Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગરબાડાના પાંદડી ગામે DJના તાલે ઝુમતા જાનૈયા ઉપર મધમાખીનો હુમલો

ગરબાડા તાલુકાના પાંદડી ગામ ખાતે DJના તાલે ઝુમતા જાનૈયા ઉપર મધમાખીનો હુમલો 15 થી 20 ઇજાગ્રસ્ત થયાની હકીકત સામે આવી  છે. આ મધમાખીના થયેલા હુમલામાં મહિલાઓ તેમજ બાળકોનો પણ સમાવેશ થાય છે. ઈજાગ્રસ્ત થયેલા 15 થી 20 જાનૈયાઓને ગરબાડા અભલોડ સીએસસી તેમજ લઈ જવામાં આવ્યા હતા ત્યાં પાંચની હાલત ગંભીર જણાતા તેઓને દાહોદ ઝાયડ્સ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.DJના અવાજથી મધપુડો છંછેડà
02:06 PM Dec 14, 2022 IST | Vipul Pandya
ગરબાડા તાલુકાના પાંદડી ગામ ખાતે DJના તાલે ઝુમતા જાનૈયા ઉપર મધમાખીનો હુમલો 15 થી 20 ઇજાગ્રસ્ત થયાની હકીકત સામે આવી  છે. આ મધમાખીના થયેલા હુમલામાં મહિલાઓ તેમજ બાળકોનો પણ સમાવેશ થાય છે. ઈજાગ્રસ્ત થયેલા 15 થી 20 જાનૈયાઓને ગરબાડા અભલોડ સીએસસી તેમજ લઈ જવામાં આવ્યા હતા ત્યાં પાંચની હાલત ગંભીર જણાતા તેઓને દાહોદ ઝાયડ્સ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.
DJના અવાજથી મધપુડો છંછેડાયો
મળતી વિગતો અનુસાર પાદડી ગામના ગાળા ફળિયામાં રહેતા કરણ સગોડના લગ્ન હોવાથી જાન ભરસડા ખાતે જવાની હોય જાનૈયા DJના તાલે પાંદડી ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે DJના કર્કશ અવાજથી નજીકમાં આવેલ મધપૂડો છંછેડાયો હતો મધમાખીના  છંછેડાયેલા મધમાખીના ઝૂંડે એકા એક જાનૈયા ઉપર હુમલો કરતા દોડધામ મચી જવા પામી હતી.
15 લોકો ઈજાગ્રસ્ત
આ મધમાખીએ કરેલા હુમલામાં 15 થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં મહિલાઓ તેમજ બાળકોનો પણ સમાવેશ થાય છે. જેમાં બે મહિલા એક પુરુષ તેમજ બે બાળકો મળી પાંચની હાલત ગંભીર જણા હતા તેઓને ઝાયડ્સ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - ઉડીયા ભાષામાં લખેલી એક નાની ચિઠ્ઠીની મદદથી 15 દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AccidentBeeAttackeDahodGujaratFirstPandivillage
Next Article