Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટમાં મેચ પૂર્વે ક્રિકેટ પ્રેમીઓ માટે આવ્યા ખરાબ સમાચાર, વરસાદ બની શકે છે વિલન

આજે શુક્રવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ T20 મેચોની સીરીઝની ચોથી મેચ રમાવાની છે. અત્યાર સુધી ત્રણ મેચ રમાઇ ચુકી છે જેમા દક્ષિણ આફ્રિકાએ 2 અને ટીમ ઈન્ડિયાએ 1 મેચમાં જીત મેળવી છે. હાલમાં આ સીરીઝ ટીમ ઈન્ડિયા માટે નિર્ણાયક મોરચે ઉભી છે. સુકાની રિષભ પંત અને તેની ટીમ માટે આજની મેચ અગ્નિપરીક્ષાથી ઓછી નહી હોય. કારણે કે જો આજે ટીમ ઈન્ડિયા મેચ હારી જાય છે તો આ સાથે જે તે સીરીઝ પણ ગુમાવી દ
રાજકોટમાં મેચ પૂર્વે ક્રિકેટ પ્રેમીઓ માટે આવ્યા ખરાબ સમાચાર  વરસાદ બની શકે છે વિલન
આજે શુક્રવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ T20 મેચોની સીરીઝની ચોથી મેચ રમાવાની છે. અત્યાર સુધી ત્રણ મેચ રમાઇ ચુકી છે જેમા દક્ષિણ આફ્રિકાએ 2 અને ટીમ ઈન્ડિયાએ 1 મેચમાં જીત મેળવી છે. હાલમાં આ સીરીઝ ટીમ ઈન્ડિયા માટે નિર્ણાયક મોરચે ઉભી છે. 
સુકાની રિષભ પંત અને તેની ટીમ માટે આજની મેચ અગ્નિપરીક્ષાથી ઓછી નહી હોય. કારણે કે જો આજે ટીમ ઈન્ડિયા મેચ હારી જાય છે તો આ સાથે જે તે સીરીઝ પણ ગુમાવી દેશે. ભારત સીરીઝમાં 1-2થી પાછળ છે, જેનો અર્થ છે કે વધુ એક હાર થશે કે શ્રેણી હાથમાંથી સરકી જશે. ભારતીય ટીમ માટે સારી વાત એ છે કે, તેણે છેલ્લી મેચમાં સીરીઝની એકમાત્ર જીત નોંધાવી હતી, એટલે કે મોમેન્ટમ તેની સાથે છે. વળી, જે મેદાન પર સીરીઝની ચોથી મેચ રમાશે, તે મોટાભાગના પ્રસંગોએ ઘરેલું ટીમ માટે સારા પરિણામો લાવ્યું છે. આજે મેચ રાજકોટમાં રમાવાની છે. 
જો ટીમ ઈન્ડિયા આજની મેચ પોતાના નામે કરવામાં સફળ થાય છે તો સીરીઝની નિર્ણાયક મેચ બેંગ્લોરમાં રમાશે. પરંતુ રાજકોટનું હવામાન ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધારી શકે છે. ઇન-ફોર્મ દક્ષિણ આફ્રિકા ઉપરાંત રાજકોટનું હવામાન ભારત સામે મોટો પડકાર રજૂ કરી શકે છે. રાજકોટમાં તાજેતરમાં વરસાદ પડ્યો છે અને શુક્રવારે મેચમાં પાણી ધોવાઈ જવાની સંભાવના છે. weather.comના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાજકોટ વાદળછાયું રહેશે અને સાંજે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ભેજ 77 ટકા રહેશે અને પવન 15 થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલશે.
ટીમ ઈન્ડિયા ચોથી T-20 જીતીને શ્રેણી બરોબરી કરવા પર રહેશે. આવી સ્થિતિમાં પંત પાસે બે ફેરફારો માટે જગ્યા છે. અક્ષર પટેલના સ્થાને રવિ બિશ્નોઈ અથવા દીપક હુડાને સ્થાન મળી શકે છે. બીજી તરફ અવેશ ખાનની જગ્યાએ અર્શદીપ સિંહને તક મળી શકે છે. અવેશને ત્રણ મેચમાં એક પણ વિકેટ મળી નથી.
SCAનો ઈતિહાસ કહે છે કે, અહીં જીતવાની ચાવી કોની પાસે હશે, તે મોટાભાગે ટોસના નિર્ણય પર નિર્ભર છે. આ મેદાન પર ભારતીય ટીમે T-20 બેટિંગમાં પોતાની બંને જીત પાછળથી હાંસલ કરી છે. એટલે કે ટોસની ભૂમિકા મહત્વની રહેશે. આવી સ્થિતિમાં શ્રેણીમાં સતત ટોસ હારી રહેલા કેપ્ટન પંત પાસેથી ચોથી મેચમાં ટોસના બોસ બનવાની દરેકને આશા રહેશે.
Advertisement
Tags :
Advertisement

.