દિકરાને સ્કુલે મુકવા જઈ રહેલા શખ્સને અટકાવી મારમાર્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ
જુની ફરિયાદમાં સમાધાન કરવા પુનઃ હુમલો કર્યો2017ની ફરિયાદનું સમાધાન કરવા માટેની ધમકીના ઓડિયો સાથે ફરિયાદરસ્તામાં ફરિયાદીને આંતરી હુમલો કરાયોગત 2017માં એટ્રોસિટી ની ફરિયાદ પ્રકરણમાં આરોપીએ ફરિયાદીને રસ્તામાં આંતરી તેની સાથે મારામારી કરી ફરિયાદમાં સમાધાન કરી લેવા ફોન ઉપર ધમકી અને અભદ્ર ગાળો ભાંડવા સાથે માડી નાખવાની ધમકીના ઓડિયો ના આધારે એટ્રોસિટીના આરોપી સામે વધુ એક એટ્રોસિટીà
12:07 PM Dec 02, 2022 IST
|
Vipul Pandya
- જુની ફરિયાદમાં સમાધાન કરવા પુનઃ હુમલો કર્યો
- 2017ની ફરિયાદનું સમાધાન કરવા માટેની ધમકીના ઓડિયો સાથે ફરિયાદ
- રસ્તામાં ફરિયાદીને આંતરી હુમલો કરાયો
ગત 2017માં એટ્રોસિટી ની ફરિયાદ પ્રકરણમાં આરોપીએ ફરિયાદીને રસ્તામાં આંતરી તેની સાથે મારામારી કરી ફરિયાદમાં સમાધાન કરી લેવા ફોન ઉપર ધમકી અને અભદ્ર ગાળો ભાંડવા સાથે માડી નાખવાની ધમકીના ઓડિયો ના આધારે એટ્રોસિટીના આરોપી સામે વધુ એક એટ્રોસિટીની ફરિયાદ B ડિવિઝન પોલીસ મથકમાં નોંધાય છે.
ભરૂચ B ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદી અશોકભાઈ સોલંકીએ 2017માં જિલ્લાની હોટલની સામે ગોલવાડ હવેલી ફળિયુ વિસ્તારમાં રહેતા આરીફ ઉર્ફે બોડો મહેમુદ શેખ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી અને તે ફરિયાદનું ટૂંક સમયમાં જજમેન્ટ આવવાનું હોવાના કારણે આરોપી છેલ્લા બે ત્રણ દિવસથી ફરિયાદીને ફોન ઉપર ધમકી અને મારી નાખવાની ધમકી સાથે ગાળો ભાંડી રહ્યો હતો.
ફરિયાદી પોતાના દીકરાને એકટીવા ઉપર મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલી સ્કૂલમાં મૂકવા જઈ રહ્યા હતા તે દરમિયાન આરોપી આરીફ ઉર્ફે બોડો મહેમુદ શેખનાએ ફરિયાદીને ઢાલ નજીક રોકી તેની સાથે બોલાચાલી કરી તેના ચશ્મા તોડી નાખી ફરિયાદમાં સમાધાન કરવા માટે ગંભીર પ્રકારની ધમકી આપી હોય જેને લઇ અશોક સોલંકી ઓડિયોના આધારે તેમજ આરોપીએ જ્યાં મારામારી કરી હોય તેની આજુબાજુના CCTV પણ હોવાના કારણે તેઓએ તાત્કાલિક B ડિવિઝન પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી છે.
જેમાં પોલીસે આરીફ ઉર્ફે બોડો મહેમુદ શેખ સામે મારામારી અને જાનથી મારી નાખવા તેમજ અભદ્ર ગાળો બાંધવી સહિત એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા આરોપીને સબજેલમાં ધકેલી દેવાનો હુકમ કર્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article