Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એશિયા કપ વિજેતા ટીમે જાહેર કરી T20 વર્લ્ડ કપ ટીમ

એશિયા કપ 2022ની ચેમ્પિયન શ્રીલંકાએ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022 ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી રમાશે. શ્રીલંકાએ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022 માટે 15 સભ્યોની ટીમમાં દુષ્મંથા ચમીરા અને લાહિરુ કુમારાને સામેલ કર્યા છે. પરંતુ તેમની ટીમમાં ભાગીદારી ટૂર્નામેન્ટ પહેલા તેમની ફિટનેસ પર નિર્ભર રહેશે.શ્રીલંકાએ શુક્રવારે ઓસ્ટ્રેલિયા
એશિયા કપ વિજેતા ટીમે જાહેર કરી t20 વર્લ્ડ કપ ટીમ
એશિયા કપ 2022ની ચેમ્પિયન શ્રીલંકાએ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022 ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી રમાશે. શ્રીલંકાએ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022 માટે 15 સભ્યોની ટીમમાં દુષ્મંથા ચમીરા અને લાહિરુ કુમારાને સામેલ કર્યા છે. પરંતુ તેમની ટીમમાં ભાગીદારી ટૂર્નામેન્ટ પહેલા તેમની ફિટનેસ પર નિર્ભર રહેશે.
શ્રીલંકાએ શુક્રવારે ઓસ્ટ્રેલિયામાં આગામી મહિને યોજાનાર T20 વર્લ્ડ કપ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ફાસ્ટ બોલર દુષ્મંતા ચમીરા અને લાહિરુ કુમારાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ બંને બોલરો ઈજાના કારણે તાજેતરમાં રમાયેલ એશિયા કપમાંથી બહાર હતા જેમાં શ્રીલંકાએ ટ્રોફી જીતી હતી. જણાવી દઈએ કે, આ મોટી ટૂર્નામેન્ટ માટે ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા સહિતની મોટાભાગની ટીમોની જાહેરાત થઈ ચૂકી છે.
Advertisement

શ્રીલંકાની ટીમમાં ચાર ફાસ્ટ બોલર છે પરંતુ ચમીરા અને કુમારાએ પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે. ટીમમાં પાંચ નિષ્ણાત બેટ્સમેન, ચાર ઓલરાઉન્ડર અને બે સ્પિનરો છે. શ્રીલંકાએ દિનેશ ચાંદીમલ, અશેન બંદારા, પ્રવીણ જયવિક્રમા, બિનુરા ફર્નાન્ડો અને નુવાનીડુ ફર્નાન્ડોને અનામત યાદીમાં રાખ્યા છે. 16 ઓક્ટોબરે T20 ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં શ્રીલંકાનો મુકાબલો નામીબિયા સામે થશે.
મહત્વનું છે કે, એશિયા કપ 2022ના મોટાભાગના ખેલાડીઓ ટીમમાં સામેલ છે. પરંતુ મથિશા પથિરાનાને શ્રીલંકાની વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળ્યું નથી. જેણે તાજેતરમાં જ એશિયા કપ 2022માં ડેબ્યૂ કર્યું હતું. એશિયા કપમાં T20 ટીમમાં વાપસી કરનાર અનુભવી મિડલ ઓર્ડર બેટ્સમેન દિનેશ ચાંદીમલને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે ટીમમાં જગ્યા મળી છે.
શ્રીલંકાની ટીમ
દાસુન શનાકા (કેપ્ટન), દાનુષ્કા ગુણાતિલક, પાથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, ચરિત અસલંકા, ભાનુકા રાજપક્ષે, ધનંજય ડી'સિલ્વા, વાનિન્દુ હસારંગા, મહેશ તીક્ષ્ણા, જેફરી વાંડરસે, ચમિકા કરુણારત્ને, દુષ્મંથા ચમીરા, લાહિરૂ કુમારા, દિલશાન મદુશંકા અને પ્રમોદ મધુશન.
Tags :
Advertisement

.