લીલી પેનની મહેચ્છા ધરાવતા અલ્પેશ ઠાકોરને સોપાયી બનાસકાંઠા જિલ્લા પંચાયતની જવાબદારી
લીલી પેન ખીસામાં રાખી ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રી પાસેની ચેમ્બરમાં મંત્રી બનવાની મહેચ્છા ધતાવતા અલ્પેશ ઠાકોરને નવી સરકારમાં મંત્રી તો ન બનાવાયા પણ અલ્પેશ ઠાકોરને કામે લગાડવા તેને બનાસકાંઠાનું સંગઠન મજબૂત કરવા માટેની કામગીરી અને જવાબદારી સોંપી છે. જેથી અલ્પેશ ઠાકોરને બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.ગુજરાતમાં આજ વર્ષમાં ફેબ્રુઆરી - માર્ચ
07:08 AM Jan 03, 2023 IST
|
Vipul Pandya
લીલી પેન ખીસામાં રાખી ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રી પાસેની ચેમ્બરમાં મંત્રી બનવાની મહેચ્છા ધતાવતા અલ્પેશ ઠાકોરને નવી સરકારમાં મંત્રી તો ન બનાવાયા પણ અલ્પેશ ઠાકોરને કામે લગાડવા તેને બનાસકાંઠાનું સંગઠન મજબૂત કરવા માટેની કામગીરી અને જવાબદારી સોંપી છે. જેથી અલ્પેશ ઠાકોરને બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.
ગુજરાતમાં આજ વર્ષમાં ફેબ્રુઆરી - માર્ચ મહિનામાં 71 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત અને ખેડા અને બનાસકાંઠા એમ બે જિલ્લા પંચાયતોની ચૂંટણી આવી રહી છે. સામાન્ય રીતે 31 જિલ્લાની સમય અવધિથી ખેડા અને બનાસકાંઠાની ચૂંટણીની સમય અવધી અલગ છે જેથી આ બે જિલ્લાઓ પંચાયતની ચૂંટણી બાકીના 31 જિલ્લા પંચાયતથી અલગ થાય છે. ખેડા અને બનાસકાંઠા બે મોટા જિલ્લાઓમાં ભાજપે ચૂંટણી ઈન્ચાર્જ નિયુક્ત કર્યા છે. ખેડાના ઈન્ચાર્જ તરીકે પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલ અને તુષારસિંહ મહારાઉલ તેમજ બનાસકાંઠાના ઈન્ચાર્જ તરીકે પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નિયુક્ત કરાયા છે.
ભાજપે અલ્પેશ ઠાકોરને હવે બનાસકાંઠાની સ્થાનિક ચૂંટણી જીતાડવાની જવાબદારી સોંપી છે. જ્યાં અલ્પેશ ઠાકોરની અગ્નિપરીક્ષા થવાની છે. સાથે જ અલ્પેશ ઠાકોરનું ભાવિ પણ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પરિણામના આધારે ભાજપ નક્કી કરશે તેવું પણ મનાય રહ્યું છે. કારણ કે અહીં કોંગ્રેસ પણ મજબૂત છે. આ જિલ્લામાં ઠાકોર સમાજનો દબદબો હોવાથી અલ્પેશને જવાબદારી વધી જાય છે.
આ પણ વાંચો - અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ 'અક્ષરધામ એક્સપ્રેસ' તરીકે ઓળખશે: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article