Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહિલા પોલીસનું આત્મનિર્ભર નારી અભિયાન સ્વરક્ષણ માટે શાળા અને કોલેજમાં પ્રશિક્ષણ

પોરબંદર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક નિલમબેન ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશનના પી.આઇ. આર. એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ મહિલા જાગૃતિ અને સ્વરક્ષણ માટે સુરક્ષાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને કાયદાકીય સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં જાતીય હસાના બનાવોન બને અને વિદ્યાર્થિનીઓને `ગà«
06:12 PM Dec 29, 2022 IST | Vipul Pandya
પોરબંદર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક નિલમબેન ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશનના પી.આઇ. આર. એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ મહિલા જાગૃતિ અને સ્વરક્ષણ માટે સુરક્ષાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને કાયદાકીય સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં જાતીય હસાના બનાવોન બને અને વિદ્યાર્થિનીઓને `ગુડ ટચ, બેડ ટચ' શું કહેવાયતે વિશે સમજ મળે તે માટે મહિલા પોલીસ સ્ટેશન દ્વારા પોરબંદર શહેરની બાલુબા સહિતની અલગ અલગ શાળાઓમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 
તાજેતરમાં જ પોરબંદર પોલીસ દ્વારા સ્વરક્ષણની તાલીમ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મહિલા પોલીસને આપવામાં આવી હતી. ત્યારબાદ હવે શાળા-કોલેજની વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણને લગતી વિવિધ માહિતી આપવામાં આવી હતી. તેમજ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ સ્ત્રી અત્યાચાર અને જાતીય સતામણી અંગે મુંઝવતા પ્રશ્નો અંગે વાચા આપી પોલીસને જાણ કરવા અંગે જાગૃતિ લાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલાઓ પોતાના પ્રશ્નો ઉજાગર કરી તેમને મુંઝવતા પ્રશ્નોને વાચા આપી કોઇપણ ડર વીના પોલીસનો સંપર્ક કરવા મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થિનીઓને સમજણ આપવામાં આવી હતી.
આપણ  વાંચો- ઔડાની ઓનલાઈન સિસ્ટમ ODPSદોઢ મહિનાથી મરણ પથારીએ, ડેવલોપર્સ મોટી હાલાકીમાં મુકાયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Aself-reliantwomanGujaratFirstPorbandarSchoolandCollegeSeminarWomenPolice
Next Article