Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારે વરસાદના કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ, મુસાફરો ફસાયા

દેશના અલગ-અલગ વિસ્તારમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ઉત્તરાખંડમાં ચોમાસાની શરૂઆત સાથે જ મુસીબતોનો સમય પણ શરૂ થઈ ગયો છે. ચમોલી જિલ્લામાં મોડી રાતથી અવિરત વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ થઇ ગયો છે. અહી બિરહી ચઢ્ઢા પાસે કાટમાળ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે. પોલીસ સ્ટેશનના પ્રમુખ ચમોલી કુલદીપ સિંહ રાવતે જણાવ્યું હતું કે, સવારથી પોલીસની ટીમો ઘટનાસ્થà
ભારે વરસાદના કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ  મુસાફરો ફસાયા
દેશના અલગ-અલગ વિસ્તારમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ઉત્તરાખંડમાં ચોમાસાની શરૂઆત સાથે જ મુસીબતોનો સમય પણ શરૂ થઈ ગયો છે. ચમોલી જિલ્લામાં મોડી રાતથી અવિરત વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ થઇ ગયો છે. અહી બિરહી ચઢ્ઢા પાસે કાટમાળ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે. પોલીસ સ્ટેશનના પ્રમુખ ચમોલી કુલદીપ સિંહ રાવતે જણાવ્યું હતું કે, સવારથી પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બંને બાજુએ સલામત સ્થળે વાહનો પાર્ક કરાવી દેવામાં આવ્યા છે.
એક તરફ ચોમાસાની દસ્તક કેટલાક વિસ્તારોમાં લોકોને ગરમીમાંથી રાહત અપાવવાનું કામ કરી રહી છે તો બીજી તરફ સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે. ઉત્તરાખંડના બદ્રીનાથમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદને કારણે બદ્રીનાથ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તામાં પથ્થરો પડતાં રસ્તો પૂરી રીતે બંધ થઇ ગયો છે. બદ્રીનાથના બિરહી અને પગલનાલે પાસે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, આ પથ્થરોને હટાવવાનું કામ ચાલી રહ્યું છે. વળી, વરસાદને કારણે શ્રીનગરમાં પારો નીચે આવી ગયો છે. 
Advertisement

બદ્રીનાથ ધામ અને હેમકુંડ સાહિબની યાત્રાએ જતા શ્રદ્ધાળુઓના વાહનોના પૈડા રવિવારે સવારે થંભી ગયા હતા. બદ્રીનાથ હાઈવે પર અચાનક ખડકનો એક ભાગ તૂટી પડ્યો, જેના કારણે હાઈવેની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. યાત્રાળુઓ હાઈવે ખુલવાની રાહ જોઈ રહ્યા છે. હાઇવે ખુલ્લો કરવા NHIDCL દ્વારા JCB મશીન મુકવામાં આવ્યા છે. હાઈવે ખુલ્લો કરાવવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ હાલમાં અહીં મુસાફરોને હાઈવે ખુલ્લો થાય તેની રાહ જોવી પડશે. મહત્વનું છે કે, ઉત્તરાખંડના હવામાનને જોતા હવામાન વિભાગ દ્વારા પહેલાથી જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
પૂર્વ ભારતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદે તાપમાનનો પારો નીચે લાવવાનું કામ કર્યું છે. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ છે. જૂન મહિનામાં દક્ષિણ ભારતમાં ચોમાસાના વરસાદની વાત કરીએ તો અહીં ઘણો વરસાદ જોવા મળ્યો છે. બેંગ્લોર એરપોર્ટ પર ભારે વરસાદનો રેકોર્ડ તૂટી ગયો છે, જ્યાં છેલ્લા એક મહિનામાં રેકોર્ડ 235.4 મીમી વરસાદ નોંધાયો છે. અગાઉ 1996માં 231.8 મીમી વરસાદ પડ્યો હતો.
આવી જ સ્થિતિ ચેન્નાઈમાં છે. તમિલનાડુમાં છેલ્લા 72 કલાકથી પણ વધુ સમયથી સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું છે કે, પશ્ચિમ ઘાટમાં ચોમાસું ઘણું સક્રિય રહેશે. મુંબઈમાં અવાર-નવાર વરસાદ પડી રહ્યો છે. સાંતાક્રુઝમાં 25 જૂને સવારે 33 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે કોલાબામાં શનિવારે સવારે 2 મીમી વરસાદ નોંધાયો હતો. હાલમાં આ વખતે ચોમાસાના કારણે વરસાદી પાણીમાં થોડો ઘટાડો થયો છે. BMCએ પણ 10 ટકા પાણી કાપની જાહેરાત કરી છે કારણ કે વરસાદ સામાન્ય કરતા ઓછો પડ્યો છે.
Tags :
Advertisement

.