Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી પહેલા પાકિસ્તાન ટીમને લાગ્યો ઝટકો, આ બોલરનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ 24 વર્ષ પછી પાકિસ્તાન પ્રવાસ (Australia Tour of Pakistan 2022) પર આવી છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 4 માર્ચથી (AUS vs PAK પહેલી ટેસ્ટ) રમાશે. આ પહેલા પાકિસ્તાનની ટીમમાં કોરોનાએ દસ્તક આપી હતી અને બોલર હરિસ રઉફનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે શાહીન શાહ આફ્રિદીને આઇસોલેટ થવું પડ્યું.ટીમના ફાસ્ટ બોલર કોરોના પોઝિટિવપાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા (PAK vs AUS) વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં હવે બ
ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી પહેલા પાકિસ્તાન ટીમને લાગ્યો ઝટકો  આ બોલરનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ 24 વર્ષ પછી પાકિસ્તાન પ્રવાસ (Australia Tour of Pakistan 2022) પર આવી છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 4 માર્ચથી (AUS vs PAK પહેલી ટેસ્ટ) રમાશે. આ પહેલા પાકિસ્તાનની ટીમમાં કોરોનાએ દસ્તક આપી હતી અને બોલર હરિસ રઉફનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે શાહીન શાહ આફ્રિદીને આઇસોલેટ થવું પડ્યું.
ટીમના ફાસ્ટ બોલર કોરોના પોઝિટિવ
પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા (PAK vs AUS) વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં હવે બહુ દિવસો બાકી નથી. પરંતુ, તે પહેલા હરિસ રઉફને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે ફેન્સ માટે કોઈ મોટા આંચકાથી ઓછું નથી. બંને ટીમો વચ્ચે શુક્રવાર એટલે કે 4 માર્ચથી રાવલપિંડીમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાવાની છે. પરંતુ, આ મેચની શરૂઆત પહેલા જ ટીમ માટે હરિસ રઉફના રૂપમાં ખરાબ સમાચાર આવ્યા છે. જણાવી દઇએ કે, પાકિસ્તાન ટીમના ફાસ્ટ બોલર કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. મંગળવાર, 1 માર્ચ સુધી, તે ટીમ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. પરંતુ, કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને ટીમથી અલગ કરી દેવામાં આવ્યો છે. હાલમાં તે આઈસોલેશનમાં છે. પ્રથમ ટેસ્ટમાં તેની રમવાની તકો ઘણી ઓછી છે.
હોટલના રૂમમાં આઈસોલેટ કરવામાં આવ્યો
પાકિસ્તાની પત્રકાર અરફા ફિરોઝના જણાવ્યા અનુસાર, મંગળવારે પાકિસ્તાની ઝડપી બોલર હરિસ રઉફનો રેપિડ એન્ટિજેન ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ કેસ પછી જ તેને હોટલના રૂમમાં આઈસોલેટ કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે તેણે સવારે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં ટીમ સાથે પ્રેક્ટિસ કરી હતી. આ સાથે જિયો ન્યૂઝના રિપોર્ટ અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના હવાલાથી કહેવામાં આવ્યું છે કે યોગ્ય સમય આવવા પર આ વિશે વધુ માહિતી શેર કરવામાં આવશે. ફાસ્ટ બોલરની વાત કરીએ તો તે તાજેતરમાં જ પાકિસ્તાન સુપર લીગની 8મી સિઝનના વિજેતા લાહોર કલંદર માટે રમતા જોવા મળ્યો હતો. આ ફ્રેન્ચાઇઝીએ ફાઇનલમાં મુલ્તાન સુલ્તાનને હરાવીને ટ્રોફી પર કબજો કર્યો હતો.
કોરોનાગ્રસ્ત કોચને મળવા ગયા અને પોઝિટિવ થઇને આવ્યા?
ખિતાબ જીત્યા બાદ ટીમના ખેલાડીઓ તેમના મુખ્ય કોચ આકિબ જાવેદને મળવા ગયા હતા. જેઓ કોરોનાના લક્ષણોને કારણે થોડા સમય માટે આઈસોલેશનમાં હતા. એવું માનવામાં આવે છે કે ત્યાંથી, હરિસ રઉફ ચેપની પકડમાં આવી શકે છે. જો કે પાકિસ્તાન બોર્ડ દ્વારા હજુ સુધી આવી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
Advertisement
Tags :
Advertisement

.