Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તૈયારી રાખજો! આ જ અઠવાડિયામાં વધી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ

આજે ક્રૂડ ઓઈલ 13 વર્ષની ટોચે $140 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. છતા તમે વિચારતા હશો કે હજુ પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કેમ થયો નથી. નિષ્ણાંતોની માનીએ તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં 10 તારીખ પછી ભડકો થવાની પૂરી સંભાવનાઓ છે. યુદ્ધને પગલે વિદેશથી આવતો કાચો માલ મોંઘોઆ અઠવાડિયે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના છે કારણ કે, ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં વધારો હોવા છતા ઉત્àª
તૈયારી રાખજો  આ જ અઠવાડિયામાં વધી શકે છે પેટ્રોલ ડીઝલના ભાવ
આજે ક્રૂડ ઓઈલ 13 વર્ષની ટોચે $140 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. છતા તમે વિચારતા હશો કે હજુ પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કેમ થયો નથી. નિષ્ણાંતોની માનીએ તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં 10 તારીખ પછી ભડકો થવાની પૂરી સંભાવનાઓ છે. 
યુદ્ધને પગલે વિદેશથી આવતો કાચો માલ મોંઘો
આ અઠવાડિયે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના છે કારણ કે, ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં વધારો હોવા છતા ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ચાર મહિનાથી વધુ સમય માટે દરો સ્થિર રાખવાથી થયેલા નુકસાનને ઘટાડવાની તૈયારી કરી રહી છે. વળી તાજેતરમાં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જેના કારણે ઘણી ચીજોની આયાત ઘટી છે. યુદ્ધને પગલે વિદેશથી આવતો કાચો માલ મોંઘો બનતા એક ડબ્બા પાછળ 400 થી 450 રૂપિયા ભાવ વધારો થતા ગૃહિણીઓની સાથે ખાદ્ય તેલનો વેપાર કરતા વેપારીઓ અને ઉત્પાદકો પણ પરેશાન બન્યા છે. સીંગતેલ, કપાસિયા તેલ, સનફ્લાવર તેલ, પામોલિન તેલના ભાવ માત્ર પંદર દિવસથી એકાએક વધી ગયા છે. 15 દિવસમાં ખાદ્ય તેલના ભાવ 20 થી 30 ટકા જેટલા ઉંચકાયા છે. જોકે, હજુ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે, ફ્યુઅલ રિટેલર્સે ઇંધણના ભાવમાં પ્રતિ લિટર રૂ. 15નો વધારો કરવાની જરૂર છે.
ભારત તેલની લગભગ 85 ટકા જરૂરિયાતને પહોંચી વળવા માટે વિદેશી ખરીદી પર નિર્ભર
વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ ફ્યુચર્સ, યુએસ ઓઈલ બેન્ચમાર્ક, રવિવારે સાંજે વધીને $130.50 પ્રતિ બેરલ થઈ ગયું છે, જે જુલાઈ 2008ની પાછળ હટ્યા પછીનું સર્વોચ્ચ સ્તર છે. ઈન્ટરનેશનલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 139.13 ડોલરની રાતોરાત ઊંચી સપાટીએ પહોંચ્યું છે, જે જુલાઈ 2008 પછીનું સર્વોચ્ચ સ્તર પણ છે. વસ્તુઓને સંયોજન કરવા માટે, સોમવારે રૂપિયો પ્રતિ ડોલર 77.01 ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો હતો. ભારત તેની તેલની લગભગ 85 ટકા જરૂરિયાતને પહોંચી વળવા માટે વિદેશી ખરીદી પર નિર્ભર છે, જે તેને એશિયામાં તેલના ઊંચા ભાવો માટે સૌથી વધુ સંવેદનશીલ દેશોમાંનું એક બનાવે છે. 
દરરોજ 50 પૈસા પ્રતિ લિટરથી ઓછો વધારાની સંભાવનાઓ
એક અધિકારીએ જણાવ્યું હતું કે, "સોમવારે મતદાનના છેલ્લા તબક્કાની સમાપ્તિ સાથે, હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર રાજ્યની માલિકીની ઇંધણના રિટેલર્સને દૈનિક ભાવ સુધારણા પર પાછા ફરવાની મંજૂરી આપશે." પરંતુ ઓઈલ કંપનીઓ એક જ વારમાં સમગ્ર નુકસાનને કવર કરે તેવી અપેક્ષા નથી અને તેઓ દરરોજ તેમાં 50 પૈસા પ્રતિ લિટરથી ઓછો વધારો કરશે.
સોના-ચાંદીના ભાવ માં નોંધપાત્ર ઉછાળો
રશિયા યુક્રેન યુદ્ધના કારણે સોના-ચાંદીના ભાવ માં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં ભાવો વધતા તેની અસર સ્થાનિક બજારો પર પણ જોવા મળી રહી છે. મળી રહેલી માહિતી મુજબ, સ્થિતિ યથાવત રહેશે તો આગામી દિવસોમાં સોનુ 56 હજારના ભાવે પહોંચી શકે છે. હાલ ખરીદીની સીઝન ન હોવાથી ખાસ અસર દેખાઇ રહી નથી. નિષ્ણાતોના મતે સ્થિતિ સામાન્ય બનતા ફરી ભાવો ઘટી શકે છે. બે મહિનામાં સોનાની કિંમતમાં 5 હજારનો વધારો થયો છે. જ્યારે ચાંદીની કિંમતમાં સાડા સાત હજારનો વધારો નોંધાયો છે. ચાંદીનો ભાવ પણ 80 થી 85 હજાર કિલોનો ભાવ પહોંચવાની શકયતા છે.
Advertisement
Tags :
Advertisement

.