ભરૂચ જિલ્લા પોલીસે બુધવારની રાત્રીએ ગડખોલ ગામના પરપ્રાંતિય વિસ્તારમાં હાથ ધર્યું સર્ચ ઓપરેશન
દિવાળીના તહેવારો અને ચૂંટણીઓને હવે થોડા દિવસની વાર છે. ત્યારે તેણે અનુલક્ષીને જિલ્લા પોલીસે અંકલેશ્વર નગરના ગડખોલ ગામના પરપ્રાંતિય વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે કરેલા આકસ્મિક સર્ચ ઓપરેશનના કારણે સ્થાનિકો લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો હતો.ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા થોડાં દિવસ પહેલાં જ અંકલેશ્વરના સારંગપુર,મીરાનગર,શાંતિનગર અને ઉદ્યોગ નગરમાં આકસ્મિક
દિવાળીના તહેવારો અને ચૂંટણીઓને હવે થોડા દિવસની વાર છે. ત્યારે તેણે અનુલક્ષીને જિલ્લા પોલીસે અંકલેશ્વર નગરના ગડખોલ ગામના પરપ્રાંતિય વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે કરેલા આકસ્મિક સર્ચ ઓપરેશનના કારણે સ્થાનિકો લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો હતો.
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા થોડાં દિવસ પહેલાં જ અંકલેશ્વરના સારંગપુર,મીરાનગર,શાંતિનગર અને ઉદ્યોગ નગરમાં આકસ્મિક સર્ચ ઓપરેશન દરમિયાન વાહન ચેકીંગ, પ્રોહીબેશન,ભાડા કરાર સહિતના અનેક ગુનાઓના કેસ કરવામાં આવ્યા હતા. જ્યારે બુધવારના રાત્રીના જિલ્લા પોલીસ એસપી ડો.લીના પાટિલની સુચનાઓ અને અંકલેશ્વર DYSP ચીરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ દિવાળી, નવાવર્ષના તહેવાર અને આગામી સમયમાં જાહેર થનાર ગુજરાત વિધાનસભાની ચુંટણીઓને અનુલક્ષીને પુનઃ અંકલેશ્વર નગરના ગડખોલ ગામના પરપ્રાંતિય વિસ્તારમાં સર્ચ કોમ્બિગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરમાં મોટાપાયે વધતા જતા ગુનાને ધ્યાનમાં રાખીને બુધવારની રાત્રીના ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા એલસીબી એસઓજી ટ્રાફિક યુ આર ટી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન અંકલેશ્વર રૂરલ ઝઘડિયા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન મળીએ કુલ 10 ટીમો જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર 9 પોલીસ સબ ઇન્સ્પેક્ટર 11 તથા 114 પોલીસ સ્ટાફ દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 76 વાહનો 37 મકાન ભાડુઆત વિરુદ્ધ જાહેરનામા ભંગ કરવાના ગુના 26 વ્યક્તિઓ વિરોધ પ્રોવીશન એક્ટ મુજબના કેસો એક એમ.વી.એકટ મુજબના કેસ એમ મળી 188 ઇસમોને બી રોલ ભરવામાં આવ્યા,1 જુગરધામ મુજબના કેશો સર્ચ ઓપરેશન હાથ ધરી કરવા આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આવનારા સમયમાં દિવાળીનો તહેવાર આવનાર હોય વેકેશન માટે પરિવાર પોતાના ઘરેથી કોઈ પણ સ્થળે ફરવા જતી વેળાએ ઘરને સુરક્ષિત રાખવા કિંમતી વસ્તુઓ ઘરમાં ન રાખી બેંક કે અન્ય સુરક્ષિત જગ્યાએ મૂકે ,વેકેશન દરમિયાન પોલીસ વિભાગ અને પાડોશીઓ ને જાણ કરી પોલીસ સુરક્ષા સાથ અને સહકાર આપી ચોરી ,ધાડ જેવા ગુન્હા થતા અટકવા વિનંતી કરી હતી.
Advertisement