ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્લે સ્ટોર પરની તમામ કોલ રેકોર્ડિંગ એપ્લીએશન બંધ, જાણો શું છે કારણ

ગૂગલની નવી પોલિસી આજથી (11 મે)થી લાગુ થઈ રહી છે. ગૂગલે ગયા મહિને તેની નવી નીતિ વિશે જણાવ્યું હતું કે પ્લે સ્ટોર પરથી તમામ કોલ રેકોર્ડિંગ એપ્સને પ્રતિબંધિત કરવામાં આવશે. પ્લે સ્ટોર પોલિસીમાં ફેરફાર આજથી એટલે કે 11 મેથી થયો છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઈનબિલ્ટ કોલ રેકોર્ડિંગ ફીચર સાથે આવનારા ફોનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ક્યુપર્ટિનો આધારિત ટેક જાયન્ટ ઘણા વર્ષોથી કોલ રેકો
05:07 AM May 11, 2022 IST | Vipul Pandya
ગૂગલની નવી પોલિસી આજથી (11 મે)થી લાગુ થઈ રહી છે. ગૂગલે ગયા મહિને તેની નવી નીતિ વિશે જણાવ્યું હતું કે પ્લે સ્ટોર પરથી તમામ કોલ રેકોર્ડિંગ એપ્સને પ્રતિબંધિત કરવામાં આવશે. પ્લે સ્ટોર પોલિસીમાં ફેરફાર આજથી એટલે કે 11 મેથી થયો છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઈનબિલ્ટ કોલ રેકોર્ડિંગ ફીચર સાથે આવનારા ફોનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ક્યુપર્ટિનો આધારિત ટેક જાયન્ટ ઘણા વર્ષોથી કોલ રેકોર્ડિંગ એપ્સ અને સેવાઓની વિરુદ્ધ છે. કારણ કે કંપનીનું માનવું છે કે કોલ રેકોર્ડિંગ કરવાથી યુઝર્સની પ્રાઈવસી સાથે ચેડા થાય છે.
Googleની પોતાની ડાયલર એપ્લિકેશન પર કૉલ રેકોર્ડિંગ સુવિધા 'આ કૉલ હવે રેકોર્ડ કરવામાં આવી રહી છે' ચેતવણી સાથે આવે છે અને રેકોર્ડિંગ શરૂ થાય તે પહેલાં બંને બાજુથી સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે.
એન્ડ્રોઇડ 10 માં ગૂગલે ડિફોલ્ટ રૂપે કોલ રેકોર્ડિંગને અવરોધિત કર્યું છે. તેથી પ્રતિબંધને ટાળવા માટે, પ્લે સ્ટોર એપ્લિકેશન્સે કૉલ્સ રેકોર્ડ કરવા માટે ઍક્સેસિબિલિટી API નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આજથી ગૂગલ દ્વારા નવા ફેરફારો લાગુ કર્યા પછી કોલ રેકોર્ડ કરવા શક્ય નહિ બને. 
ગૂગલે કહ્યું કે ગૂગલની પોલિસી ફક્ત પ્લે સ્ટોર પર થર્ડ પાર્ટી કોલ રેકોર્ડિંગ એપ્સ સુધી મર્યાદિત છે. Mi Dialer સાથે Google Pixels અથવા Xiaomi ફોન જેવા ફોન પર નેટિવ કૉલ રેકોર્ડિંગ ફંક્શનને અસર થશે નહીં.
 જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર કૉલ રેકોર્ડર સુવિધાનો ઉપયોગ કરવા માંગતા હો, તો કેટલીક બ્રાન્ડ્સ છે જે તેને તેમના ઉપકરણોમાં ઇન-બિલ્ટ સુવિધા તરીકે ઓફર કરે છે. આ યાદીમાં Xiaomi / Redmi / Mi, Samsung, Oppo, Poco, OnePlus, Reality, Vivo અને Tecnoનો સમાવેશ થાય છે.
ગૂગલે કોલ રેકોર્ડિંગ એપ્સ પર પ્રતિબંધની જાહેરાત કર્યાના એક દિવસ બાદ Truecaller એ તેના પ્લેટફોર્મ પરથી કોલ રેકોર્ડિંગ ફીચર હટાવવાની જાહેરાત કરી હતી. Truecallerના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'ગુગલ ડેવલપર પ્રોગ્રામ પૉલિસીના અપડેટ મુજબ, અમે હવે કૉલ રેકોર્ડિંગની સુવિધા આપવા સક્ષમ નથી. 
Tags :
APIgoogleGOOGLEPLAYSTOREGujaratFirstMIOppoSamsungTruecallervivo
Next Article