Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નપાએ ફાયર સેફ્ટી વિનાની કોમર્શિયલ શોપિંગ સેન્ટરની દુકાનો કરી સીલ

ભરૂચ નગરપાલિકાએ ફાયર એનઓસી વિનાના શોપિંગ સેન્ટરના કોમર્શિયલ દુકાનદારો અને શોપિંગ સેન્ટરના લોકોને ફાયર એનઓસી કરાવવા માટે નોટિસ ફટકારવા છતાં વાપરવા વેપારીઓ અને બિલ્ડરોની દુકાનો અને શોપિંગ સેન્ટરોની સીલ કરવામાં આવતા વેપારીઓમાં બિલ્ડરો સામે પણ રોઝબોકી ઉઠ્યો હશે ભરૂચમાં જ ચારથી પાંચ જેટલા શોપિંગ સેન્ટરો અને ૫૦થી વધુ દુકાનોને સીલ કરવામાં આવતા વેપારીઓ બેરોજગાર બનતા આક્રોશ વ્àª
નપાએ ફાયર સેફ્ટી વિનાની કોમર્શિયલ શોપિંગ સેન્ટરની દુકાનો  કરી સીલ
ભરૂચ નગરપાલિકાએ ફાયર એનઓસી વિનાના શોપિંગ સેન્ટરના કોમર્શિયલ દુકાનદારો અને શોપિંગ સેન્ટરના લોકોને ફાયર એનઓસી કરાવવા માટે નોટિસ ફટકારવા છતાં વાપરવા વેપારીઓ અને બિલ્ડરોની દુકાનો અને શોપિંગ સેન્ટરોની સીલ કરવામાં આવતા વેપારીઓમાં બિલ્ડરો સામે પણ રોઝબોકી ઉઠ્યો હશે ભરૂચમાં જ ચારથી પાંચ જેટલા શોપિંગ સેન્ટરો અને ૫૦થી વધુ દુકાનોને સીલ કરવામાં આવતા વેપારીઓ બેરોજગાર બનતા આક્રોશ વ્યક્ત કર્યો હતો
ભરૂડ નગરપાલિકાની હદ વિસ્તારમાં આવતા સ્ટેશન રોડ બાયપાસ ચોકડી તથા શક્તિનાથ વિસ્તારમાં ફાયર એનઓસી વિનાના શોપિંગ સેન્ટરો અને કોમર્શિયલ દુકાનદારોને ફાયર એનઓસી માટે વારંવાર નોટિસ ફટકાડી છે અને પથી ૭ જેટલી નોટિસ ફટકાર્યા બાદ પણ ફાયર એનઓસીની સુવિધા કરવામાં ન આવતા આખરે ભરૂચ નગરપાલિકાનું ફાયર ફાયટર રવિવારની સવારથી જ ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફાયર એનઓસી વિનાના શોપિંગ સેન્ટરો અને દુકાનોને સીલ કરવાની કામગીરી કરી હતી જેમાં ભરૂચના સ્ટેશન રોડ ઉપર  આસ્યાના શોપિંગ સેન્ટર,કિંગડમ એપાર્ટમેન્ટ,અંબર સંકુલ શક્તિનાથ,સ્ટાર હાઈટ્સ બાયપાસ રોડ..અલ્ફલક શોપિંગ સેન્ટરોની દુકાનો સીલ સહિતના શોપિંગ સેન્ટરો તેમજ દુકાનો બંધ કરાવીને સીલ કરવાની કામગીરી કરતા વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા હતા અને જ્યાં સુધી ફાયર એનઓસી લેવામાં નહીં આવે ત્યાં સુધી દુકાનોના સીલ પણ ખોલવામાં નહીં આવે જેને લઇને વેપારીઓમાં પણ રોજ જોવા મળ્યો હતો
શોપિંગ સેન્ટરમાં કેટલાય બિલ્ડરોની લાપરવાહીના કારણે ફાયર સુવિધા ઉભી કરવામાં ન આવી હોવાના કારણે તેનો ભોગ નિર્દોષ દુકાનદારો અને વેપારીઓએ બનવું પડ્યું હતું જેના કારણે સ્ટેશન વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં ફાયર એનઓસી મુદ્દે દુકાનદારોએ વારંવાર બિલ્ડરોને રજૂઆત કરવા છતાં બિલ્ડરોની લાપરવાહીના કારણે આજે ભરૂચ નગરપાલિકા દ્વારા દુકાનોને સીલ કરવામાં આવતા વેપારીઓ અને દુકાનદારોમાં ભારે આક્રોશ બિલ્ડરો પ્રત્યે જોવા મળ્યો હતો
ભરૂચ શહેરમાં ફાયર એનઓસીને લઈને નગરપાલિકાએ સવારથી જ કામગીરી શરૂ કરવામાં આવતા ભરૂડા કેટલાય વિસ્તારોમાં ફાયર એનઓસી વિનાના ધમધમતા શોપિંગ સેન્ટરોની દુકાનોને સીલ કરવામાં આવતા જ વેપારીઓ અને શોપિંગ સેન્ટરોના રહીશો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. આ તો માત્ર દુકાનો સીલ કરવામાં આવી છે હજુ ફાયર એનઓસી લેવામાં નહીં આવે તો રહેણાંક વિસ્તારોને પણ સીલ કરવામાં આવશે તેવી માહિતી સાંપડી રહી છે ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવીએ પણ લોકોને વહેલી તકે ફાયર એનઓસી લઈ લેવા માટેની સૂચના આપી દીધી છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.