ઓસ્ટ્રેલિયા સામે બાબર આઝમે ફટકારી સદી અને બની ગયો પ્રથમ પાકિસ્તાની કેપ્ટન કે જેણે...
ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં હારને ટાળવા માટે પાકિસ્તાનનો સંઘર્ષ જારી રહ્યો છે. કાંગારૂઓના 506 રનના વિશાળ લક્ષ્યાંકના જવાબમાં પાકિસ્તાને 78 ઓવરમાં બે વિકેટે 192 રન બનાવ્યા છે. દરમિયાન સુકાની બાબર આઝમે લાંબા સમય બાદ ટેસ્ટમાં પોતાની સદી પૂરી કરી છે. બાબરે 182 બોલમાં 12 ચોક્કાની મદદથી પોતાની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી પૂરી કરી હતી. તેની સદી લગભગ 25 મહિના પછી આવી છે. પાકિસ્તાનની ધરતી àª
ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં હારને ટાળવા માટે પાકિસ્તાનનો સંઘર્ષ જારી રહ્યો છે. કાંગારૂઓના 506 રનના વિશાળ લક્ષ્યાંકના જવાબમાં પાકિસ્તાને 78 ઓવરમાં બે વિકેટે 192 રન બનાવ્યા છે. દરમિયાન સુકાની બાબર આઝમે લાંબા સમય બાદ ટેસ્ટમાં પોતાની સદી પૂરી કરી છે.
Advertisement
બાબરે 182 બોલમાં 12 ચોક્કાની મદદથી પોતાની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી પૂરી કરી હતી. તેની સદી લગભગ 25 મહિના પછી આવી છે. પાકિસ્તાનની ધરતી પર બાબરની આ ત્રીજી સદી છે જ્યારે એકંદરે આ છઠ્ઠી સદી છે. બાબર હવે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ પાકિસ્તાની કેપ્ટન બની ગયો છે. બાબર આઝમની શાનદાર સદી અને અબ્દુલ્લા શફીક સાથેની તેની સદીની ભાગીદારીએ પાકિસ્તાનને ખરાબ શરૂઆત હોવા છતા કરાચી ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાના 506 રનના લક્ષ્યનો પીછો કરતા બીજી ટેસ્ટના ચોથા દિવસે 2 વિકેટ પર 192 રન બનાવી લીધા છે. સ્ટમ્પ સુધી, બાબર 198 બોલમાં 12 ચોક્કાની મદદથી 102 રન પર રમી રહ્યો હતો અને શફીક (અણનમ 71) સાથે તેની ભાગીદારી 171 રનની થઇ ચુકી હતી. જોકે, બીજી ટેસ્ટ જીતવા માટે પાકિસ્તાનને હજુ 314 રનની જરૂર છે. 21 રનમાં પાકિસ્તાનની બે વિકેટ પડ્યા બાદ ક્રિઝ પર આવેલા બાબર અને શફીકે ચાર કલાકથી વધુ સમય સુધી નાથન લિયોનની સ્પિન ઉપરાંત ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ અને મિશેલ સ્ટાર્કની રિવર્સ સ્વિંગનો સામનો કર્યો હતો.
બાંગ્લાદેશ સામે ફેબ્રુઆરી 2020માં તેની છેલ્લી ટેસ્ટ સદી ફટકારનાર બાબરે અંતિમ સત્રમાં 180 બોલમાં તેની છઠ્ઠી સદી પૂરી કરી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ અને બીજા સત્રમાં એક-એક વિકેટ લીધી હતી, જ્યારે છેલ્લા સત્રમાં તેને એક પણ સફળતા મળી ન હતી. બીજા સેશનમાં, એકમાત્ર વિકેટ કેમરન ગ્રીનની ગઈ જેણે અઝહર અલી (06)ને LBW આઉટ કર્યો. ગ્રીનનો શોર્ટ બોલ અઝહરના શરીર પર વાગ્યો હતો. અઝહરે ડીઆરએસ લીધું ન હતું પરંતુ રિપ્લેમાં દર્શાવવામાં આવ્યું હતું કે બોલ તેના શરીર પર અથડાતા પહેલા તેના ગ્લોવ્ઝને સ્પર્શી ગયો હતો.
Advertisement