Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

T20 વર્લ્ડ કપ પહેલા ICC એ નિયમોમાં કર્યા કેટલાક ફેેરફાર, આ નિયમો થશે લાગુ

T20 વર્લ્ડ કપ 2022 ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓ માટે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ક્રિકેટમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ પહેલા પણ કેટલાક નિયમો બદલવામાં આવ્યા હતા, હવે ફરી એકવાર આ નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે, જ્યારે કોરોનાકાળ ચાલી રહ્યો હતો અથવા તો કોરોના ચરમસીમા પર હતો, ત્યારે તે 2 વર્ષ માટà
t20 વર્લ્ડ કપ પહેલા icc એ નિયમોમાં કર્યા કેટલાક ફેેરફાર  આ નિયમો થશે લાગુ
T20 વર્લ્ડ કપ 2022 ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓ માટે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ક્રિકેટમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ પહેલા પણ કેટલાક નિયમો બદલવામાં આવ્યા હતા, હવે ફરી એકવાર આ નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે, જ્યારે કોરોનાકાળ ચાલી રહ્યો હતો અથવા તો કોરોના ચરમસીમા પર હતો, ત્યારે તે 2 વર્ષ માટે બોલ પર લાળ (saliva) લગાવવાનો નિયમ અસ્થાયી રૂપે બંધ થઈ ગયો હતો. પરંતુ હવે આ નિયમ કાયમી કરી દેવામાં આવ્યા છે.
બોલને ચમકાવવા લાળ લગાવવા પર પ્રતિબંધ
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ક્રિકેટ નિયમોમાં ફેરફાર કર્યા છે. બે વર્ષ પહેલા કોરોનાના કારણે ક્રિકેટમાં બોલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે આ પ્રતિબંધ કાયમી કરવામાં આવ્યો છે. આ સિવાય ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે, જે 1 ઓક્ટોબરથી અમલમાં આવશે અને ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવશે. T20 વર્લ્ડ કપ 2022 16 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે અને તે પહેલા ICCએ વર્લ્ડ ક્રિકેટ માટે કેટલાક નવા નિયમો બનાવ્યા છે જે ઓક્ટોબરની પહેલી તારીખથી લાગુ થશે.
કેચ આઉટ નિયમ
આ નિયમ હેઠળ જ્યારે પણ કોઈ બેટ્સમેન કેચ આઉટ થાય તો નવો બેટ્સમેન સ્ટ્રાઈક પર રમવા આવશે. આઉટ થનારા ખેલાડીની ક્રીઝ બદલવી અથવા ન બદલવી તેના પર અસર કરશે નહીં. અગાઉ એવો નિયમ હતો કે, જો બેટ્સમેને કેચ આઉટ થતાં પહેલા સ્ટ્રાઈક બદલે તો નવો બેટ્સમેન સ્ટ્રાઈક પર આવતો હતો પરંતુ હવે તેવું નહી થાય.
સ્ટાઈક લેવાનો સમય
જ્યારે કોઈ ખેલાડી આઉટ થાય છે અને નવો ખેલાડી સ્ટ્રાઈક પર આવે છે, ત્યારે તેણે ટેસ્ટ અને ODIમાં 2 મિનિટની અંદર સ્ટ્રાઈક પર આવવું પડે છે. T20 ઈન્ટરનેશનલમાં આ સમય 90 સેકન્ડનો નક્કી કરવામાં આવ્યો છે. જો નવો બેટર સમયસર ન પહોંચે તો સામેની ટીમનો કેપ્ટન ટાઈમ આઉટ માટે અપીલ કરી શકે છે.
સ્ટ્રાઈકરને બોલ રમવાનો અધિકાર
જો બોલ પિચની બહાર પડે છે તો નવા નિયમ હેઠળ બેટ્સમેનના બેટનો કેટલોક ભાગ કે તેની પીચની અંદર રહેવા પર તે બોલને રમવાનો અધિકાર હશે. તેના બહાર જવા પર અમ્પાયર ડેડ બોલનો ઈશારો કરશે. હવે બેટ્સમેનને પિચ છોડવા માટે મજબૂર કરનારી કોઈ પણ બોલ નોબોલ હશે.
નોન સ્ટ્રાઈકર રનઆઉટ
જો કોઈ નોન સ્ટ્રાઈકર બોલર બોલ ફેંકતા પહેલા ક્રિઝ બહાર નિકળે ત્યારે બોલર જો રનઆઉટ કરે તો તેને પહેલાં અનફેર પ્લે માનવામાં આવતું હતું પરંતુ હવે તેને રનઆઉટ જ કહેવામાં આવશે.
ગેરવર્તણૂંક
જો બોલર બોલિંગ દરમિયાન કંઈ ગેરવર્તણૂંક કે જાણી જોઈને કેટલીક ખોટી મુવમેન્ટ કરે છે તો અમ્પાયર તેના પર એક્શન લઈ શકે છે. એટલું જ નહી બોલ પર પેનલ્ટી લગાવીને બેટિંગ ટીમના ખાતામાં 5 રન પણ આપી શકે છે. સિવાય અંપાયર તેને ડેડ બોલ પણ જાહેર કરી દેશે.
પેનલ્ટી નિયમ
જાન્યુઆરી 2022માં T20 ઈન્ટરનેશનલ મેચોમાં લાગુ કરવામાં આવેલ ઇન મેચ પેનલ્ટી નિયમ હવે ODI ફોર્મેટમાં પણ લાગૂ થશે. આ નિયમ 2023માં પુરૂષ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ સમાપ્ત થયા બાદ લાગુ થશે. જેમાં બોલિંગ કરનારી ટીમે નિર્ધારિત સમયમાં પોતાની છેલ્લી ઓવર  શરૂ કરવાની હોય છે. જો કોઈ ટીમ તેની છેલ્લી ઓવર સમયસર શરૂ કરી શકે નહી તો તે સમય મર્યાદા પછીની તમામ ઓવરોમાં, એક ફિલ્ડરને બાઉન્ડ્રીથી હટાવીને ત્રીસ યાર્ડની ત્રિજ્યામાં રાખવાનો રહેશે. આ બેટ્સમેનોને મદદ કરે છે. તેને ઇન-મેચ પેનલ્ટી નિયમ કહેવામાં આવે છે.
બોલ ફેંકતા પહેલા સ્ટ્રાઈકર તરફ બોલ થ્રો
પહેલા એવો નિયમ હતો કે જો કોઈ બેટ્સમેન બોલ રમે તે પહેલા જ ક્રિઝમાંથી બહાર જાય તો બોલર થ્રો કરીને તેને રન આઉટ કરી શકતો હતો પરંતુ હવે આ નિયમ હટાવી દેવામાં આવ્યા છે. આવું કરવા પર તે બોલને નો બોલ જાહેર કરી દેવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.