Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અશોક ગેહલોતે સચિન પાયલટને ગણાવ્યા 'ગદ્દાર', મુખ્યમંત્રી પદને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે એકવાર ફરી પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ પર નિશાન સાધ્યુ છે. અશોક ગેહલોતે સચિન પાયલટની ટીકા કરતા તેમને ગદ્દાર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે એક ગદ્દાર મુખ્યમંત્રી ન બની શકે. હાઈકમાન સચિન પાયલટને મુખ્યમંત્રી ન બનાવી શકે. એક વ્યક્તિ જેની પાસે 10 ધારાસભ્યો નથી, જેણે વિદ્રોહ કર્યો, તેણે પાર્ટીને દગો આપ્યો, તેણે ગદ્દારી કરી છે. અશોક ગેહલોતે 2020ના રાàª
અશોક ગેહલોતે સચિન પાયલટને ગણાવ્યા  ગદ્દાર   મુખ્યમંત્રી પદને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે એકવાર ફરી પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ પર નિશાન સાધ્યુ છે. અશોક ગેહલોતે સચિન પાયલટની ટીકા કરતા તેમને ગદ્દાર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે એક ગદ્દાર મુખ્યમંત્રી ન બની શકે. હાઈકમાન સચિન પાયલટને મુખ્યમંત્રી ન બનાવી શકે. એક વ્યક્તિ જેની પાસે 10 ધારાસભ્યો નથી, જેણે વિદ્રોહ કર્યો, તેણે પાર્ટીને દગો આપ્યો, તેણે ગદ્દારી કરી છે. 
અશોક ગેહલોતે 2020ના રાજકીય સંકટનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ દેશના ઈતિહાસમાં પહેલીવાર થુયં કે એક પાર્ટીના અધ્યક્ષે પોતાની સરકાર પાડવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે, તે માટે ભાજપ તરફથી પૈસા આપવામાં આવ્યા હતા. ભાજપની દિલ્હી ઓફિસથી 10 કરોડ રૂપિયા આવ્યા હતા, મારી પાસે પૂરાવો છે. આ પૈસામાંથી કોને કેટલા આપવામાં આવ્યા, તે મને ખબર નથી. 

Advertisement



સચિન પાયલટ પર લગાવ્યા આ આરોપ
રાજસ્થાનના મુખ્યમંત્રીએ એક મીડિયા હાઉસ સાથે વાતચીતમાં આરોપ લગાવ્યો કે સચિન પાયલટે દિલ્હીમાં ભાજપના બે વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું- અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાન સામેલ હતા. તેમણે (પાયલટ સહિત) દિલ્હીમાં એક બેઠક કરી હતી. તેમણે કહ્યું કે, ધર્મેન્દ્ર પ્રધાન તે હોટલમાં પણ મુલાકાત કરવા ગયા હતા, જ્યાં વિદ્રોહ કરનાર નેતા રોકાયા હતા. ગેહલોતે દાવો કર્યો કે 2009માં જ્યારે યુપીએની સરકાર બની તો તેમણે ભલામણ કરી હતી કે તેમને (પાયલટને) કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવે. 
2020માં ઉભું થયું હતું રાજકીય સંકટ
રાજસ્થાન કોંગ્રેસમાં 2020માં ઉભા થયેલા રાજકીય સંકટ દરમિયાન સચિન પાયલટ 19 ધારાસભ્યોની સાથે દિલ્હીના એક રિસોર્ટમાં પહોંચી ગયા હતા. રાજકીય વર્તુળોની ચર્ચા અનુસાર, આ કોંગ્રેસ માટે સીધો પડકાર હતો કે તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે કે તે કોંગ્રેસમાંથી બહાર નિકળી જશે. પરંતુ આ વિરોધની ગેહલોત સરકાર પર કોઈ અસર પડી નહોતી. બાદમાં પાયલટ સાથે સમાધાન થઈ ગયું હતું. બાદમાં તેમને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષના રૂપમાં હટાવી દેવામાં આવ્યા હતા. સાથે નાયબ મુખ્યમંત્રીની ખુરશી પણ છીનવી લેવામાં આવી હતી. 

રાહુલ ગાંધીની સાથે યાત્રા કરી રહ્યાં છે પાયલટ
સચિન પાયલય હાલ રાહુલ ગાંધીની સાથે ભારત જોડો યાત્રામાં છે. આ યાત્રા મધ્યપ્રદેશમાંથી પસાર થઈ રહી છે. તો ભાજપે અશોક ગેહલોતના દાવાને પાયાવિહોણા ગણાવ્યા છે. રાજસ્થાન ભાજપના પ્રમુખ સતીષ પુનિયાએ કહ્યુ કે- કોંગ્રેસ નેતૃત્વ પોતાના ઘરને વ્યવસ્થિત કરવામાં નિષ્ફળ રહ્યું છે. કોંગ્રેસ રાજસ્થાન ગુમાવી રહી છે, તેથી ગેહલોત નિરાશ છે. ગેહલોત પોતાની નિષ્ફળતા માટે ભાજપને જવાબદાર ઠેરવી રહ્યાં છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.