આ 'અનારકલી' પાછળ 'સલીમ' પાગલ, ટાઈગર રિઝર્વ ફોરેસ્ટમાં ચાલી રહી છે અનોખી લવસ્ટોરી
મધ્યપ્રદેશના બાંધવગઢના વિશ્વ પ્રસિદ્ધ ટાઈગર રિઝર્વમાં અનારકલી અને સલીમની લવસ્ટોરી ચર્ચાનો વિષય બની રહી છે. અનારકલી ટાઇગર રિઝર્વની હાથણી છે, જ્યારે સલીમ એક જંગલી હાથી છે. અનારકલીના પ્રેમમાં સલીમ રિઝર્વ વિસ્તારમાં આવે છે અને તેને જંગલમાં લઈ જાય છે. જેના કારણે ટાઈગર રિઝર્વ મેનેજમેન્ટ પરેશાન છે. મધ્યપ્રદેશના બાંધવગઢના વિશ્વ પ્રસિદ્ધ ટાઈગર રિઝર્વમાં હાલમાં એક અનોખી પ્રેમ કહાનà«
મધ્યપ્રદેશના બાંધવગઢના વિશ્વ પ્રસિદ્ધ ટાઈગર રિઝર્વમાં અનારકલી અને સલીમની લવસ્ટોરી ચર્ચાનો વિષય બની રહી છે. અનારકલી ટાઇગર રિઝર્વની હાથણી છે, જ્યારે સલીમ એક જંગલી હાથી છે. અનારકલીના પ્રેમમાં સલીમ રિઝર્વ વિસ્તારમાં આવે છે અને તેને જંગલમાં લઈ જાય છે. જેના કારણે ટાઈગર રિઝર્વ મેનેજમેન્ટ પરેશાન છે.
મધ્યપ્રદેશના બાંધવગઢના વિશ્વ પ્રસિદ્ધ ટાઈગર રિઝર્વમાં હાલમાં એક અનોખી પ્રેમ કહાની ચાલી રહી છે. આ વાર્તાના હીરો-હીરોઇન અનારકલી અને સલીમ છે. અનારકલી ટાઇગર રિઝર્વનો હાથણી છે, જ્યારે સલીમ જંગલી હાથી છે. અનારકલીના પ્રેમમાં સલીમ રિઝર્વ એરિયામાં આવે છે અને તેને દૂર જંગલમાં લઇ જાય છે. જેના કારણે ટાઈગર રિઝર્વ મેનેજમેન્ટ પરેશાન છે. અનારકલી બાંધવગઢ ટાઈગર રિઝર્વનો સૌથી મહત્વપૂર્ણ હાથણી છે. અનારકલીને પાર્ક મેનેજમેન્ટ દ્વારા 1978માં સોનપુરના મેળામાંથી બાંધવગઢ લાવવામાં આવી હતી. ત્યારથી, અનારકલી ટાઈગર રિઝર્વમાં પેટ્રોલિંગથી લઈને બચાવ સુધીના ઘણા અભિયાનોમાં સામેલ રહી છે. હવે અનારકલી જંગલી હાથી સલીમના પ્રેમમાં પડી છે,અને તેની લવસ્ટોરીના કારણે ચર્ચામાં છે.
ઓગસ્ટ 2018માં કેટલાક જંગલી હાથીઓના ટોળાએ બાંધવગઢમાં પોતાનું આશિયાનું બનાવ્યું હતું. તે જ સમયે, અનારકલી સહિત 14 પાળેલા હાથીઓ પહેલેથી જ ટાઇગર રિઝર્વમાં રહેતા હતાં, જેનો ઉપયોગ પેટ્રોલિંગ અને બચાવ માટે થાય છે. પાર્ક મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, જ્યારે પણ પાળેલા અને જંગલી હાથીઓ સંપર્કમાં આવે છે, ત્યારે બંનેનો વ્યવહાર સામાન્ય હોય છે. પરંતુ છેલ્લા એક મહિનાથી, એક જંગલી નર હાથી સલીમ (જેનું નામ પાર્ક મેનેજમેન્ટે સલીમ રાખ્યું છે) અનારકલીના પ્રેમમાં છે. સલીમ ટાઈગર રિઝર્વની અંદર હાથી કેમ્પમાં આવે છે અને અનારકલીને તેની સાથે જંગલમાં લઈ જાય છે. આ ઘટના ઘણી વખત બની છે. પરેશાન પાર્ક મેનેજમેન્ટ, માહિતી મળતાં, અનારકલીને શોધી કાઢે છે અને તેને કેમ્પમાં પાછી લઇ આવે છે.
બાંધવગઢમાં સલીમ વર્ષ 2018માં પહેલીવાર આવ્યો હતો, પરંતુ આ પહેલા છત્તીસગઢથી મધ્યપ્રદેશના અનુપપુર અને સીધીમાં આવેલા ચાર જંગલી હાથીઓને બચાવી લેવામાં આવ્યા હતા અને લાંબી તાલીમ આપ્યા બાદ બાંધવગઢ લાવવામાં આવ્યા હતા અને તેમને પાળવામાં આવ્યા હતા. જે આજે સંરક્ષણ કાર્યોમાં સામેલ આજે પણ વપરાય છે.
સાથે જ સિધીના જંગલોમાંથી આવેલ કાજલ, શ્યામ, લક્ષ્મણ અને અનૂપનો સમાવેશ થાય છે. આ પહેલાં જંગલી હાથીઓનું એક જૂથ અહીં આવાસની શોધમાં આવ્યું હતું, અને અનુકૂળ વાતાવરણને કારણે, બાંધવગઢને તેમનું કાયમી રહેઠાણ બનાવ્યું. પ્રારંભિક તબક્કામાં જંગલી હાથીઓના ટોળાએ ત્યાં રહેતા કેમ્પના હાથીઓના આવાસ પર હુમલો કર્યો હતો. આ પછી, મેનેજમેન્ટે આગ અને ફટાકડા દ્વારા જંગલી હાથીઓને ભગાડવાનો સખત પ્રયાસ કર્યો.
હવે બાંધવગઢને જંગલી હાથીઓએ આ વિસ્તારને ધીરે- ધીરે આ વિસ્તારને નિવાસસ્થાન તરીકે પસંદ કર્યું છે, એટલું જ નહીં હવે આ જંગલી હાથીને અહીંની અનારકલી સાથે પ્રેમ થયો છે, સલીમ તેના રહેવાસી અનારકલી હાથણીના પ્રેમમાં પડી ગયો છે, જેણે ટાઇગર રિઝર્વ મેનેજમેન્ટને હેરાન કરી દીધું છે,
હવે પાર્ક મેનેજમેન્ટની સામે અનારકલીને સુરક્ષિત રીતે બચાવવા સિવાય કોઈ રસ્તો નથી. વન્યજીવ નિષ્ણાતોના મતે માદા પ્રત્યે નરનું આકર્ષણએ કુદરતી વર્તન છે.
(તમામ તસ્વીરો પ્રતિકાત્મક છે)
Advertisement