Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આવતા મહિને નિવૃત્ત થશે ચીફ જસ્ટિસ યૂ.યૂ લલિત, કેન્દ્રએ ઉત્તરાધિકારી નૉમિનેટ કરવા લખ્યો પત્ર

કેન્દ્ર સરકારે (Central Govt) ભારતના પ્રધાન ન્યાયાધીશ ઉમેશ લલિત (Justice Umesh Lalit)ને પત્ર લખીને તેમને પોતાના ઉત્તરાધિકારીને નોમિનેટ કરવા જણાવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકારે CJIને પત્ર શુક્રવારે સવારે મોકલ્યો હતો. જણાવી દઈએ કે જસ્ટિસ ઉદય ઉમેશ લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે.જસ્ટિસ ડી વાય ચંદ્રચૂર સીજેઆઈ બાડ વરિષ્ઠ ન્યાયાધીશ છે અને આ પદ માટેના પ્રમુખ દાવેદાર છે. પ્રધાન ન્યાયાધીશ પોતા
07:33 AM Oct 07, 2022 IST | Vipul Pandya

કેન્દ્ર સરકારે (Central Govt) ભારતના પ્રધાન ન્યાયાધીશ ઉમેશ લલિત (Justice Umesh Lalit)ને પત્ર લખીને તેમને પોતાના ઉત્તરાધિકારીને નોમિનેટ કરવા જણાવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકારે CJIને પત્ર શુક્રવારે સવારે મોકલ્યો હતો. જણાવી દઈએ કે જસ્ટિસ ઉદય ઉમેશ લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે.જસ્ટિસ ડી વાય ચંદ્રચૂર સીજેઆઈ બાડ વરિષ્ઠ ન્યાયાધીશ છે અને આ પદ માટેના પ્રમુખ દાવેદાર છે. પ્રધાન ન્યાયાધીશ પોતાના ઉત્તરાધિકારીના રૂપમાં વરિષ્ઠ ન્યાયાધીશને નોમિનેટ કરે છે. આ પરંપરા અનુસાર, જસ્ટિસ ચંદ્રચૂર દેશના 50માં ચીફ જસ્ટિસ બની શકે છે. 




27 ઓગસ્ટના રોજ નિયુક્ત થયા હતા ચીફ જસ્ટિસ 


આ પહેલા ગત 27 ઓગસ્ટના રોજ જસ્ટિસ યૂયૂ લલિતે દેશના 49માં ચીફ જસ્ટિસના રૂપમાં શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે જસ્ટિસ એનવી રમણાની જગ્યા લીધી હતી, જે 26 ઓગસ્ટના રોજ મુખ્ય ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા હતા. 



ક્રિમિનલ લોના સ્પેશિયાલિસ્ટ તરીકે ઓળખાય છે જસ્ટિસ યૂયૂ લલિત 


જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને ક્રિમિનલ લૉના નિષ્ણાત માનવામાં આવે છે. 13 ઓગસ્ટ 2014ના રોજ તેઓ  સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત  થયા હતા. ત્યારબાદ મે 2021માં તેમની નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમણે સુપ્રીમ કોર્ટના આદેશો હેઠળ તમામ 2G કેસોમાં CBIના સરકારી વકીલ તરીકે ટ્રાયલ્સમાં ભાગ લીધો છે. તેઓ બે ટર્મ માટે સુપ્રીમ કોર્ટની કાનૂની સેવા સમિતિના સભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે.

પિતા રહી ચૂક્યા છે બોમ્બે હાઇકોર્ટના જજ 


જસ્ટિસ યૂયૂ લલિતને કાયદો અને ન્યાયનું જ્ઞાન તેમના પરિવાર તરફથી જ મળ્યું છે. જસ્ટિસ લલિતના દાદા રંગનાથ લલિત એક જાણીતા વકીલ હતા. ન્યાય ક્ષેત્રની આ સફરને તેમના પુત્ર આરયૂ લલિતે એક પગલું આગળ વધારી અને તેઓ બોમ્બે હાઇ કોર્ટના જજ તરીકે નિયુક્ત થયા. જસ્ટિસ યૂયૂ લલિત પોતાના પરિવારના ત્રીજી પેઢીના વકીલ રહ્યા, ત્યાર બાદ સુપ્રીમ કોર્ટના જજ રહ્યા અને હવે દેશના મુખ્ય ન્યાયાધીશ પદ સુધી પણ પહોંચ્યા. 

Tags :
CenterhaswrittenGujaratFirsthiefJusticeUULalitretiresletternextmonthnominateasuccessor
Next Article