Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પૉસ્ટ ઑફિસની આ 2 યોજના કરાવશે, અન્ય રોકાણ કરતાં વધુ ફાયદો

'બચત' ... એટલે કે અંગ્રેજીમાં આપણે તેને સેવિંગ્સ કહેતા હોઈએ છે. અને આ બચતનું મહત્વ આપણે મુશ્કેલીના સમયમાં જ વધુ સમજાય છે. એક નાની-અમથી કરેલી બચત આપણને ઘણી વખત નાણાકીય આફતમાંથી પણ બહાર કાઢી શકે છે. આમ તો સામાન્ય રીતે બચત તો દરેક લોકો પોતાની રીતે બની શકે એટલી કરતા જ હોય છે. પરંતુ એમાં પણ મુદ્દાની વાત તો એ છે કે આપણે આપણા બાળકોને પણ બાળપણથી જ આ વાત સમજાવવાનો પ્રયત્ન પણ કરીએ છે, 'Piggy Bank/ ગલ્લો' વગà«
10:28 AM Mar 02, 2022 IST | Vipul Pandya
'બચત' ... એટલે કે અંગ્રેજીમાં આપણે તેને સેવિંગ્સ કહેતા હોઈએ છે. અને આ બચતનું મહત્વ આપણે મુશ્કેલીના સમયમાં જ વધુ સમજાય છે. એક નાની-અમથી કરેલી બચત આપણને ઘણી વખત નાણાકીય આફતમાંથી પણ બહાર કાઢી શકે છે. આમ તો સામાન્ય રીતે બચત તો દરેક લોકો પોતાની રીતે બની શકે એટલી કરતા જ હોય છે. પરંતુ એમાં પણ મુદ્દાની વાત તો એ છે કે આપણે આપણા બાળકોને પણ બાળપણથી જ આ વાત સમજાવવાનો પ્રયત્ન પણ કરીએ છે, 'Piggy Bank/ ગલ્લો' વગેરે સ્વરૂપે.. નાના બચ્ચાઓ થોડાક સમજણા થાય એટવે તેમના પેરેન્ટ્સ 2 રૂપિયા, 5 રૂપિયા, 10-20રૂપિયા જેવી નાનકડી અમાઉન્ટમાં તેમને પૈસા આપે છે, અને તેમની આ જ પીગ્ગી બેન્કમાં નાખવાની આદત પડાવડાવે છે. અને સાથે એ વાતનું મહત્વ સમજાવવા એમ પણ કહે છે, હવે તારે જો કંઈ રમકડા, સાયકલ વગેરે જેની ચીજો લેવી હોય તો આ નાનકડી પીગ્ગી બેન્કમાં નાખ..
આમ તો આજની આધુનિક જનરેશનમાં વિવિધ બેન્કોમાં ઘણા બધા પ્રકારની સેવિંગની સુવિધાઓ આપવામાં આવે છે.  અને એના પર નિશ્ચિત વળતર પણ આપવામાં આવે છે. તેમજ બાળકો માટે પણ વિવિધ પ્રકારના ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ હોય છે. અને એમાં પણ જો ઘરે દીકરીનો જન્મ થયો હોય, તો તેના માટે પણ સરકારી સ્કિમમાં રોકાણ કરીને નિશ્ચિત વળતર મેળવી શકો છો. પરંતુ દીકરા માટે પર્ટીક્યુલર આવી ઘણી ઓછી સ્કીમો કદાચ મળી આવે.. ત્યારે આવો આપને આજે જણાવીએ એવા ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ વિશે, જેમાં રોકાણ કરવાથી તમને શું અને કેટલો ફાયદો, કેટલા સમયમાં મળશે એ પણ સરળતાથી સમજાઈ જશે..
તો આપને જણાવીશું એવી 2 યોજનાઓ વિશે, જો તમારા ઘરે બાળકનો જન્મ થાય અથવા તો તમે ભવિષ્ય માટે બચત કરી તેના પર યોગ્ય વળતર મેળવવા ઈચ્છતા હોવ તો તે માટે કઈ જગ્યાએ રોકાણ કરશો તો તમારું અને તમારા પરિવારજનોનું ભવિષ્ય પણ સિક્યૉર કરી શકાશે..
1. KVP (કિસાન વિકાસ પત્ર)

વ્યાજનો દર-          6.9%
મેટ્યુરિટી સમય –  10 વર્ષ 4 મહિના
KVP (કિસાન વિકાસ પત્ર) માં તમે ઓછામાં આછા 1000 રૂપિયાથી રોકણ શરૂ કરી શકો છો. જેમાં તમે જેટલા પણ રૂપિયાનું રોકાણ કરશો, તેના તમને 124 મહિના બાદ બમણાં થઈને આવશે.
ઉદાહરણ:
જો તમે આ KVPની સ્કિમમાં 10,000 રૂપિયાનું રોકાણ કરતા હોવ તો 10 વર્ષ 4 મહિના (કુલ 124 મહિના) બાદ તમને બમણાં એટલે કે 20,000 રૂપિયા મળવા પાત્ર થશે..

રોકાણ માટે કઈ જગ્યાએ જવું?
આ સ્કિમમાં રોકાણ કરવા ઈચ્છતા હોવ તો તમારી નજીકની પોસ્ટ ઓફિસ જઈને ત્યાંથી કિસાન વિકાસ પત્રનું ફોર્મ મેળવી શકો છો. ત્યારબાદ આ ફોર્મ ભરી અને તમે જે-તે અમાઉન્ટનું રોકાણ કરવા ઈચ્છતા હોવ તેનો ચૅક/રોકડ જમા કરાવો. ત્યારબાદ તેઓ તમને પાસબુક આપશે, જેમાં તમારું આ રોકાણ કઈ તારીખથી શરૂ થાય છે અને કઈ તારીખે અને કેટલી રકમ તમને મળશે તે દરેક વિગતો તેમાં જણાવેલી હશે. 
પરંતુ આ રોકાણનો લાભ તમને 80C હેઠણ બાદ નહીં મળી શકે.*

2. NSC  (નેશનલ સેવિંગ સર્ટિફિકેટ)

વ્યાજનો દર-       6.8%
મેટ્યુરિટી સમય-  5 વર્ષ

ઉદાહરણ – 1 :-
જો તમે આ સ્કીમમાં 10000 રૂપિયાનું રોકાણ કરો છો તો…
પાંચ વર્ષ બાદ આ રકમ પર તમને 3,895 રૂપિયાનું વ્યાજ મળશે.
એટલે 5 વર્ષ બાદ તમારા હાથમાં મૂડી વ્યાજ એમ બંને મળીને કુલ 13,895રૂપિયા મળશે.

ઉદાહરણ – 2 :-
જો તમે આ સ્કીમમાં 50000 રૂપિયાનું રોકાણ કરવા ઇચ્છતા હોવ તો, આવો જણાવીએ કે તમને 5 વર્ષ પછી કેટલો ફાયદો મળશે..

    50,000 રૂપિયા (મૂડી)
19,475   રૂપિયા ( 6.9% વ્યાજ)
———————————-
= 69,475 રૂપિયા (5 વર્ષ બાદ વ્યાજ સાથે હાથમાં આવતી રકમ)

રોકાણ માટે કઈ જગ્યાએ જવું?
આ સ્કિમમાં રોકાણ કરવા ઈચ્છતા હોવ તો તમારી નજીકની પોસ્ટ ઓફિસ જઈને ત્યાંથી NSC નું ફોર્મ મેળવી શકો છો. ત્યારબાદ આ ફોર્મ ભરી અને તમે જે-તે અમાઉન્ટનું રોકાણ કરવા ઈચ્છતા હોવ તેનો ચૅક/રોકડ જમા કરાવો. ત્યારબાદ તેઓ તમને પાસબુક આપશે, જેમાં તમારું આ રોકાણ કઈ તારીખથી શરૂ થાય છે અને કઈ તારીખે અને કેટલી રકમ તમને મળશે તે દરેક વિગતો તેમાં જણાવેલી હશે. 

આ સ્કિમમાં કરેલું રોકાણ 80C હેઠળ પણ બાદ મળી શકશે. પરંતુ તેમાં પણ કુલ  રોકણમાંથી વધુમાં વધુ 1,50,000 રૂપિયા સુધીની રકમ પર જ 80Cમાં બાદ મળી શકશે.
Tags :
GujaratFirstinvestmentKISANVIKASPATRAKVPNSCPostOffice
Next Article