Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હૈદરાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણી શરુ

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થઈ ગઈ છે. બે દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં દેશભરમાંથી 340 પ્રતિનિધિઓ પણ ભાગ લઇ રહ્યા છે. આજે ભાજપની બેઠકમાં બે પ્રસ્તાવ આવશે, પ્રથમ પ્રસ્તાવમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારથી લઈને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર સુધી દેશના રાજકીય મુદ્દાઓને સ્થાન આપવામાં આવ્યું છે. બà
09:08 AM Jul 02, 2022 IST | Vipul Pandya
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થઈ ગઈ છે. બે દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં દેશભરમાંથી 340 પ્રતિનિધિઓ પણ ભાગ લઇ રહ્યા છે. 
આજે ભાજપની બેઠકમાં બે પ્રસ્તાવ આવશે, પ્રથમ પ્રસ્તાવમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારથી લઈને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર સુધી દેશના રાજકીય મુદ્દાઓને સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ, બીજો પ્રસ્તાવ આર્થિક છે, જેનો હેતુ GST અને ભારતને મજબૂત અર્થતંત્ર બનાવવાનો છે.
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક દરમિયાન સત્તારૂઢ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) અને અન્ય "ભ્રષ્ટ અને પારિવારિક" પક્ષોને ઘેરવાની રણનીતિ પર પણ ચર્ચા થઈ શકે છે. આ બેઠક એવા સમયે શરૂ થઈ રહી છે જ્યારે સુપ્રીમ કોર્ટે એક દિવસ પહેલા વિવાદાસ્પદ ટિપ્પણી બદલ પાર્ટીના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નુપુર શર્મા પર આકરા પ્રહારો કર્યા હતા. સંરક્ષણ સેવાઓમાં ભરતી માટે નવી "અગ્નિપથ યોજના" વિરુદ્ધ દેશના વિવિધ ભાગોમાં વિરોધની પૃષ્ઠભૂમિમાં પણ આ બેઠક થઈ રહી છે.
ભાજપની આ બે દિવસીય બેઠક પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના સંબોધન સાથે શરૂ થશે અને તેમાં રાજકીય ઠરાવ સહિત બે ઠરાવ પસાર કરવામાં આવશે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂના નામાંકનનો પણ ઉલ્લેખ કરવામાં આવે તેવી શક્યતા છે અને ભાજપ દાવો કરી શકે છે કે તે સમાજના પછાત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગને સશક્તિકરણ તરફ કામ કરી રહી છે. રવિવારે વડાપ્રધાન મોદીના સંબોધનની સાથે આ બેઠક સમાપ્ત થશે. આ સંબોધન દ્વારા વડાપ્રધાન ભાજપના ભાવિ કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરશે.
Tags :
BJPGujaratFirstHyderabadNationalWorkingCommitteePolitics
Next Article