Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત સામે ઓસ્ટ્રેલિયાએ 173 રનનુ રાખ્યુ લક્ષ્ય, બેથ મૂનીની અડધી સદી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 વિશ્વકપની સેમીફાઈનલ મેચ કેપટાઉનમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ નિર્ધારીત ઓવરોમાં 172 રનનો સ્કોર 4 વિકેટના નુક્શાન પર ખડક્યો હતો. આમ ભારતને 173 રનનુ લક્ષ્ય ફાઈનલની ટિકિટ માટે મળ્યુ હતુ. ઓસ્ટ્ર્લિયન ઓપનર બેથ મૂનીએ આક્રમક રમત સાથે અડધી સદી નોંધાવી હતી. ભારતીય બોલરોએ વિકેટની શોધ કરવી પડી રહી હતી. પરંતુ ઓસ્ટ્à
ભારત સામે ઓસ્ટ્રેલિયાએ 173 રનનુ રાખ્યુ લક્ષ્ય  બેથ મૂનીની અડધી સદી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 વિશ્વકપની સેમીફાઈનલ મેચ કેપટાઉનમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ નિર્ધારીત ઓવરોમાં 172 રનનો સ્કોર 4 વિકેટના નુક્શાન પર ખડક્યો હતો. આમ ભારતને 173 રનનુ લક્ષ્ય ફાઈનલની ટિકિટ માટે મળ્યુ હતુ. ઓસ્ટ્ર્લિયન ઓપનર બેથ મૂનીએ આક્રમક રમત સાથે અડધી સદી નોંધાવી હતી. ભારતીય બોલરોએ વિકેટની શોધ કરવી પડી રહી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયન ટોપ ઓર્ડરે ભારતીય બોલરો સામે શરુઆત સારી કરતા ભારતને માટે મોટુ લક્ષ્ય સામે આવ્યુ હતુ.
ઓસ્ટ્રેલિયન ઓપનરોએ અર્ધશતકીય ઈનીંગ વડે ટીમની શરુઆત કરી હતી. જ્યારે ત્યાર બાદ કેપ્ટન મેગ લેનિને પણ પોતાની ટીમ માટે ઉપયોગી ઈનીંગ રમી હતી. જેને લઈ ભારતીય ટીમને વિશાળ લક્ષ્ય સામે આવ્યુ હતુ. ભારતીય બેટરોએ હવે કમાલની બેટિંગ વડે આ લક્ષ્યને પાર કરીને ફાઈનલમાં પહોંચવાનો દમ દેખાડવો પડશે.
Advertisement

મૂનીની અડધી સદી, લેનિંગ અણનમ રહી
ભારતીય ટીમના બોલરો સામે ઓસ્ટ્રેલિયન બેટરોએ ફાઈનલમાં પહોંચવા માટે મરણીયા બનીને રન નિકાળવાનો પ્રયાસ કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ઓપનર જોડી એલિસા હીલી અને બેથ મૂનીએ અર્ધશતકીય ઈનીંગ રમીને ભારત સામે ઓસ્ટ્રેલિયા માટે મજબૂત શરુઆત કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે 52 રનના સ્કો પર રાધા યાદવે જોડીને તોડવામાં સફળતા મેળવી હતી. યાદવે હીલીને વિકેટકીપર રિચા ઘોષના હાથમાં કેચ ઝડપાવી હતી. ત્યાર બાદ બેથ મૂનીને શિખા પાંડેએ પોતાનો શિકાર બનાવી હતી. શિખાએ 88 રનના સ્કોર પર ભારતને બીજી સફળતા અપાવી હતી. મૂનીએ 37 બોલનો સામનો કરીને 54 રનની ઈનીંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

જ્યારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેગ લેનિંગે અણનમ 49 રનની ઈનીંગ ત્રીજા ક્રમે આવીને રમી હતી. તેણે 34 બોલનો સામનો કરીને 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદ વડે આ ઈનીંગ દર્શાવી હતી. એશ્લે ગાર્ડનરના રુપમાં ભારતને ત્રીજી સફળતા 18મી ઓવરમાં મળી હતી. ગાર્ડનરે 18 બોલમાં તોફાની 31 રન નોંધાવ્યા હતા. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. ગ્રેસ હેરિસને શિખા પાંડેએ ક્લીન બોલ્ડ કરી હતી. હેરિસ 4 બોલમાં 7 રન નોંધાવીને પરત ફરી હતી. અણનમ રહેલી એલિસ પેરીએ 2 બોલમાં 2 રન નોંધાવ્યા હતા.

ભારતીય બોલરો વિકેટ શોધતા રહ્યા
કાંગારુ બેટરો સામે ભારતીય બોલરો વિકેટની શોધ કરતા રહ્યા હતા. શરુઆતમાં પ્રથમ બંને વિકેટ બારતને મેળવવામાં સફળતા મળી હતી. પરંતુ સમયાંતરે વિકેટ તોડી પાર્ટનરશિપ તોડવામાં બોલરોની કચાશ જોવા મળી રહી હતી. વિકેટના 2 મોકા પણ ભારતીય ફિલ્ડરોએ ગુમાવ્યા હતા.  અત્યાર સુધી પ્રભાવિક કરનારી રેણુકા સિંહ આજે મહત્વની મેચમાં ખર્ચાળ રહી હતી. રેણુકાએ 4 ઓવરમાં 41 રન ગુમાવ્યા હતા અને એક પણ વિકેટ નસીબ થઈ નહોતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.