Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, ઇજાગ્રસ્ત ગ્રીન અને સ્ટાર્કનો પણ ટીમમાં સમાવેશ

ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ ભારત (INDIA) અને ઓસ્ટ્રેલિયા (australia) વચ્ચેની ચાર મેચોની સીરિઝ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે. ઓસ્ટ્રેલિયાએ ભારતના પ્રવાસ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની ચાર મેચની ટેસ્ટ શ્રેણી માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. બોર્ડર-ગાવસ્કર સિરીઝ (Border–Gavaskar Trophy) માટે 22 વર્ષીય ટોડ મર્ફીનો પણ ઓસ્ટ્રેલિયન ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાà
ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત  ઇજાગ્રસ્ત ગ્રીન અને સ્ટાર્કનો પણ ટીમમાં સમાવેશ
ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ ભારત (INDIA) અને ઓસ્ટ્રેલિયા (australia) વચ્ચેની ચાર મેચોની સીરિઝ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે. ઓસ્ટ્રેલિયાએ ભારતના પ્રવાસ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની ચાર મેચની ટેસ્ટ શ્રેણી માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. બોર્ડર-ગાવસ્કર સિરીઝ (Border–Gavaskar Trophy) માટે 22 વર્ષીય ટોડ મર્ફીનો પણ ઓસ્ટ્રેલિયન ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 

ઓસ્ટ્રેલિયાની ટીમમાં મિચેલ સ્ટાર્ક (mitchel starc) અને કેમેરોન ગ્રીન (cameron green)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંને ખેલાડીઓ હાલ ઈજાથી ઝઝૂમી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટને આશા છે કે સ્ટાર્ક અને કમિન્સ સમયસર ફિટ થઈ જશે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થવામાં હજુ લગભગ એક મહિનાનો સમય બાકી છે. ઑફ-સ્પિનર મર્ફી (TODD MURPHY)એ પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની મજબૂત શરૂઆત કર્યા બાદ ટીમમાં સ્થાન મેળવ્યું છે. ઓસ્ટ્રેલિયન ટીમમાં નાથન લિયોન (NATHAN LYON)ની સાથે એશ્ટન અગર (ASHTON AGAR) અને મિશેલ સ્વેપ્સન (MITCHELL SWEPSON)નો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, એડમ ઝમ્પા (ADAM ZAMPA) કાંગારુ ટીમમાં નથી.
Advertisement

ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઇલી (GEORGE BAILEY)એ જણાવ્યું હતું કે મર્ફીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અજાયબીઓ કરી છે. તેણે શેફિલ્ડ શિલ્ડ, ઓસ્ટ્રેલિયા A અને પ્રેસિડેન્ટ્સ XI માટે સારું પ્રદર્શન કર્યું છે. આ કારણે તેને ઓસ્ટ્રેલિયાની મુખ્ય ટીમમાં સ્થાન મળ્યું છે. બેઇલીએ જણાવ્યું હતું કે "આ ટીમમાં પસંદગી નાથન લિયોન અને સહાયક કોચ ડેનિયલ વેટોરી સાથે ભારતમાં સમય પસાર કરવાની બીજી તક પૂરી પાડે છે જે તેના વિકાસ માટે અમૂલ્ય હશે."અનકેપ્ડ પેસર લાન્સ મોરિસે (LANCE MORRIS) ઓસ્ટ્રેલિયાના ઘરેલું પ્રવાસ બાદ ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. તેની પાસે નાગપુરમાં પ્રથમ ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક છે. મિચેલ સ્ટાર્ક ઈજાગ્રસ્ત છે અને તેના માટે આ ટેસ્ટ પહેલા મેચ રમવા માટે ફિટ થવું મુશ્કેલ છે. બેટ્સમેનોમાં પીટર હેન્ડ્સકોમ્બ અને મેટ રેનશો કાંગારૂ ટીમમાં પરત ફર્યા છે, જ્યારે માર્કસ હેરિસને બહાર કરવામાં આવ્યા છે. ઓલરાઉન્ડર કેમરન ગ્રીનને પણ ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તે પણ સંપૂર્ણ રીતે ફિટ નથી. દક્ષિણ આફ્રિકા સામેની બોક્સિંગ ડે ટેસ્ટમાં તે ઈજાગ્રસ્ત થયો હતો.ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમપેટ કમિન્સ (કેપ્ટન), એશ્ટન અગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, પીટર હેન્ડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુશેન, નાથન લિયોન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મેથ્યુ રેનશો, સ્ટીવ સ્મિથ (વાઈસ કેપ્ટન) , મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપ્સન, ડેવિડ વોર્નર.ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ શેડ્યૂલ
ફેબ્રુઆરી 9-13: પ્રથમ ટેસ્ટફેબ્રુઆરી 17-21: બીજી ટેસ્ટમાર્ચ 1-5: ત્રીજી ટેસ્ટમાર્ચ 9-13: ચોથી ટેસ્ટ17 માર્ચ: પહેલી વનડે19 માર્ચ: બીજી વનડે22 માર્ચ: ત્રીજી વનડે


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.