Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોલીસને મળી મોટી સફળતા, 48 કલાક બાદ પોલીસની ઝપટે ચડ્યા

બેગુસરાયમાં (Begusarai) મંગળવારે થયેલા ગોળીબારની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે. ઘટનાના 48 કલાક બાદ આખરે બિહાર પોલીસ (Bihar Police) બદમાશો પોલીસના હાથે લાગ્યા છે. બેગુસરાઈ પોલીસે ફાયરિંગ કેસમાં ચાર શંકાસ્પદ આરોપીઓમાંથી બેની ધરપકડ કરી છે. બંનેની અજ્ઞાત સ્થળે પૂછપરછ કરવામાં આવી રહી છે.પકડાયેલા આરોપીઓએ આપેલી માહિતીના આધારે પોલીસે (Police) બાકીના બે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરી દીધાં છે. પà
પોલીસને મળી મોટી સફળતા  48 કલાક બાદ પોલીસની ઝપટે ચડ્યા
બેગુસરાયમાં (Begusarai) મંગળવારે થયેલા ગોળીબારની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે. ઘટનાના 48 કલાક બાદ આખરે બિહાર પોલીસ (Bihar Police) બદમાશો પોલીસના હાથે લાગ્યા છે. બેગુસરાઈ પોલીસે ફાયરિંગ કેસમાં ચાર શંકાસ્પદ આરોપીઓમાંથી બેની ધરપકડ કરી છે. બંનેની અજ્ઞાત સ્થળે પૂછપરછ કરવામાં આવી રહી છે.
પકડાયેલા આરોપીઓએ આપેલી માહિતીના આધારે પોલીસે (Police) બાકીના બે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરી દીધાં છે. પોલીસ હવે આ મામલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ઘટનાની સંપૂર્ણ માહિતી આપશે તેવું જણાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે સાંજે લગભગ 5.30 વાગ્યે બે બાઇક પર સવાર બે હુમલાખોરોએ બેગુસરાયના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંધાધૂંધ ફાયરિંગ (Firing) કરી 9 લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જ્યારે 31 વર્ષીય ચંદન કુમાર નામના વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટના બાદ રાજ્યની કાયદો વ્યવસ્થાને લઈને વિપક્ષ રાજ્ય સરકાર પર આક્રામક જોવા મળી હતી. આ મામલે પોલીસે ગુનેગારો વિશે માહિતી આપનાર વ્યક્તિને 50,000 રૂપિયાનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.