Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Navsari: બીલીમોરામાં પાલિકાની ઘોર બેદરકારી; ખુલ્લી ગટરમાં પડી નિર્દોષ બાળકી, 12 કલાકથી છે લાપતા

Navsari: ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે. ચોમાસાને લઈને જે તે પાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાનિંગ (Pre-monsoon planning) કરવાનું હોય છે. પરંતુ અત્યારે નવસારી (Navsari)ના બીલીમોરામાં પાલિકા (Bilimora Municipality)ની ઘોર બેદરકારી સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો નવસારીના...
navsari  બીલીમોરામાં પાલિકાની ઘોર બેદરકારી  ખુલ્લી ગટરમાં પડી નિર્દોષ બાળકી  12 કલાકથી છે લાપતા

Navsari: ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે. ચોમાસાને લઈને જે તે પાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાનિંગ (Pre-monsoon planning) કરવાનું હોય છે. પરંતુ અત્યારે નવસારી (Navsari)ના બીલીમોરામાં પાલિકા (Bilimora Municipality)ની ઘોર બેદરકારી સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો નવસારીના બીલીમોરા શહેરમાં ખુલ્લી ગટરમાં બાળકી પાડવાનો મામલો સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે છ વર્ષીય બાળકી સાહિન શેખ રમતા રમતા ખુલ્લી ગટરમાં પડી હતી. નોંધનીય છે કે, ગઈકાલે સાંજેથી પાલિકા દ્વારા શોધખોળ કરવામાં આવી રહીં છે પરંતુ બાળકીની કોઈ ભાળ મળી નથી.

Advertisement

શું ખાડામાં કોઈ પડી જાય તેની રાહ જોવાતી હતી?

ઉલ્લેખનીય છે કે, 12 કલાક વીતવા છતાં હજુ સુધી બાળકીનો પતો લાગ્યો નથી. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે સ્થળ અને પરિવારની મુલાકાત કરી હતી. ઘટનાની વાત કરવામાં આવે તો વખારિયા બંદર રોડ પર જીવનજયોત એપાર્ટમેન્ટ પાછળ આ ઘટના બની છે. બાળકી પડ્યાને અત્યારે 12 કલાક કરતા પણ વધુ સમય થઈ ગયો છે. પરંતુ હજુ સુધી તે લાપતા છે. હવે તે જીવતી હશે કે કેમ? આ પણ પ્રશ્ન થઈ રહ્યો છે.

ખાડો તો ખોદ્યો પણ પુરવાની તસ્દી કેમ ના લીધી?

આખરે શા માટે તંત્ર ભાન ભૂલી જાય છે? ચોમાસાની સિઝમાં શા માટે ગટરો ખુલ્લી મુકવામાં આવે છે? એવું પ્રતિત થઈ રહ્યું છે કે, તંત્રને લોકોના જીવનની કોઈ જ ચિંતા નથી. સરકારી બાબુઓ શું પગાર લેવા માટે જ આવે છે? શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરીની જવાબદારી કોની છે? શરમજનક વાત તો એ છે કે, તંત્રએ ખાડો તો ખોદ્યો પણ પુરવાની તસ્દી કેમ ના લીધી? શું ખાડામાં કોઈ પડી જાય તેની રાહ જોવાતી હતી?

Advertisement

નવસારીના બીલીમોરામાં પાલિકાની ઘોર બેદરકારી

અહીં તંત્ર સામે અનેક સવાલો થઈ રહ્યા છે. આખરે શા માટે તંત્ર નિર્દોષ લોકોના જીવ સાથે રમત રમી રહ્યું છે. આખરે શહેરમાં તંત્રની કોઈ જવાબદારી છે કે નહીં? જો તંત્ર જવાબદારી લેવા સક્ષમ ના હોય તો પાલિકાને તાળા મારી દેવા જોઈએ! કારણ કે જો કામના માટે માત્ર હવામાં વાતો થતી હોય તો પાલિકા શું કામની? આખરે તો લોકોની સેવા માટે જ તો છે. પરંતુ અફસોસની વાત છે કે, લોકોની સેવા થતી નથી. માત્ર પોકળ દાવાઓ જ થાય છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: 120 કરોડની છેતરપિંડી કેસના તાર ગુજરાત સુધી લંબાયા, લખનૌ પોલીસે કરી 2 ની અટકાયત

આ પણ વાંચો: Gujarat Rain Update: આજે ગુજરાત થશે પાણીથી તરબોળ, આ જિલ્લાઓમાં છે અતિભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: Gujarat ના ઈતિહાસમાં સૌથી મોટા કૌભાંડના આરોપી Naresh Jani ને લઈને વધુ એક મહત્વનો ખુલાસો

Tags :
Advertisement

.