Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

FIFA વર્લ્ડ કપ 2022 દરમિયાન કતરમાં ઘટી મોટી દુર્ઘટના, ફેન વિલેજમાં લાગી આગ

કતરના લુસેલમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાના અહેવાલો સાથે ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup) દરમિયાન ચિંતાજનક સમાચારો સામે આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ આગ ફિફા વર્લ્ડના ફેન વિલેજ પાસે લાગી છે. અધિકારીઓએ જણાવ્યું કે આગ શહેરમાં એક નિર્માણાધીન બિલ્ડીંગમાં લાગી હતી.ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup)ના શહેરમાં ફેન વિલેજ પાસે ભીષણ આગ લાગી હોવાના અહેવાલ મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા ફà«
fifa વર્લ્ડ કપ 2022 દરમિયાન કતરમાં ઘટી મોટી દુર્ઘટના  ફેન વિલેજમાં લાગી આગ
કતરના લુસેલમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાના અહેવાલો સાથે ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup) દરમિયાન ચિંતાજનક સમાચારો સામે આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ આગ ફિફા વર્લ્ડના ફેન વિલેજ પાસે લાગી છે. અધિકારીઓએ જણાવ્યું કે આગ શહેરમાં એક નિર્માણાધીન બિલ્ડીંગમાં લાગી હતી.
ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup)ના શહેરમાં ફેન વિલેજ પાસે ભીષણ આગ લાગી હોવાના અહેવાલ મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા ફૂટેજમાં કેટેફન આઇલેન્ડ નોર્થ પાસેના ફેન વિલેજમાંથી કાળો ધુમાડો નીકળતો જોઈ શકાય છે. અહેવાલમાં અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, આગ શહેરમાં એક નિર્માણાધીન બિલ્ડીંગમાં લાગી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કોઈ જાનહાનિ થઈ નથી. જણાવી દઈએ કે, કતરમાં આયોજિત 20 નવેમ્બરથી ફિફા વર્લ્ડ કપ 2022 શરૂ થયો છે અને 18 ડિસેમ્બરે આ સમાપ્ત થશે. વિશ્વભરમાંથી ફૂટબોલ ચાહકોના આગમન પછી, કતરે તેમના રોકાણ માટે એરપોર્ટની નજીક એક ફેન વિલેજ બનાવ્યું છે.
ફેન વિલેજ પાસે મેટ્રો સ્ટેશન, બસ સ્ટોપ, ટેમ્પરરી રેસ્ટોરન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વિલેજમાં એક સાથે 12,000 લોકો માટે રહેવાની વ્યવસ્થા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સિવિલ ડિફેન્સે ઉમ્મ અલ-અમદમાં ત્રણ વેરહાઉસમાં આગને કાબૂમાં લેવામાં આવી અને ત્યાં કોઈ જાનહાનિ અથવા ઇજાના અહેવાલ નથી.
Advertisement
Tags :
Advertisement

.