Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપ પહેલા મેક્સવેલ સહિત આ પાંચ ખેલાડીઓને બતાવ્યો બહારનો રસ્તો

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે તમામ ટીમો પૂરજોશમાં તૈયારીઓ કરી રહી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ તેમના શ્રેષ્ઠ ખેલાડીઓને પસંદ કરવા અને આગામી T20 વર્લ્ડ કપ માટે વિજેતા સંયોજનો શોધવા માટે સતત પ્રયોગ કરી રહી છે. જ્યારે તે ભારત પ્રવાસ પર નવી ટીમ સાથે ઉતરી હતી, ત્યારે તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની ઘરેલું શ્રેણીમાં ચાર ફેરફારો કર્યા છે. હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયàª
ઓસ્ટ્રેલિયાએ t20 વર્લ્ડ કપ પહેલા મેક્સવેલ સહિત આ પાંચ ખેલાડીઓને બતાવ્યો બહારનો રસ્તો
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે તમામ ટીમો પૂરજોશમાં તૈયારીઓ કરી રહી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ તેમના શ્રેષ્ઠ ખેલાડીઓને પસંદ કરવા અને આગામી T20 વર્લ્ડ કપ માટે વિજેતા સંયોજનો શોધવા માટે સતત પ્રયોગ કરી રહી છે. જ્યારે તે ભારત પ્રવાસ પર નવી ટીમ સાથે ઉતરી હતી, ત્યારે તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની ઘરેલું શ્રેણીમાં ચાર ફેરફારો કર્યા છે. હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ઘરેલુ T20 શ્રેણી માટે તેની ટીમની જાહેરાત કરી છે, જેમાં પાંચ ફેરફારો કરવામાં આવ્યા છે.
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 શ્રેણી
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ (Australian Cricket Team) તેમના શ્રેષ્ઠ ખેલાડીઓને પસંદ કરવા અને આગામી T20 વર્લ્ડ કપ માટે વિજેતા સંયોજનો શોધવા માટે સતત પ્રયોગ કરી રહી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20 મેચ રોમાંચક રીતે જીત્યા બાદ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની પ્રથમ મેચ માટે 14 ખેલાડીઓની જાહેરાત કરી છે. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ 9 ઓક્ટોબરે પર્થમાં રમાશે. ટીમના ઘણા સ્ટાર્સ અને અનુભવી ખેલાડીઓ પ્રથમ મેચમાં નહીં રમે, પરંતુ તેઓ છેલ્લી બે મેચ માટે ટીમમાં સામેલ થશે. મહત્વનું છે કે, 7 ઓક્ટોબર પછી ઓસ્ટ્રેલિયાએ 9 ઓક્ટોબરે પર્થમાં ઈંગ્લેન્ડ સામે T20 મેચ રમવાની છે. પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા અને ગ્લેન મેક્સવેલ આ મેચમાં મેદાનમાં ઉતરશે નહીં.
શું કહ્યું હતું એરોન ફિન્ચે?
એરોન ફિન્ચે કહ્યું હતું કે, ઘરઆંગણે આયોજિત થનારી ICC T20 વર્લ્ડ કપ મેગા ઈવેન્ટ માટે ટીમની તૈયારીમાં કોઈ ફેરફાર થવાનો નથી. ફિન્ચે પણ T20 ક્રિકેટને ખરેખર અઘરું ફોર્મેટ ગણાવ્યું છે. ફિન્ચે એમ પણ કહ્યું હતું કે, તેની ટીમ દબાણ વિશે વધુ વિચાર્યા વિના માત્ર T20 વર્લ્ડ કપને શ્રેષ્ઠ રીતે કેવી રીતે રમી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
Advertisement

ઈંગ્લેન્ડ વિ. ઓસ્ટ્રેલિયા શ્રેણીનું સમયપત્રક:
પહેલી T20I: 9 ઓક્ટોબર, પર્થ
બીજી T20I: 12 ઓક્ટોબર, મનુકા ઓવલ
ત્રીજી T20I: 14 ઓક્ટોબર, મનુકા ઓવલ
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચ માટે ઓસ્ટ્રેલિયન ટીમ:
એરોન ફિન્ચ (c), ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, કેમેરોન ગ્રીન, સ્ટીવન સ્મિથ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, જોશ ઈંગ્લિસ, ડેનિયલ સેમ્સ, સીન એબોટ, એશ્ટન અગર, મિશેલ સ્વેપ્સન, નાથન એલિસ, કેન રિચર્ડસન
ઓસ્ટ્રેલિયા કેમેરોન ગ્રીનને સૌથી વધુ આપી રહી છે તક
ઓસ્ટ્રેલિયન ટીમ ઓલરાઉન્ડર કેમરોન ગ્રીનને T20 વર્લ્ડ કપની ટીમમાં ન હોવા છતાં તેને સતત તકો આપી રહી છે. મહત્વનું છે કે, ભારત સામેની શ્રેણીમાં ઇનિંગ્સની શરૂઆત કરતી વખતે, ગ્રીને બે અડધી સદી ફટકારી અને પોતાનો દાવો રાખ્યો. જણાવી દઈએ કે, T20 વર્લ્ડ કપ માટે તમામ ટીમો 9 ઓક્ટોબર સુધી પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે. ગ્રીનનો દાવો પણ મજબૂત બન્યો છે કારણ કે સ્ટોઇનિસ અને મિશેલ માર્શ સંપૂર્ણ રીતે ફિટ નથી અને બંને ભારત સામેની શ્રેણીમાં રમ્યા ન હતા. સ્ટોઈનિસ વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાંથી પણ બહાર છે.  
Tags :
Advertisement

.