Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાપુનો વટ પડ્યો, ટેસ્ટ રેન્કિગમાં જાડેજા બન્યો નંબર વન ઓલરાઉન્ડર

ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કરનાર દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. ગુરુવારે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ટેસ્ટ ક્રિકેટની નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે. જેમાં રવિન્દ્ર જાડેજા બધાને પછાડીને વિશ્વનો નંબર વન ઓલરાઉન્ડર બની ગયો છે. ઈજા બાદ જાડેજાનો ચાલ્યો જાદુઆ સિવાય ભà
બાપુનો વટ પડ્યો  ટેસ્ટ રેન્કિગમાં જાડેજા બન્યો નંબર વન ઓલરાઉન્ડર
ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કરનાર દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. ગુરુવારે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ટેસ્ટ ક્રિકેટની નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે. જેમાં રવિન્દ્ર જાડેજા બધાને પછાડીને વિશ્વનો નંબર વન ઓલરાઉન્ડર બની ગયો છે. 
ઈજા બાદ જાડેજાનો ચાલ્યો જાદુ
આ સિવાય ભારતના પૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ પણ વિશ્વના ટોપ પાંચ ટેસ્ટ બેટ્સમેનોની યાદીમાં આ રેન્કિંગમાં વાપસી કરી છે. ટોપ 10 બેટ્સમેનોમાં ત્રણ ભારતીય બેટ્સમેન સામેલ છે. રવિન્દ્ર જાડેજાએ મોહાલી ટેસ્ટમાં અણનમ 175 રનની ઇનિંગ રમવા ઉપરાંત 87 રનમાં 9 વિકેટ લીધી હતી. આવી સ્થિતિમાં તેને રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે અને તે ઈજામાંથી સાજો થઈને વિશ્વનો નંબર વન ઓલરાઉન્ડર બની ગયો છે. જાડેજાના ખાતામાં 402 રેટિંગ પોઈન્ટ છે. જાડેજાને અહી બે સ્થાનનો ફાયદો થયો છે. તે જેસન હોલ્ડર અને રવિચંદ્રન અશ્વિનને પછાડીને પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. બીજા ક્રમના હોલ્ડરના 382 પોઈન્ટ છે અને ત્રીજા ક્રમના રવિચંદ્રન અશ્વિનના 347 પોઈન્ટ છે. જાડેજાના અણનમ 175 રનના કારણે તે બેટિંગ રેન્કિંગમાં 54માં સ્થાનેથી 37માં સ્થાને પહોંચ્યો છે. આ પછી, તેણે નવ વિકેટ પણ લીધી, જેના કારણે તે બોલરોની રેન્કિંગમાં 17માં સ્થાને પહોંચી ગયો છે.
Advertisement

વિરાટ ટોપ 5માં પાછો ફર્યો
રાવલપિંડી ટેસ્ટમાં 90 રન બનાવનાર કાંગારૂ બેટ્સમેન વિશ્વનો નંબર વન બેટ્સમેન યથાવત છે. વિરાટ કોહલી ટોપ 5 બેટ્સમેનોમાં પાછો ફર્યો છે. તેને બે સ્થાનનો ફાયદો થયો છે, તે ટીમના નવા ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા અને ટ્રેવિસ હેડને પાછળ છોડીને પાંચમાં સ્થાને પહોંચી ગયો છે. આ સાથે જ મોહાલીમાં 96 રનની ધમાકેદાર ઇનિંગ રમનાર રિષભ પંત પણ ટોપ-10માં પ્રવેશ કરવામાં સફળ રહ્યો છે. તે ડેવિડ વોર્નરને પછાડીને દસમાં સ્થાને પહોંચી ગયો છે. તેણે તાજેતરમાં મોહાલી ટેસ્ટમાં શ્રીલંકા સામે 100 ટેસ્ટ મેચ રમવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. આ સિવાય બે વધુ ભારતીય બેટ્સમેન ટોપ 10માં સામેલ છે. ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા છઠ્ઠા સ્થાને યથાવત છે, જ્યારે રિષભ પંત એક સ્થાનનો ફાયદો ઉઠાવીને 11માંથી 10માં સ્થાને પહોંચી ગયો છે.
ટોપ-10માં ભારતના બે બોલર
કાંગારૂ કેપ્ટન પેટ કમિન્સ બોલરોની રેન્કિંગમાં નંબર વન ખેલાડી યથાવત છે. બીજી તરફ મોહાલી ટેસ્ટમાં 6 વિકેટ લઈને રવિચંદ્રન અસ્વિન બીજા સ્થાને છે. ટોપ-10 બોલરોની યાદીમાં જસપ્રીત બુમરાહ પણ સામેલ છે.
લેબુશેને કારકિર્દી-શ્રેષ્ઠ રેટિંગ પોઈન્ટ હાંસલ કર્યા
માર્નસ લાબુશેન 936 રેટિંગ પોઈન્ટ સાથે ઓલ ટાઈમ રેકોર્ડ બુકમાં 12માં સ્થાને પહોંચી ગયો છે. 27 વર્ષીય લેબુશેન તેની કારકિર્દીમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ ધરાવે છે. માત્ર ડોન બ્રેડમેન, સ્ટીવ સ્મિથ અને રિકી પોન્ટિંગ જ તેમના કરતા વધુ રેટિંગ પોઈન્ટ મેળવી શક્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.