Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ડિસેમ્બરના અંતમાં વધશે ઠંડીનું જોર, માવઠાની શક્યતાથી ખેડૂતોની ચિંતા વધી

રાજ્યમાં આગામી અઠવાડિયામાં 25 તારીખ બાદ હાડ થીજાવતી ઠંડી પડી શકે છે. રાજ્યમાં ફરી એકવાર તાપમાનનો પારો એક થી બે ડિગ્રી જેટલો ગગડ્યો છે. સવારે  અને રાત્રે  ઠંડી અને બપોરે ગરમીને કારણે લોકોને બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે.22 તારીખ બાદ ઠંડીમાં ફરી વધારો નોંધાઈ શકે છે.આ બધા વચ્ચે માવઠાની પણ શક્યતા સેવાઈ રહી છે.જેને લઇને ખેડૂતોમાં ચિંતાની સ્થિતિ છે.જો કે ડિસેમ્બર મહિનાના 20 દિવસ વીતી જવા àª
09:47 AM Dec 20, 2022 IST | Vipul Pandya
રાજ્યમાં આગામી અઠવાડિયામાં 25 તારીખ બાદ હાડ થીજાવતી ઠંડી પડી શકે છે. રાજ્યમાં ફરી એકવાર તાપમાનનો પારો એક થી બે ડિગ્રી જેટલો ગગડ્યો છે. સવારે  અને રાત્રે  ઠંડી અને બપોરે ગરમીને કારણે લોકોને બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે.22 તારીખ બાદ ઠંડીમાં ફરી વધારો નોંધાઈ શકે છે.આ બધા વચ્ચે માવઠાની પણ શક્યતા સેવાઈ રહી છે.જેને લઇને ખેડૂતોમાં ચિંતાની સ્થિતિ છે.જો કે ડિસેમ્બર મહિનાના 20 દિવસ વીતી જવા છતા હજુ જોઇએ તેવી ઠંડી અનુભવાઇ નથી.
રાજ્યમાં અલગ-અલગ શહેરોના લઘુત્તમ તાપમાન પર નજર કરીએ 
નલિયા        13.8  ડિગ્રી 
અમદાવાદ   16.5  ડિગ્રી 
વડોદરા       17      ડિગ્રી 
ગાંધીનગર   14.9  ડિગ્રી 
ડીસા          14.6  ડિગ્રી 
રાજ્યમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન 6 થી 7 ડિગ્રી નીચે નોંધવાની શક્યતા છે.આગામી દિવસોમાં કચ્છના નલિયામાં 5 ડિગ્રી આસપાસ તાપમાન નોંધવાની શક્યતા સેવાઈ રહી છે.અમદાવાદમાં પણ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં હાડ થીજાવતી ઠંડી પડી શકે છે. 
આ પણ વાંચોઃ  પાવાગઢ પર્વતની કોતરોમાં 10 રામસેવક “જટાયું” જેવા ગીધોનો થયો વસવાટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
coldDecemberFarmersforceofcoldfrostGujaratFirstpossibilitywinterWorried
Next Article