Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SMC ના દરોડા તો પ્રથમ પગથિયું : ખાણોની ' ઘાણી' કાઢતાં ભુમાફિયા ' સાંઢો' ને કોણ શકશે નકેલ 'તાણી ' ?

પોરબંદર જિલ્લામાં અવૈદ્ય ખનીજ ખનનની બેફામપણે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ પર આખરે સ્થાનિક તંત્ર નહીં, પરંતુ ગાંધીનગરથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે કાર્યવાહી હાથ ધરતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગઈકાલે પોરબંદરના કુછડી ખાતે ત્રાટકેલી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ખૂબ જ ગુપ્ત રાહે ઓપરેશન હાથ ધરીને ગેરકાયદે ધમધમતી એક ડઝનથી વધુ ખાણો પર દરોડા પાડ્યા હતા અને તેમાં ૩૦થી વધ
05:14 PM Feb 15, 2023 IST | Vipul Pandya
પોરબંદર જિલ્લામાં અવૈદ્ય ખનીજ ખનનની બેફામપણે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ પર આખરે સ્થાનિક તંત્ર નહીં, પરંતુ ગાંધીનગરથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે કાર્યવાહી હાથ ધરતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગઈકાલે પોરબંદરના કુછડી ખાતે ત્રાટકેલી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ખૂબ જ ગુપ્ત રાહે ઓપરેશન હાથ ધરીને ગેરકાયદે ધમધમતી એક ડઝનથી વધુ ખાણો પર દરોડા પાડ્યા હતા અને તેમાં ૩૦થી વધુ શખ્સોને ઝડપી લઈને કરોડોનો મુદ્દામાલ તથા ખનીજચોરીનો પર્દાફાશ કર્યો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલના આ દરોડાઓથી પોરબંદરના `ખદડાં' ખાણ-ખનીજ ખાતાની ઊંઘ ઉડાડી દીધી છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું. છે અને ભ્રષ્ટાચારમાં લિપ્ત રહેલાં આ ખાતાના કેટલાંક અધિકારીઓના હવે આ મામલે તપેલાં ચડી જાય તેવી ઘડીઓ ગણાઈ રહી છે.? SMC ના દરોડા તો પ્રથમ પગથિયું છે ખાણોની ' ઘાણી' કાઢતાં ભુમાફિયા ' સાંઢો' ને કોણ શકશે નકેલ 'તાણી '? તેવા અનેક સાવલો ઉઠી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે, પોરબંદર જિલ્લામાં રેતી સહિતના ખનીજોના અવૈધ ખનનની વાતો જગજાહેર છે અને ખાણ-ખનીજ ખાતાં સહિતના તંત્રની મીઠી નજર તળે જ ખનીજ માફિયાઓ ખૂલ્લેઆમ બહુમૂલ્ય ખનીજોની લૂંટ ચલાવી રહ્યા છે તેવી અનેક ચર્ચાઓ અને  તેવા અનેક સવાલો પણ ઉઠી રહ્યાં છે, માધવપુરથી મિયાણી સુધીનો દરિયાકિનારો ગેરકાયદેસર રીતે રેતીચોરી અને ગેરકાયદેસર ખાણો ચલાવનારાઓ માટે સ્વર્ગ સમાન બન્યો છે. તેવા આક્ષેપો થય રહ્યા છે, આ ગેરકાયદે ધમધમતી ખાણો પર રોક લગાવવાની જવાબદારી જેના શિરે છે તે ખાણ-ખનીજ ખાતું ફક્ત `રોકડી' કરવામાં જ રચ્યું-પચ્યું રહેતું હોવાથી ખનીજ માફિયાઓને મોકળું મેદાન મળી રહે છે.
તેવા પણ આક્ષેપો થય રહ્યા છે, પોરબંદર જિલ્લામાં પ્રકૃતિનું નિકંદન કાઢતી આવી ગેરકાયદે પ્રવૃત્તિ પર રોક લગાવવામાં સ્થાનિક તંત્ર આંખ મિચામણાં કરી રહ્યું હોવાના અહેવાલ છેક ગાંધીનગર સુધી પહોંચતાં આખરે ગઈકાલે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ એક્શનમાં આવી હતી અને પોરબંદરમાં ખનીજચોરો માટે સ્વર્ગ સમાન એવા કુછડી વિસ્તારમાં એક ગુપ્ત ઓપરેશન હાથ ધરીને ૧૫ જેટલી ખાણો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ૧૧ ટે્રક્ટર, ચાર ટ્રક, એક જેસીબી અને પથ્થર કાપવાના ૪૦ મશીન મળી કરોડોની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ૩૪ જેટલાં શખ્સોની અટકાયત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
નોંધનીય છે કે, મોટાભાગે આવી કાર્યવાહીમાં પકડાતાં લોકો ખાણમાં કામ કરતાં શ્રમિકો જ હોય છે અને તેમને ખ્યાલ પણ નથી હોતો કે, તેઓ જ્યાં કામ કરી રહ્યા છે તે સ્થળ ગેરકાયદેસર પ્રવૃતિનો અડ્ડો છે. પરંતુ આવી કાર્યવાહીમાં મુખ્ય સૂત્રધારો લગભગ પોલીસ કે તંત્રની પકડમાં આવતા જ નથી અથવા તો તંત્ર તેમની સાથે `સેટીંગ' કરીને તેમને છાવરતું રહે છે. તેવા પણ અનેક વખત આક્ષેપો થાય છે ત્યારે ખરેખર તો આવા મોટાં મગરમચ્છોને પકડી લેવામાં આવે તો આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ કાયમી ધોરણે બંધ થઈ શકે.
ગાંધીનગરથી સીધી કાર્યવાહી છે, રીપોર્ટ હવે આવશે: એસ.પી. સૈની
પોરબંદરના કુછડી વિસ્તારમાં ગેરકાયદે ખાણો પર સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડાની વાતને સમર્થન આપતાં પોરબંદર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર કાર્યવાહી ગાંધીનગરથી સીધી કરવામાં આવી છે. હાલ તમામ મુદ્દામાલ વિસાવાડા ખાતે રાખીને તેની ગણતરી કરવા સાથે રીપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેની વિગત આવતાં હજુ સમય લાગશે. પરંતુ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે
ગેરકાયદે ખાણ અને વીજચોરીનો પર્દાફાશ વીજતંત્રનો ખાણ-ખનીજ ખાતાને `ઝટકો'
પોરબંદરના બળેજ ગામે એક ગેરકાયદેસર ચાલતી ખાણ પર ખાણ ખનીજ ખાતાએ નહીં પરંતુ પોરબંદર પીજીવીસીએલની ટીમે દરોડો પાડી પીજીવીસીએલની ૧૧ કે.વી.ની લાઈનમાં ૧૦૦ કે.વી.નું ટ્રાન્સફોર્મર મૂકીને સરેઆમ થતી વીજચોરીનો પર્દાફાશ કર્યો હતો અને આ ગેરકાયદે ખાણ ચલાવતાં બાલુ મેરામણ કેશવાલાને ૯૧ લાખનો દંડ ફટકાર્યો હતો. અહીં નવાઈની વાત તો એ છે કે, આટલાં સમયથી ગેરકાયદેસર રીતે ખાણ ધમધમતી હોવા છતાં ખાણ-ખનીજ વિભાગ તથા સંબંધિત સત્તાધીશોને તેનો ખ્યાલ જ ન આવ્યો અને પીજીવીસીએલ દ્વારા અહીં થઈ રહેલી વીજચોરી પકડી પાડવામાં આવ્યા બાદ જાણ કરાતા ખાણ-ખનીજ ખાતાએ ફક્ત કામગીરી દેખાડવાં ખાણ પર જઈને ૬ ચકરડી મશીન, બે ટ્રક અને બે ટે્રકટર જપ્ત કર્યા હતા. હવે અહીં સવાલ એ છે? કે, શું ખાણ-ખનીજ વિભાગને બળેજ ગામે ધમધમતી ગેરકાયદે ખાણ વિશે કોઈ જ માહિતી ન હતી અને પીજીવીસીએલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ત્યારે તેને ખબર પડી? ખાણ-ખનીજ ખાતાના અધિકારીઓ જ આ સમગ્ર મામલે આંખ આડા કાન કરીને ફક્ત રોકડી કરી લેવામાં જ રચ્યા-પચ્યા રહેતાં હોવાની ચર્ચાએ પણ સમગ્ર જિલ્લામાં જોર પકડ્યું છે. તેવા આક્ષેપો થય રહ્યા છે.
આ પણ વાંચો - ધારાસભ્યોને પદમાં રસ,સંસદીય બાબતોમાં નીરસ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ActionGujaratFirstIllegalRockQuarriesKuchdiareaPorbandar
Next Article