ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિલ્હી પોલીસની પીટી ઉષા: ASI લલિતાએ નેધરલેન્ડમાં યોજાયેલી ગેમ્સમાં 5 ગોલ્ડ મેડલ જીત્યા

દિલ્હી પોલીસની 45 વર્ષની ASI લલિતા મધવાલે નેધરલેન્ડમાં આયોજિત વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં 5 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીતીને નવો ઈતિહાસ રચ્યો છે. એક તરફ ભારતીય ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સમાં પોતાનો ધ્વજ લહેરાવી રહ્યાં છે અને તેમને પ્રોત્સાહિત પણ કરવામાં આવી રહ્યા છે. તે જ સમયે, દિલ્હી પોલીસની 45 વર્ષીય ASI લલિતા મધવાલે નેધરલેન્ડમાં આયોજિત વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં 5 ગોલ્ડ અને 1 સિલ
01:42 PM Aug 06, 2022 IST | Vipul Pandya
દિલ્હી પોલીસની 45 વર્ષની ASI લલિતા મધવાલે નેધરલેન્ડમાં આયોજિત વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં 5 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીતીને નવો ઈતિહાસ રચ્યો છે. એક તરફ ભારતીય ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સમાં પોતાનો ધ્વજ લહેરાવી રહ્યાં છે અને તેમને પ્રોત્સાહિત પણ કરવામાં આવી રહ્યા છે. તે જ સમયે, દિલ્હી પોલીસની 45 વર્ષીય ASI લલિતા મધવાલે નેધરલેન્ડમાં આયોજિત વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં 5 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીતીને નવો ઈતિહાસ રચ્યો છે. 

પોલીસની પીટી ઉષા તરીકે ઓળખાતી ASI
દિલ્હી પોલીસની આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર લલિતા (એએસઆઈ લલિતા મધવાલ)એ નાની ઉંમરે જ પોતાની મહેનતથી એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલનો ઢગલો કર્યો, ત્યાર બાદ ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે જો કંઈક કરવાનું ઝનૂન હોય તો તે એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ તમારા કદમ ચૂમે છે. દિલ્હી પોલીસની પીટી ઉષા તરીકે ઓળખાતી ASI લલિતા મધવાલે જુલાઈમાં યોજાયેલી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં પાંચ ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીત્યો છે. લલિતા મધવાલે 2000 મીટર સ્ટીપલચેસ (અડધડ દોડ)માં પણ નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તેમણે 800m, 1500m, 5000m અને 10000m રેસમાં પ્રથમ સ્થાન મેળવ્યું, સાથે જ 2000m સ્ટીપલચેસમાં નવો વર્લ્ડ રેકોર્ડ  કરી સુવર્ણ અને 400m રિલેમાં સિલ્વર મેડલ મેળવ્યો. આ રીતે તેણે 5 ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતીને ભારતીય પોલીસ સાથે દેશનું નામ રોશન કર્યું છે. તેણે જે સ્થાન હાંસલ કર્યું તે દિલ્હી પોલીસના ઈતિહાસમાં કોઈ કરી શક્યું નથી અને તે પણ એવી ઉંમરે જ્યારે લોકો રમતને અલવિદા કહે છે.

દોડવા માટે ન સારા જૂતા હતા કે ન તો દોડવા માટે ટ્રેકની વ્યવસ્થા
દિલ્હી પોલીસની ASI લલિતાના જણાવ્યા અનુસાર, એકસાથે 6 મેડલ જીતવાની તેમની સફર સરળ નહોતી. તેમણે 1991માં દોડવાનું શરૂ કર્યું. પરંતુ પરિવારના સંજોગો અને 1995માં ભાઈ નરેન્દ્રનું અવસાન થતાં તેમણે દોડવાનું છોડી દીધું હતું. તે સમયે તેની પાસે દોડવા માટે ન સારા જૂતા હતા કે ન તો દોડવા માટે ટ્રેકની વ્યવસ્થા હતી. તે વર્ષ 2000માં દિલ્હી પોલીસમાં જોડાયી છે,. ત્યારબાદ તેમણે 2003માં લગ્ન કર્યા અને 2005માં એક પુત્રીનો જન્મ થયો. દીકરી થયા પછી તેમનું વજન ઘણું વધી ગયું હતું. ત્યારબાદ 2011માં 33 વર્ષની ઉંમરે તેમણે ફરીથી ટ્રેનિંગ શરૂ કરી અને ત્યાર બાદ તેણે પાછળ વળીને જોયું નથી. આ પહેલાં પણ તેમણે જાપાન, સિંગાપોર અને મલેશિયામાં 2014, 2016 અને 2019માં એશિયા માસ્ટર અને એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ અનેક મેડલ જીત્યા હતા.

લલિતાની 17 વર્ષની દીકરી બેડમિન્ટન રમે છે
લલિતા મડવાલે જણાવ્યું કે તે પોતાની ફીટનેસ માટે રોજ મહેનત કરે છે તે રોજ સવારે 3:30 વાગ્યે ઉઠે છે અને દરરોજ દોડે છે, લલિતાની 17 વર્ષની દીકરી બેડમિન્ટન રમે છે, લલિતા ઈચ્છે છે કે તેની દીકરી એક દિવસ રમતની દુનિયામાં પોતાની ઓળખ બનાવે. તમને જણાવી દઈએ કે, લલિતાને 17 વર્ષની એક દીકરી છે. તેમણે કહ્યું કે પોલીસની નોકરી અને દીકરીના ઉછેરની સાથે આ સફર સરળ ન હતી. પરંતુ લલિતાના પતિ રેલ્વેમાં પ્રોટોકોલ ઓફિસર હોવાની સાથે સ્પોર્ટ્સમેન છે, તેમણે લલિતાને દરેક પગલા પર સાથ આપ્યો. હાલમાં લલિતા રાષ્ટ્રપતિ ભવનમાં તૈનાત છે.
આ પણ વાંચો-ભારતના ત્રણ રેસલરના ખાતે બે ગોલ્ડ અને એક સિલ્વર
Tags :
45yearsASILalita5GoldMedalsDelhiPoliceGujaratFirstNetherlandsWorldPoliceandFireGames
Next Article