ કે, ત્યારે વિમાન ઓછી ઉંચાઈ પર ઉડી રહ્યું છે. મોટાભાગના એરક્રાફ્ટને પક્ષીઓની ટક્કરથી નુકસાન થતું નથી, પરંતુ કેટલાક કિસ્સાઓમાં ફ્લાઈટને તરત જ લેન્ડ કરવાની જરૂર પડે છે. ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન ICAOના સર્વે અનુસાર વિશ્વમાં દરરોજ પક્ષીઓની અથડામણના લગભગ 34 કેસ નોંધાય છે. જેના કારણે દર વર્ષે લગભગ $1 બિલિયન એટલે કે 7800 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે.
Advertisement
Tags :
Advertisement

.