Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનમાં અટલ બિહારી વાજપેયી ટ્રેન્ડીંગ, જાણો મરિયમ નવાઝે અટલજી વિશે શું કહ્યું?

પાકિસ્તાનમાં રાજકીય સંકટનો કોઈ અંત નથી આવી રહ્યો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નેશનલ એસેમ્બલીનું સત્ર બોલાવવામાં આવ્યું છે, પરંતુ વિપક્ષે એવી આશંકા વ્યક્ત કરી છે કે સરકાર અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવા માંગતી નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન ટાળવા માટે અનેક બહાના કરી રહ્યા છે. તેથી ઈમરાન ખાન માટે આ અગ્નિપરીક્ષાનો સમય છે. બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ સà
પાકિસ્તાનમાં અટલ બિહારી વાજપેયી ટ્રેન્ડીંગ  જાણો મરિયમ નવાઝે અટલજી વિશે શું કહ્યું
પાકિસ્તાનમાં રાજકીય સંકટનો કોઈ અંત નથી આવી રહ્યો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નેશનલ એસેમ્બલીનું સત્ર બોલાવવામાં આવ્યું છે, પરંતુ વિપક્ષે એવી આશંકા વ્યક્ત કરી છે કે સરકાર અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવા માંગતી નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન ટાળવા માટે અનેક બહાના કરી રહ્યા છે. તેથી ઈમરાન ખાન માટે આ અગ્નિપરીક્ષાનો સમય છે. બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ સતત ઈમરાન ખાન પર નિશાન સાધી રહી છે. 
આ પહેલા પાકિસ્તાનના લોકોને સંબોધિત કરતા ઈમરાન ખાને ભારતના વખાણ કર્યા હતા. તો અત્યારે પાકિસ્તાનમાં ભારતના પૂર્વ વડાપ્રઘાન અટલ બિહારી વાજપેયીના વખાણ થઇ રહ્યા છે. પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર પણ અટલ બિહારી વાજપેયી ટ્રેન્ડીંગમાં છે. જેની પાછળનું કારણ પણ ઘણું રસપ્રદ છે. પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓ, પત્રકારો અને લોકો અટલ બિહારી વાજપેયીના નામે ઇમરાન ખાનને શિખામણ આપી રહ્યા છે.
Advertisement

મરિયમ નવાઝે શું કહ્યું?
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની દીકરી અને પીએમએલની નેતા મરિયમ નવાઝે અટલજીના નામે ઇમરાન ખાન પર નિશાન સાધ્યું છે. મરિયમ નવાઝે ટ્વિટ કરીને લખ્યું કે, જો ઈમરાન ખાનને ભારત એટલું જ પસંદ છે તો તેઓ ત્યાં શિફ્ટ થઈ જાય. તમે જે ભારતની પ્રશંસા કરી રહ્યો છે. ત્યાં પણ વિવિધ વડાપ્રધાનો સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યા હતા, જો કે કોઈએ બંધારણ, લોકશાહી સાથે આ રીતે રમત નથી રમી. વાજપેયી એક મતથી હારી ગયા હતા અને ઘરે જતા રહ્યા. તમારી જેમ દેશ, બંધારણ અને પ્રજાને બાનમાં નહોતી લીધી.’
‘અટલજી પાસેથી ઇમરાન કંઇક શીખે’
આ સિવાય પાકિસ્તાનના એક પત્રકાર હામિદ મીરે એક ટીવી કાર્યક્રમમાં કહ્યું કે ‘ઈમરાન ખાને ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પાસેથી શીખવું જોઈએ. જ્યારે વાજપેયી સાહેબને ખબર પડી કે તેમની સરકાર એક મતથી પડી રહી છે ત્યારે તેઓ રાષ્ટ્રપતિ પાસે ગયા અને રાજીનામું આપ્યું. ઈમરાન ખાન સાહેબ ભારતના ખૂબ વખાણ કરી રહ્યા છે તો તેઓ આ બાબતોનો અમલ કેમ નથી કરતા.’
1999માં ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીની સરકાર સંસદમાં એક મતથી પડી ગઈ હતી. તે દરમિયાન વાજપેયીએ અવિશ્વાસ પ્રસ્તાવમાં આ ભાષણ આપ્યું હતું. ગત વર્ષ સુધી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હિટલર સાથે સરખામણી કરનાર ઈમરાન ખાન હવે સતત ભારતના વખાણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાને ભારત પાસેથી શીખવું જોઈએ કે કોઈપણ મહાસત્તાના દબાણમાં આવ્યા વિના વિદેશ નીતિ કેવી રીતે ચલાવી શકાય.

પાકિસ્તાની સોશિયલ મીડિયા પર અટલજી ટ્રેન્ડીંગ
પાકિસ્તાની યુઝર્સ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના સંસદમાં આપેલા ભાષણની ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. યુઝર્સ કહી રહ્યા છે કે જો ઈમરાન ખાન ભારતને પોતાનો આદર્શ માને છે તો તેમણે ભારતના નેતાઓ પાસેથી પણ શીખવું જોઈએ. પાકિસ્તાનના લોકો 1996નો વિડીયો શેર કરી રહ્યા છે. જેમાં અટલ બિહારી વાજપેયી ભારતની સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ભાષણ આપી રહ્યા છે. ત્યારે અટલ વાજપેયી દેશના વડાપ્રધાન હતા. જો કે, તેઓ સંસદમાં બહુમતી મેળવીને માત્ર એક મતથી પાછળ રહી ગયા હતા. જેના કારણે વાજપેયીએ 13 દિવસમાં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.