Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આદિપુર ખાતે MLA માલતીબેને રામબાગ હોસ્પિટલની મુલાકાત કરી, કોરોના સામેની લડવાની તૈયારીઓની સમિક્ષા કરી

કોરોનાના વધતા કેસો વચ્ચે ફરી  એક વખત નવી લહેર આવવાની ચિંતા છે. ત્યારે તંત્ર, રાજકીય નેતાઓએ પોતાની કમર કસી છે. આગામી સમયમાં કોઈ સ્થિતી પેદા થાય તે પહેલા  પાણી પહેલા પાળ બંધાઈ જાય તેે માટેનાપ્રયાસો કરાઈ રહયા છે. આજે ગાંધીધામના (Gandhidham)આદિપુર (Adipur)ખાતે આવેલી  રામબાગ હોસ્પિટલ (Rambagh Hospital)ખાતે ધારસાભ્ય માલતીબેન મહેશ્વરી (MLA Maltibene)સહિતના પદાધિકારીઓ પહોંચ્યા હતા અને સ્થિતીનો જાયજો લીધો હતો. આદિપુર
આદિપુર ખાતે mla માલતીબેને રામબાગ હોસ્પિટલની મુલાકાત કરી  કોરોના સામેની લડવાની તૈયારીઓની સમિક્ષા કરી
કોરોનાના વધતા કેસો વચ્ચે ફરી  એક વખત નવી લહેર આવવાની ચિંતા છે. ત્યારે તંત્ર, રાજકીય નેતાઓએ પોતાની કમર કસી છે. આગામી સમયમાં કોઈ સ્થિતી પેદા થાય તે પહેલા  પાણી પહેલા પાળ બંધાઈ જાય તેે માટેનાપ્રયાસો કરાઈ રહયા છે. આજે ગાંધીધામના (Gandhidham)આદિપુર (Adipur)ખાતે આવેલી  રામબાગ હોસ્પિટલ (Rambagh Hospital)ખાતે ધારસાભ્ય માલતીબેન મહેશ્વરી (MLA Maltibene)સહિતના પદાધિકારીઓ પહોંચ્યા હતા અને સ્થિતીનો જાયજો લીધો હતો. 
આદિપુર ખાતેની આવેલી રામબાગ હોસ્પિટલ ખાતે મંગળવારે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા      પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન ધનજીભાઈ આહીર,પાલિકાના ઉપપ્રમુખ બળવંતભાઈ ઠકકર સહિતના અગ્રણીઓઓે જાત મુલાકાત લઈને કોરોના સામેની લડવાની તૈયારીઓની સમિક્ષા કરી હતી. 
ગુજરાત ફસ્ટને માહિતી આપતા ધારાસભ્ય માલતીબેને કહયું હતું કે બે વર્ષ સુધી કોરોના સામે લડાઈ લડયા પછી જીત મેળવ્યા પછી હવે ફરી સંકટ આવી શકે તેમ છે. જોકે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં આ લડાઈમાં આપણે ઘણું શીખવા મળ્યું જેથી હવે આગોતરી તૈયારીઓ થઈ રહી છે. ગાંધીધામમાં ઓકસીજન પ્લાન્ટ, દવાઓનો જથ્થો, સર્વેની કામગીરી,  વિવિધ જાગૃતિના પ્રયાસો,  બુસ્ટર ડોઝ સહિતના પગલા ભરાઈ રહયા છે. આ ચર્ચામાં  નાન મોટી માગણીઓ સામ છે. જેેની ઉકેલવા માટે ઉપલી કક્ષાએ ચોકકસથી રજુઆત થશે અને કામ પણ થશે. 
ગાંધીધામ તાલુકાના હેલ્થ ઓફિસર ડો દિનેશ સુતારિયાએ પુરત વિગતો આપતા કહયું હતું કે હાલે કોરોના કેસો વધવવાની શકયતા અને સ્થિતીને જોતા આરોગ્ય વિભાગ કામ લાગી ગયું છે. હાલે બસ મથક એરપોર્ટ રેલવે સ્ટેશન પર સતત સર્વેલન્સ ચાલી રહયું છે. વિવિધ 80 ટીમો કામે લગાડાઈ છે. આ ઉપરાત શંકાસ્પદ કેસો ની તપાસ ટેસ્ટ સહિતના પગલા ભરાઈ રહયા છે.  
ગત વખતે કામ આવેલા ઓકસીજન પ્લાન્ટની ચેકિંગ, મોકોડ્રીલ તપાસ કરવામાં આવી રહી છે  જરૂરી દવાઓનો પુરતો સ્ટોક કરાઈ રહયો છે. હાલે દૈનિક 150 જેટલા ટેસ્ટ કરવામાં આવી રહયા છે. જેમાં પણ વધારો કરવામાં આવશે ઉપરાંત  બુસ્ટર ડોઝ એ ખાનગી હોસ્પિટલના બેડ સહિતના વિગતો એકત્ર કરી લેવાઈ છે. આરોગ્ય વિભાગ ફરી એક વખત સેવા સાથે લડાઈ લડવા તૈયાર છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.