Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPC-CrPCમાં થશે મોટો ફેરફાર, ઘણા સંગઠન કરી રહ્યા છે FCRA કાયદાનો દુરૂપયોગ: ગૃહપ્રધાનશ્રી

કેન્દ્રીય ગૃહપ્રધાનશ્રી અમિત શાહે (Amit Shah) હરિયાણાના (Haryana) સૂરજકુંડમાં આયોજિત તમામ રાજ્યોના ગૃહપ્રધાનોની ચિંતન શિબિરમાં હાજરી આપી હતી. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાજ્યની જવાબદારી છે. સરહદો વિનાના ગુનાનો સામનો કરવા માટે આપણે ત્યારે જ સફળ થઈ શકીએ જ્યારે તમામ રાજ્યો સાથે મળીને તેના વિશે વિચારે અને રણનીતિ બનાવે. શાહે કહ્યું કે કેટલાક સંગઠનો FCRA એક્ટનો દુà
ipc crpcમાં થશે મોટો ફેરફાર  ઘણા સંગઠન કરી રહ્યા છે fcra કાયદાનો દુરૂપયોગ  ગૃહપ્રધાનશ્રી
કેન્દ્રીય ગૃહપ્રધાનશ્રી અમિત શાહે (Amit Shah) હરિયાણાના (Haryana) સૂરજકુંડમાં આયોજિત તમામ રાજ્યોના ગૃહપ્રધાનોની ચિંતન શિબિરમાં હાજરી આપી હતી. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાજ્યની જવાબદારી છે. સરહદો વિનાના ગુનાનો સામનો કરવા માટે આપણે ત્યારે જ સફળ થઈ શકીએ જ્યારે તમામ રાજ્યો સાથે મળીને તેના વિશે વિચારે અને રણનીતિ બનાવે. શાહે કહ્યું કે કેટલાક સંગઠનો FCRA એક્ટનો દુરુપયોગ કરીને ભારત સરકારની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે. IPC-CRPCમાં મોટા ફેરફારો કરવામાં આવશે. રાષ્ટ્રવિરોધી કામોને રોકવામાં મોદી સરકારે ખૂબ જ અસરકારક ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે બહુ ઓછા સમયમાં નવા IPC-CrPCનું સ્વરૂપ સંસદમાં રજૂ કરવામાં આવશે, હાલમાં કામ ચાલી રહ્યું છે, આ માટે ઘણું હોમવર્ક કરવામાં આવ્યું છે.
Advertisement


તેમણે કહ્યું કે ભાજપ સરકાર ગુનાખોરી રોકવા માટે સતત કામ કરી રહી છે. એટલે ચિંતન શિબિર શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતના ગૃહપ્રધાન રહેવા દરમિયાન નરેન્દ્ર મોદીએ આની શરૂઆત કરાવી હતી. તેનો હેતુ ગુનાઓને રોકવાનો હતો. શાહે કહ્યું કે આપત્તિ સામે સંયુક્ત લડાઈ, કોમન એલર્ટ પ્રોટોકોલ પર કામ થઈ રહ્યું છે, SDRFને સક્રિય કરવાની જરૂર છે. અમે CAPF માટે આયુષ્માન સ્કીમ બનાવી છે, રાજ્યોને વિનંતી કરી છે કે તેનો અભ્યાસ કરે અને પોતાની પોલીસ માટે તેને લાગુ કરે. આંતરરાજ્ય ગેંગ પર અંકુશ લેવા માટે ખાસ વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે.
કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્યની
સમાજમાં અરાજકતા ફેલાવનારા લોકો સામે પણ સંયુક્ત રણનીતિ બનાવવાની જરૂર છે. ગૃહપ્રધાને કહ્યું કે આપણા બંધારણમાં કાયદો-વ્યવસ્થાને સંભાળવાની જવાબદારી રાજ્યને આપી છે પરંતુ હવે ટેક્નોલોજીના વિકાસ સાથે એવા ઘણા કાયદા પણ અસ્તિત્વમાં આવ્યા છે જેની કોઈ મર્યાદા નથી. અમિત શાહે કહ્યું કે ભાજપ સરકાર ટીમ ઈન્ડિયાના અભિગમ સાથે આગળ વધવાની વાત કરે છે. ત્રણ સીને (કોર્ડિનેશન, કોલોબેરેશન અને કો-ઓપરેશન) ધ્યાનમાં રાખીને કામ કરવાની જરૂર છે.
વિદેશી ભંડોળનો થઈ રહ્યો છે દુરુપયોગ

તેમણે કહ્યું કે શીખ ફોર જસ્ટિસ પર પ્રતિબંધ મૂકવાની વાત થઈ છે. આઈપીસી અને સીઆરપીસીમાં કરવામાં આવનાર સુધારા ટૂંક સમયમાં કરવામાં આવશે અને સંસદમાં પસાર કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે દેશમાં ઘણી એનજીઓ ધર્માંતરણ અને વિકાસના માર્ગમાં અવરોધો ઉભી કરવા માટે વિદેશી ભંડોળનો દુરુપયોગ કરી રહી છે. 2020માં FCRAના કાયદામાં થયેલા ફેરફારોએ તેને રોકવાનું કામ કર્યું છે. અમિત શાહે કહ્યું કે બહુ ઓછા સમયમાં નવા IPC-CrPCનું સ્વરૂપ સંસદમાં રજૂ કરવામાં આવશે. આ અંગે કામ ચાલી રહ્યું છે. આના પર ઘણું હોમવર્ક કરવામાં આવ્યું છે.
Tags :
Advertisement

.