Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિંદેએ કમાન સંભાળતા જ આરએ કોલોનીને લઇને લીધો સૌથી મોટો નિર્ણય

છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉતાર-ચઢાવ જોયા બાદ આખરે ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી ગઇ છે અને હવે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેએ શપથ લીધા છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધા છે. જેવી એકનાથ શિંદેએ કમાન સંભાળતા જ ઉદ્ધવ ઠાકરે સરકારનો નિર્ણય બદલ્યો હતો. શિંદે સરકારે આરએ કોલોનીમાં મેટ્રો શેડનું બાંધકામ રોકવાના ઉદ્ધવ સરકારના નિરà«
શિંદેએ કમાન સંભાળતા જ આરએ કોલોનીને લઇને લીધો સૌથી મોટો નિર્ણય
છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉતાર-ચઢાવ જોયા બાદ આખરે ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી ગઇ છે અને હવે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેએ શપથ લીધા છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધા છે. જેવી એકનાથ શિંદેએ કમાન સંભાળતા જ ઉદ્ધવ ઠાકરે સરકારનો નિર્ણય બદલ્યો હતો. 
શિંદે સરકારે આરએ કોલોનીમાં મેટ્રો શેડનું બાંધકામ રોકવાના ઉદ્ધવ સરકારના નિર્ણયને પલટાવી દીધો છે. હવે શિંદે સરકારે જાહેરાત કરી છે કે મેટ્રો કાર શેડ આરએ કોલોનીમાં જ બનાવવામાં આવશે. ઉદ્ધવ સરકારે મેટ્રો શેડ સામે ભારે વિરોધ બાદ આરે કોલોનીમાં શેડને સ્થાનાંતરિત કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે તે નિર્ણય શિંદે સરકારે પલટી નાખ્યો છે. જેથી આ મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે. આરે કોલોનીમાં મેટ્રો શેડના નિર્માણને લઈને રાજકીય લડાઈ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે આ નિર્ણય પર ભાજપને ઘેર્યો છે અને શિંદે-ભાજપ સરકારને મહાવિનાશ આઘાડી સરકાર ગણાવી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસે ટ્વીટ કર્યું કે, બીજેપીની મહાવિનાશ અઘાડીના આગમન સાથે જ વિનાશ શરૂ થઈ ગયો છે. આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મેટ્રો કાર શેડને આરેથી કાંજુરમાર્ગ શિફ્ટ કરવાનો આદેશ આપ્યો હતો.
Advertisement

સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનને અડીને આવેલા 1,287 હેક્ટરમાં ફેલાયેલી આરે કોલોનીને મુંબઈના Major Green Lung તરીકે ઓળખવામાં આવે છે. 2019 માં, ભાજપ-શિવસેના સરકાર અહીં ચાલી રહેલા મેટ્રો પ્રોજેક્ટ માટે સાઇટ પર શેડ બનાવવાનું વિચારી રહી હતી. આ પગલા સામે નાગરિકો અને હરિત કાર્યકરોએ બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ હાઈકોર્ટે વૃક્ષો કાપવા પર સ્ટે માંગતી આ અરજીઓને ફગાવી દીધાના કલાકોમાં જ મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (MMRCL) એ વૃક્ષો કાપવાનું શરૂ કર્યું.
Tags :
Advertisement

.