Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બહુચરાજી સિવિલ ઓક્સિજન પ્લાન્ટ રિયાલિટી ચેક,સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બંધ

યાત્રાધામ બહુચરાજી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ગુજરાત ફસ્ટ દ્વારા હાથ ધરાયેલ રિયાલિટી ચેકમાં બંધ હાલતમાં જોવા મળ્યો હતો. છેલ્લા  2  વર્ષ પાવર સપ્લાય પ્રોબ્લેમના કારણે ઓક્સિજન પાલન્ટ બંધ હાલ તમ જોવા  મળ્યો હતો અનેકવાર લેખિત રજુઆત છતાં હજુ નથી લેવાય કોઈ પગલા ત્યારે આ  પાવર સપ્લાય અંદાજે 33 લાખના ખર્ચે ઉભો કરાયો હતો. બહુચરાજી સિવિલ હોસ્પિટલ માં 4 જિલ્લાની છેવાડાના 50 થી વધુ ગàª
12:35 PM Dec 27, 2022 IST | Vipul Pandya
યાત્રાધામ બહુચરાજી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ગુજરાત ફસ્ટ દ્વારા હાથ ધરાયેલ રિયાલિટી ચેકમાં બંધ હાલતમાં જોવા મળ્યો હતો. છેલ્લા  2  વર્ષ પાવર સપ્લાય પ્રોબ્લેમના કારણે ઓક્સિજન પાલન્ટ બંધ હાલ તમ જોવા  મળ્યો હતો અનેકવાર લેખિત રજુઆત છતાં હજુ નથી લેવાય કોઈ પગલા ત્યારે આ  પાવર સપ્લાય અંદાજે 33 લાખના ખર્ચે ઉભો કરાયો હતો. 
બહુચરાજી સિવિલ હોસ્પિટલ માં 4 જિલ્લાની છેવાડાના 50 થી વધુ ગામોના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે બહુચરાજી સિવિલમાં અંદાજે 33 લાખના ખર્ચે GRICL અંડર માં CSR ફંડ માંથી ઓક્સિજન પ્લાન્ટ 2021માં ઉભો કરવામાં આવ્યો હતો. રિયાલિટી ચેક કરતા આ પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળ્યો. 
બહુચરાજી સિવિલમાં THO અને રોગી કલ્યાણ સમિતિના સભ્ય  પાસે આ બાબતે પ્લાન્ટ બંધ હાલત પાછળ ના કારણ જાણવા પ્રયાસ કરતા જાણવા મળ્યું કે પાવર સપ્લાય અને લાઈટ ના ફલક્ચ્યુએશન પ્રોબ્લેમ થી પ્લાન્ટ શરૂ કરાયો ત્યારથી બંધ હાલતમાં છે. રાજ્ય સરકાર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ ના mockdril અને ગુજરાત ફસ્ટ ના રિયાલિટી ચેકમાં પણ આ પ્લાન્ટ ફેલ થતા કોરોના સામે લડવા તૈયારીઓ ની ઉણપ જણાઈ. પ્લાન્ટ બંધ હોવાની 2021 થી જે તે મેઇન્ટેન્સ આપતી એજન્સીને વારંવાર રજુઆત પણ કરવામાં આવી છતાં પરિણામ શુન્ય મળ્યું. ત્યારે દેશ અને દુનિયા માં ફરી વાર કોરોનાએ માથું ઊંચક્યું છે ત્યારે આ પ્રકાર ની બેદરકારી ઘાતક સાબિત થઈ શકે છે.
આપણ  વાંચો- 31stની ઉજવણીમાં ડ્રિંન્ક કર્યું તો ચેતી જજો, રાજકોટ પોલીસ છે ફૂલએક્શનમાં
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CivilHospitalGujaratFirstMehsanaOxygenplantYatraDhamBahucharaji
Next Article