Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RCC રોડ ઉપર ડામર કપચીનું રીકાર્પેટીંગ કરી શકાય : નગરપાલિકા એન્જિનિયર

ભરૂચ નગરપાલિકાની (Bharuch Municipality) હદ વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે આરસીસી રસ્તા (RCC  roads)બનાવવામાં આવે છે અને આ જ આરસીસી રસ્તા ઉપર સામાન્ય ખાડા પડતા જ આ જ આરસીસી રસ્તા ઉપર નગરપાલિકા દ્વારા ડામર કપચીનું (Asphalt Grit) રીકાર્પેટીંગ કરવામાં આવી રહ્યું છે ભરૂચની પ્લાઝા હોટલથી સિંધુનગર નજીક વસાહતના નાકા સુધીનો આરસીસી રસ્તા ઉપર જ રીકાર્પેટીંગ કરાઈ રહ્યું છેભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં જાહેર મારà«
10:15 AM Nov 26, 2022 IST | Vipul Pandya
ભરૂચ નગરપાલિકાની (Bharuch Municipality) હદ વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે આરસીસી રસ્તા (RCC  roads)બનાવવામાં આવે છે અને આ જ આરસીસી રસ્તા ઉપર સામાન્ય ખાડા પડતા જ આ જ આરસીસી રસ્તા ઉપર નગરપાલિકા દ્વારા ડામર કપચીનું (Asphalt Grit) રીકાર્પેટીંગ કરવામાં આવી રહ્યું છે ભરૂચની પ્લાઝા હોટલથી સિંધુનગર નજીક વસાહતના નાકા સુધીનો આરસીસી રસ્તા ઉપર જ રીકાર્પેટીંગ કરાઈ રહ્યું છે
ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં જાહેર માર્ગો ટકી શકે તે માટે આરસીસી અથવા તો સીસી રોડ બનાવવામાં આવે છે અને આરસીસી રોડમાં સામાન્ય ખાડા પડી જતા હોય છે સાથે જ છેલ્લા ત્રણ ચાર વર્ષથી બિસ્માઈલ બની ગયેલા આરસીસી રસ્તા ઉપર વિધાનસભાની ચૂંટણી ટાણે જ રીકાર્પેટીંગ અને તે પણ ડામર કાપચિનું કાઢવામાં આવી રહ્યું છે જેના કારણે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે લોકોમાં સર્જાયું છે શું ખરેખર આરસીસી રસ્તા ઉપર ડામર કપચીનું રીકાર્પેટીંગ થઈ શકે ખરું..? ખરેખર આરસીસી રસ્તા ઉપર ડામર કપચીનું રીકાર્પેટીંગ શું કોન્ટ્રાક્ટરને લહાણી કરાવવાનું ષડયંત્ર તો નથી ને..? પણ જનતામાં એક પ્રશ્ન ઉભો થયો છે કે આરસીસી રસ્તાની મજબૂતી સારી કે એક થી દોઢ ઇંચનું ડામર કપચીનું રીકાર્પેટીંગ મજબૂતી વાલુ કહેવાય તેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે જો ડામર કાપતીનું રીકાર્પેટીંગ મજબૂતી વાળું હોય તો આરસીસી રસ્તાનો કોન્ટ્રાક્ટ આપવાનું બંધ કરી દેવું જોઈએ તેવું પણ લોકોમાં ચર્ચા રહ્યું છે
બીજી તરફ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા સેજલ દેસાઈ આક્ષેપ કર્યા હતા કે આ વિસ્તારમાં ૧૨ જેટલી સોસાયટી આવેલી છે અને મતદારોને રીઝવવા માટે આરસીસી રસ્તા ઉપર ડામર કપચીનો રોડ બેસાડી દેવામાં આવી રહ્યો છે વિધાનસભાની ચૂંટણી ટાણે જૂની તારીખના વકૅ ઓર્ડરના આધારે કામ શરૂ કરી દેવામાં આવી રહ્યું છે વર્ષોથી જે રસ્તા બન્યા નહોતા તેની ઉપર રીકાર્પેટીંગ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ખરેખર આરસીસી રસ્તા ઉપર ડામર કપચી પાથરી શકાય ખરી અને જો પાથરી શકાતી હોય તો ચાર વર્ષમાં કેમ ન કરાયું કામ અને ચૂંટણી ટાણે જ કામ કેમ કરાયું તેવા પ્રશ્નો ઉભા થયા છે અત્રે ઉલ્લેખને બાબતે પણ છે કે ભરૂચ તાલુકા પંચાયત નજીકનો આરસીસી રસ્તો ટકી શકે એવો હોવા છતાં પ્લાઝા હોટલથી કૃષ્ણનગર સોસાયટી સુધી આરસીસી રસ્તા ઉપર ડામર કપચીનું રીકારપેટીંગ શરૂ કરી દેવામાં આવી રહ્યું છે ત્યારે આરસીસી રસ્તો મજબૂત કહેવાય કે ડામર કપચીનું રીકાર્પેટીંગ તે પ્રશ્ન આજે લોકોમાં ચર્ચાસ્પદ બની ગયો છે
આરસીસી રસ્તા ઉપર ડામર કપચીના રીકાર્પેટીંગ મુદ્દે સ્થાનિક નગર સેવકો અંધારામાં
પ્લાઝા હોટલથી નવી વસાહત કૃષ્ણનગર સોસાયટી સુધી આરસીસી રસ્તા ઉપર ડામર કપચીનું રિકારપેટીંગ થઈ રહ્યું હોવા અંગેની માહિતી મેળવવા માટે સ્થાનિક નગરસેવક નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓ પણ આ કામગીરીથી અજાણ હોવાનું ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું ત્યારે સ્થાનિક નગર સેવકો જ અંધારામાં હોય અને કોન્ટ્રાક્ટરો આરસીસી રસ્તા ઉપર જ ડામર કપચીનું રિકારપેટીંગ કરી દે તે કેટલું યોગ્ય કહેવાય તે પ્રશ્ન લોકોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની ચૂક્યું છે
નવી વસાહતમાં લોકોના ઘરના દરવાજા સુધી ડામર કપચીનું કામ શું કહી રહ્યું છે
ભરૂચમાં મતદારોને રીઝવવા માટે રોડ રસ્તા બનાવવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચના નવી વસાહતમાં આરસીસી રસ્તા ઉપર ડામર કાપચીનું રીકાર્પેટીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને છેક લોકોના ઘરના દરવાજા સુધી ડામર કાપચીનું રીકાર્પેટીંગ થઈ રહ્યું હોવાના ચોકાવનારા દ્રશ્યો જોવા મળી રહ્યા છે
આરસીસી રસ્તા ઉપર ડામર કપચીનું રીકાર્પેટીંગ કરી શકાય : નગરપાલિકા એન્જિનિયર 
ભરૂચમાં આરસીસી રસ્તા ઉપર જ ડામર કપચીનું રીકાર્પેટીંગ થઈ રહ્યું હોવાના અહેવાલમાં ભરૂચ નગરપાલિકાના એન્જિનિયર સૌરભ પટેલનો સંપર્ક કરતા તેઓએ સ્પષ્ટ કહ્યું હતું કે આરસીસી રસ્તા ઉપર ડામર કપચીનું કામ થઈ શકે અને અત્યારે જે કામ ચાલે છે તેનું વર્ક ઓર્ડર પણ છે ત્યારે શું આરસીસી રસ્તા બનાવ્યા બાદ તેની ઉપર ડામર કપચીનું રિક આરપેટીંગ કરવું યોગ્ય કહી શકાય ખરું તે પ્રશ્ન લોકોમાં ચર્ચાસ્પદ બની ગયો છે જુઓ ભરૂચ નગરપાલિકાના એન્જિનિયર સૌરભ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.
આરસીસી રસ્તાનું રીકાર્પેટીંગ કરવું મોંઘુ પડે એટલે ડામર કપચીનું કરાતું હોય છે : એક કોન્ટ્રાક્ટર
ભરૂચના એક કોન્ટ્રાક્ટર ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આરસીસી રસ્તા ઉપર આરસીસીનું રીકાર્પેટીંગ કરવું મોંઘુ પડતું હોય છે જ્યારે ડામર કપચીનું રીકાર્પેટીંગ સસ્તુ પડતું હોય છે જેના કારણે આરસીસી રસ્તો બિસ્માર બની ગયો હોય તો તેની પર ડામર કપચીનું રીકાર્પેટીંગ કરવામાં આવતું હોય છે પરંતુ આરસીસી રસ્તા ઉપર ડામર કપચીનું કેટલી ઇંચનું છે તે મહત્વનું હોય છે 
આપણ  વાંચો- આયુષ્યમાન કાર્ડમાં 10 લાખ સુધીનું હેલ્થ કવર, જાણો ભાજપનું સંકલ્પ પત્ર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AsphaltGritBharuchGujaratFirstMunicipalityRCCRoads
Next Article