બિલીપત્ર અનેક બિમારીનું બની શકે મારણ! જાણો બિલીપત્રના આયુર્વેદીક માહાત્મ્ય વિષે
મહાદેવને રીઝવવાનો દિવસ એટલે કે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના પાવન દિવસે તમામ લોકો ભોળાનાથની ભક્તિમાં લીન જોવા મળે છે. તેમાં પણ મહાશિવરાત્રીની વાત આવે એટલે તરત યાદ આવે - ભાંગ, ઉપવાસ, બિલીપત્ર અને ભસ્મ... હિંદુ ધર્મના પ્રમુખ તહેવારોમાંથી એક છે અને હિંદુ કેલેન્ડર મુજબ પ્રતિ વર્ષ ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ મહાશિવરાત્રી મનાવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી 1લી માર્ચà
02:27 AM Mar 01, 2022 IST
|
Vipul Pandya
મહાદેવને રીઝવવાનો દિવસ એટલે કે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના પાવન દિવસે તમામ લોકો ભોળાનાથની ભક્તિમાં લીન જોવા મળે છે. તેમાં પણ મહાશિવરાત્રીની વાત આવે એટલે તરત યાદ આવે - ભાંગ, ઉપવાસ, બિલીપત્ર અને ભસ્મ...
હિંદુ ધર્મના પ્રમુખ તહેવારોમાંથી એક છે અને હિંદુ કેલેન્ડર મુજબ પ્રતિ વર્ષ ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ મહાશિવરાત્રી મનાવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી 1લી માર્ચે એટલેકે આજે ઉપજવવામાં આવી રહી છે. હિંદુ પૌરાણીક કથાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે જ ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા.
મહાશિવરાત્રીના વિશેષ અવસર પર ભક્ત ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વ્રત રાખે છે. માતા પાર્વતીની જેમ મનપસંદ વરની પ્રાપ્તિ માટે છોકરીઓ વ્રત પણ રાખે છે. આ દિવસે શિવભક્તો ભગવાન શિવને બિલીપત્ર પણ અર્પણ કરે છે.
કહે છે કે ભોળાનાથને પ્રિય છે બિલી અને એવું માનવામાં પણ આવે છે કે શિવરાત્રીના દિવસે શિવજીને બિલી અર્પણ કરવામાં આવે અને તેનાથી મનોવાંચ્છિત ફળ મળે છે. પણ શું તમે જાણો છો કે, મહાદેવને પ્રિય બિલીપત્રનું આયુર્વેદીક માહાત્મ્ય પણ છે. બિલીના પત્તાનું સેવન કરવાથી અનેક ઘાતક બિમારીઓમાં મળે છે રક્ષણ.
બિલી પત્રના ફાયદા
બિલી એ એક ઓષધીય છોડ છે. તેના ફળ, પાંદડા અને ડાળીઓનો ઉપયોગ દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. બિલીનો ઉપયોગ કબજિયાત, ડાયેરિયા, ડાયાબિટીઝ અને અન્ય કેટલીક બિમારીઓમાં પણ કરવામાં આવે છે. બિલીના પાંદડામાં ટૈનિન, ફ્લેવોનોઇડ્સ અને કૌમારિન નામના રસાયણ હોય છે, જે અનેક રોગોની સારવારમાં મદદરૂપ માનવામાં આવે છે. આ રસાયણ અસ્થમા, ડાયેરિયા અને હાઇ બ્લડ પ્રેશર, મધુપ્રમેહ જેવી બિમારીઓનું જોખમ ઓછુ કરવામાં મદદ કરે છે.
મધુપ્રમેહ પર નિયંત્રણ કરવામાં મદદરૂપ
બિલીના પત્તા શરીરમાં બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. બિલીમાં ભારે માત્રામાં લૈક્સટિવ ગુણ હોય છે, જે પર્યાપ્ત ઇંન્સ્યુલીન બનાવવામાં મદદ કરે છે અને બ્લડ શુગર પર કંટ્રોલ કરે છે.
શ્વસન સંબંધીત સમસ્યાઓમાં ફાયદાકારક
બહુ ઓછા લોકો જાણે છે કે બિલીના પત્તામાંથી એક પ્રકારનું તેલ નિકાળી શકાય છે, જેને એસેંશિયલ ઓઇલ કહેવામાં આવે છે. આ તેલ અસ્થમા, શરદી અને શ્વાસની તકલીફને ઠીક કરવામાં કારગત નીવડે છે.
કબજિયાત માટે રામબાણ
બિલીના પાંદડાને મીઠા અને મરી સાથે ચાવી જવાથી કબજિયાતમાં તાત્કાલિક રાહત મળે છે. તે આંતરડામાંથી વિષેલા પદાર્થોને નીકાળે છે. બિલીમાં ટૈનિન જોવા મળે છે જેથી તે દસ્ત અને હૈઝા જેવા રોગોને ઠીક કરવામાં પણ ઉપયોગી બને છે. આના માટે તમે સીધા પાંદડા ચાવીને ખાઇ શકો છો. તેનાથી તમને ફાયદો થશે.
એન્ટી ઇંફ્લેમેંન્ટરી ગુણ
બિલીમાં એન્ટી ફંગલ અને એન્ટી વાઈરલ ગુણ હોય છે, જેના કારણે તેનો ઉપયોગ શરીરમાં ઘણા પ્રકારના ઈન્ફેક્શનની સારવારમાં થાય છે. બિલીના પાનમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણો પણ જોવા મળે છે, જે ઘણા ચેપને મટાડવામાં મદદ કરી શકે છે.
Next Article